Posts by Jyotiben
રંગકેન્દ્રો (colour centres)
રંગકેન્દ્રો (colour centres) : ઘન પદાર્થોના સ્ફટિક સ્વરૂપમાં તેમના પરમાણુઓની નિયમિત અને કેટલીક નિશ્ચિત ભૌમિતિક રચના. તે અનુસાર પરમાણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. તે રચનાઓને lattice structures કહેવાય છે. ઉદાહરણ તરીકે મીઠા(NaCl)ના સ્ફટિકમાં, તેનાં Na અને Cl પરમાણુઓ (વધુ ચોકસાઈથી કહીએ તો આયનો) વારાફરતી એક ઘનચતુષ્કોણ (cubic) સ્વરૂપનું lattice સર્જે છે. પરંતુ આ પ્રકારની…
વધુ વાંચો >રંગકો
રંગકો પોતે તીવ્રપણે રંગીન હોય અને અન્ય પદાર્થોને ઓછા-વત્તા અંશે કાયમી રંગવા માટે વપરાતા હોય તેવા સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સમૂહનો એક સભ્ય. કેટલાંક કાર્બનિક રસાયણોના પાણીમાંના દ્રાવણને સાધારણ ગરમ કરી તેમાં સુતરાઉ કાપડ કે રેસાને ડુબાડી રાખવાથી તે રંગીન બનતા હોય છે. સાબુ વડે ધોવાથી આ રંગ દૂર થતો નથી તેમજ પ્રકાશની અસરથી પણ તે…
વધુ વાંચો >રંગતાપમાન (colour temperature)
રંગતાપમાન (colour temperature) : વિકિરણના રંગના આધારે તાપમાન માપવા માટેનો અભ્યાસ. દૂરના પદાર્થોનું તાપમાન, તેમના દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણોના વર્ણપટના અભ્યાસ દ્વારા તારવી શકાય છે. ભૌતિકવિજ્ઞાનમાં Wienના નિયમ તરીકે જાણીતા એક નિયમ અનુસાર, પદાર્થના તાપમાન (K) અને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ માત્રા માટેની તરંગલંબાઈ lm વચ્ચે λmT = અચળાંક એ પ્રકારનો સંબંધ છે. આ…
વધુ વાંચો >રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ
રંગદર્શિતાવાદ અને રૂપદર્શિતાવાદ : કલા-સાહિત્યમાં પ્રચલિત બે સિદ્ધાંતો કે વાદો. રંગદર્શિતા ‘રોમૅન્ટિસિઝમ’નો તો રૂપદર્શિતા ‘ક્લાસિસિઝમ’નો પર્યાય છે. ‘રોમૅન્ટિસિઝમ’ તથા ‘ક્લાસિસિઝમ’ સંજ્ઞાઓ સામસામે તોળાતી સંજ્ઞાઓ છે અને ગુજરાતીમાં તેમના અનેક પર્યાયો છે : કવિ કાન્ત ‘રોમૅન્ટિક’ માટે ‘મસ્ત’ અને ‘ક્લાસિકલ’ માટે ‘સ્વસ્થ’ પર્યાય આપે છે. ખબરદાર અને વિજયરાય વૈદ્ય એ રીતે અનુક્રમે ‘રંગપ્રધાન’ કે ‘રંગદર્શી’ અને…
વધુ વાંચો >રંગદર્શી કલા
રંગદર્શી કલા : યુરોપીય કલામાં 1750થી 1870 સુધીના ગાળામાં વ્યાપક બનેલ વલણ. રંગદર્શિતાવાદ નવપ્રશિષ્ટવાદની સમકાલીન ઘટના હતી. રંગદર્શિતાવાદી કલાને ગટે, કાન્ટ, બૉદલેર અને શૉપનહાઉર જેવાનું સમર્થન સાંપડ્યું હતું. પ્રકૃતિનાં પ્રબળ અને પાશવી પરિબળો સામે માનવનાં કૌશલ્ય, બુદ્ધિ, બળ અને જુસ્સો નગણ્ય બની રહેવાથી ઊભી થતી કરુણાંતિકાઓ, અને પ્રકૃતિ પ્રત્યે માનવીને થતી ભયમિશ્રિત આદરની લાગણીઓ રંગદર્શી…
વધુ વાંચો >રંગનાથન્, શિયાલી રામામૃત
રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે. રંગનાથન્નો જન્મ એક સંસ્કારી કુટુંબમાં થયો હતો.…
વધુ વાંચો >રંગનાયકમ્મા (શ્રીમતી)
રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા છે, જ્યારે બીજી નવલ ‘અંદાલમ્માગરુ’…
વધુ વાંચો >રંગપુર
રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ ધરાતાં રંગપુર નજીકથી લઘુપાષાણ સંસ્કૃતિના,…
વધુ વાંચો >રંગપુર (જિલ્લો)
રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા થતી ચીજવસ્તુઓની હેરફેર થઈ શકે…
વધુ વાંચો >રંગબંધકો (mordants)
રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામે કશા પહોળી બને છે.…
વધુ વાંચો >