Posts by Jyotiben
રંગહીનતા (albinism)
રંગહીનતા (albinism) : રંગકણો(chromoplasts)ના અભાવમાં વનસ્પતિઓમાં અને મેલેનિન વર્ણરંજક (pigment) ઉત્પાદન કરવાની ક્ષમતાના અભાવમાં પ્રાણીઓમાં ઉદભવતી એક પરિઘટના (phenomenon). મેલેનિન એક ઘેરું શ્યામ રંગદ્રવ્ય છે અને તે કણસ્વરૂપે વાળ, પીંછાં, નેત્રપટલ, ત્વચા જેવાં અંગોમાં જોવા મળે છે. તે ટાયરોઝીન અને ટ્રિપ્ટોફૅન એમીનો ઍસિડોના ઑક્સિડેશનને લીધે નિર્માણ થાય છે. સસ્તનોમાં આ રંગદ્રવ્યના નિર્માણ માટે ટાયરોઝિનેઝ ઉત્સેચક…
વધુ વાંચો >રંગા, એન. જી.
રંગા, એન. જી. (જ. 7 નવેમ્બર 1900, નીડુબ્રોલુ, ગંતુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 1995, ગુંતુર) : આખું નામ રંગાનાયકુલુ નીડુબ્રોલુ ગોજિનેની. બંધારણ-સભાના સભ્ય, પીઢ સાંસદ. કૃષિવિદ્, સ્વાતંત્ર્ય-સેનાની, અને સમાજવાદી રાજકારણી. મધ્યમવર્ગીય ગ્રામીણ કુટુંબમાં જન્મ. નાની વયે માતાપિતાનું શિરછત્ર ગુમાવ્યું. શાલેય અને કૉલેજશિક્ષણ ગંતુર જિલ્લામાં પૂરું કર્યું. આ દરમિયાન સાહિત્યવાચનનો શોખ વિકસ્યો. વિશેષે રામાયણ, મહાભારત…
વધુ વાંચો >રંગારેડ્ડી
રંગારેડ્ડી : આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 45´થી 17° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 00´ પૂ. રે. વચ્ચેનો 7,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે અનુક્રમે આંધ્રના મેડક, નાલગોંડા અને મહેબૂબનગર જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો બિદર જિલ્લો આવેલા છે. હૈદરાબાદ…
વધુ વાંચો >રંગા, લક્ષ્મીનારાયણ
રંગા, લક્ષ્મીનારાયણ (જ. 4 ફેબ્રુઆરી 1934, બીકાનેર, રાજસ્થાન) : હિંદી નાટ્યકાર અને વાર્તાકાર. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘પૂર્ણમિદમ્’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ રાજસ્થાન સરકારના ભાષા વિભાગમાં અનુવાદ પ્રમુખપદેથી સેવાનિવૃત્ત થયા છે. 1952થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમનું પ્રથમ હિંદી નાટક ‘ચિરાગ’ પ્રગટ…
વધુ વાંચો >રંગાવરણ
રંગાવરણ : સૂર્યના શ્યબિંબના તેજાવરણ ઉપર આવેલ એક પાતળું સ્તર. સૂર્યના દૃશ્યબિંબની જે સપાટી દેખાય છે તે તેનું તેજાવરણ અર્થાત્ photosphere કહેવાય છે. આ તેજાવરણની ઉપર આવેલ એક પાતળું સ્તર તે રંગાવરણ એટલે કે chromosphere સૂર્યના કેન્દ્રથી તેજાવરણની સપાટી સાત લાખ કિમી.ના અંતરે છે, પરંતુ તેની ઉપર આવેલ આ રંગાવરણના સ્તરની જાડાઈ તો માત્ર 2,500…
વધુ વાંચો >રંગાવલિ
રંગાવલિ : પ્રયોગશીલ નાટ્યજૂથ (1977-1985), વડોદરા. વડોદરાના ‘રંગાવલિ’ નાટ્યજૂથમાં કેન્દ્રમાં હતા નટ અને દિગ્દર્શક ઉત્પલ ત્રિવેદી. 1977થી 1985ની વચ્ચે આ જૂથે અનેક એકાંકીઓ (‘વતેસરની વાત’, ‘ડાયલનાં પંખી’, ‘તમે સુંદર છો’ વગેરે); સળંગ નાટકો (‘હું જ મિસ્ટર આનંદ’, ‘સૉલ્યુશન એક્સ’, ‘પ્રતિશોધ’ વગેરે); ભવાઈનાટ્યો (‘અમે રે પોલીસ, તમે ચોર’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’ વગેરે) રજૂ કર્યાં. હરીશ પટેલ,…
વધુ વાંચો >રંગાસ્વામી કપ
રંગાસ્વામી કપ : હૉકીમાં પુરુષ-ખેલાડીઓને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનવા બદલ આપવામાં આવતો કપ. આ કપની શરૂઆત 1928માં કરવામાં આવી હતી. ઇન્ડિયન હૉકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ ગ્વાલિયર મુકામે કરવામાં આવી હતી. દેશમાં પુરુષોની હૉકીમાં સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે તે જાણવા માટે તેમજ દેશમાં હૉકી-રમતનો વિકાસ થાય તે દૃષ્ટિએ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપની શરૂઆત 1928માં કોલકાતા મુકામે…
વધુ વાંચો >રંગાસ્વામી, શાન્તા
રંગાસ્વામી, શાન્તા (જ. 1954; બૅંગલોર) : કર્ણાટકનાં મહિલા ટેસ્ટ-ક્રિકેટર. તેમણે 1977ના ભારતીય મહિલા ક્રિકેટ-ટીમનાં કપ્તાન તરીકે ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-પ્રવાસમાં ડ્યુનેડીન ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ સત્તાવાર ટેસ્ટમાં 108 રન કર્યા અને તે રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર તે પ્રથમ (ભારતીય) મહિલા ટેસ્ટ ક્રિકેટર બન્યાં હતાં. ન્યૂઝીલૅન્ડ સામેની એ ઐતિહાસિક ટેસ્ટમાં…
વધુ વાંચો >રંગીતાતા નદી
રંગીતાતા નદી : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 44° 12´ દ. અ. અને 171° 30´ પૂ. રે. . આ નદી ત્યાંના દક્ષિણ આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી ક્લાઇડ અને હૅવલૉક નદીઓના સંગમથી બને છે. તે રંગીતાતા કોતરમાંથી પસાર થાય છે. તે 121 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વહે છે અને તિમારુથી ઈશાનમાં 32…
વધુ વાંચો >રંગીતીકી નદી
રંગીતીકી નદી : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 40° 18´ દ. અ. અને 175° 14´ પૂ. રે. . તે કૈમાનાવા પર્વતોમાંના પૂર્વ ઢોળાવોમાંથી નીકળે છે, તે દક્ષિણ તરફ 240 કિમી.ના અંતર સુધી વહે છે અને વાગાનુઈથી દક્ષિણે 40 કિમી.ના અંતરે તસ્માન સમુદ્રના તારાનાકી ઉપસાગરમાં ઠલવાય છે. આ નદી તેની મુખ્ય…
વધુ વાંચો >