Posts by Jyotiben
યેદીન, પિગેલ
યેદીન, પિગેલ (જ. 21 માર્ચ 1917, જેરૂસલેમ; અ. 1984) : ઇઝરાયલના પુરાતત્વવિજ્ઞાની અને લશ્કરી આગેવાન. 1949થી ’52 દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ સેનાદળના જનરલ સ્ટાફના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ હીબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1945માં એમ.એ. અને 1955માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959માં ત્યાં જ પુરાતત્વ-વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. ઇઝરાયલમાં તેમણે કેટલાંક ઉત્ખનન-સંશોધન કાર્યો પાર પાડ્યાં. તેમાં ‘હેઝર’ (1955–62), ‘ડેડ…
વધુ વાંચો >યેનિસે (Yenisei) (નદી)
યેનિસે (Yenisei) (નદી) : સાઇબીરિયામાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 71° 50´ ઉ. અ. અને 82° 40´ પૂ. રે. તે જેનિસે (Jenisei) નામથી પણ ઓળખાય છે. આ નદી દક્ષિણ સાઇબીરિયાના સાયન પર્વતોમાંથી નીકળી ઉત્તર તરફ 4,093 કિમી.ના અંતર સુધી વહે છે અને આર્ક્ટિક મહાસાગરને મળે છે. જ્યાં તે મહાસાગરને મળે છે ત્યાં તે ઓબ્રના અખાતથી…
વધુ વાંચો >યેમેન
યેમેન : અરબી દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´ થી 18° 00´ ઉ. અ. અને 42° 30´થી 52° 30´ પૂ. રે.ની વચ્ચેનો 5,28,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાઉદી અરેબિયા અને પૂર્વ તરફ ઓમાન આવેલાં છે, જ્યારે દક્ષિણે એડનનો અખાત અને પશ્ચિમે રાતો સમુદ્ર તેની સરહદ…
વધુ વાંચો >યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ
યેલત્સિન, બૉરિસ નિકોલયેવિચ (જ. 1931, સ્વેરદ્લોવ્સ્ક) : સોવિયેત રાજકારણી, 1990થી રશિયન સોવિયેત ફેડરેટિવ સોશિયાલિસ્ટ રિપબ્લિક(R.S.F.S.R.)ના પ્રમુખ. 1955માં તેઓ અર્લ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા અને 1961માં સ્થાનિક સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1976માં સ્થાનિક પક્ષીય સંગઠનના વડા બન્યા. 1985માં મૉસ્કો-સ્થિત સામ્યવાદી પક્ષીય સંગઠનના વડા તેમજ શાસક પૉલિટબ્યુરોના સભ્ય બન્યા. તેમની ઉદ્દામવાદી નીતિઓને કારણે 1987માં તેમને આ પદ પરથી…
વધુ વાંચો >યેલ યુનિવર્સિટી
યેલ યુનિવર્સિટી : અમેરિકાની ત્રીજી સૌથી પ્રાચીન યુનિવર્સિટી. 1701માં તેની સ્થાપના ‘કૉંગ્રેશનલ મિનિસ્ટર’ના જૂથે કનેક્ટિકટ ખાતે ‘કૉલેજિયેટ સ્કૂલ’ તરીકે કરી હતી. હાર્વર્ડ ખાતે ધાર્મિક વિચારસરણી પ્રત્યે દર્શાવાતી સહાનુભૂતિથી નારાજ થયેલા પ્યૂરિટન નેતા કૉટન મૅથરે એલિડ્ડુ યૅલ નામના ધનાઢ્ય બ્રિટિશ વેપારીને આ નવી સંસ્થા માટે દાન કરવા પ્રેર્યા. તેમની દાનની રકમના પરિણામે એ સંસ્થા ‘યેલ યુનિવર્સિટી’નું…
વધુ વાંચો >યૅલો, રોઝાલિન
યૅલો, રોઝાલિન (જ. 19 જુલાઈ 1921, બ્રૉન્ક્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સન 1977ના નોબેલ પારિતોષિકનાં રૉજર ચાર્લ્સ લુઈ ગિલેમિન તથા ઍન્ડ્રૂ વિક્ટર સ્કેલી સાથેનાં વિજેતા. ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇડ અંત:સ્રાવોના વિકિરણસંલગ્ન પ્રતિરક્ષી આમાપન(radio-immuno assay, RIA)ના કરેલા સંશોધન માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. મૂળ પરમાણુનાભિલક્ષી ભૌતિકવિદ્યા(nuclear physics)નાં નિષ્ણાત એવાં આ સન્નારીને વિકિરણ-સમસ્થાનિકો(radio-isotopes)ના અભ્યાસમાં રસ હોવાને કારણે…
વધુ વાંચો >યે વો મંઝિલ તો નહીં
યે વો મંઝિલ તો નહીં : ચલચિત્ર હિંદી, રંગીન; નિર્માણવર્ષ : 1986; નિર્માતા-દિગ્દર્શક : સુધીર મિશ્ર; સંગીત : રજત ધોળકિયા; મુખ્ય કલાકારો : મનોહર સિંહ, હબીબ તનવીર, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ, આલોકનાથ, રાજા બુંદેલા, સુસ્મિતા મુખરજી. યુવાનીમાં જોયેલાં સપનાં વર્ષો પછી પણ માત્ર સપનાં જ રહે છે. શોષણખોરોના ચહેરા બદલાય છે; પણ ગરીબાઈ, દમન અને…
વધુ વાંચો >યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ)
યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ) (જ. 18 જુલાઈ 1933, ઝિમા, રશિયા) : નામી રશિયન કવિ. 1944માં તેઓ મૉસ્કો આવી વસ્યા; ત્યાં ગૉર્કી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લિટરેચરમાં અભ્યાસ કર્યો. પ્રારંભિક કાવ્યસંગ્રહ ‘ધ થર્ડ સ્નો’ 1955માં પ્રગટ થયો અને તે સાથે જ અનુ-સ્ટાલિન સમયની નવી પેઢીના તેઓ અગ્ર પ્રવક્તા તરીકે ઊભરી આવ્યા. ‘ઝિમા જંક્શન’ (1961) નામક તેમના દીર્ઘ કથાકાવ્યમાં સ્ટાલિનના…
વધુ વાંચો >યેશિન, લેવ
યેશિન, લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : રશિયાના ફૂટબૉલ ખેલાડી. સોવિયેત સૉકરના તેઓ એક મહાન ખેલાડી હતા. યુરોપિયન ફૂટબૉલર ઑવ્ ધ યર (1963) તરીકે સ્થાન પામનાર (voted) તેઓ એકમાત્ર ગોલકીપર હતા. તેમણે ‘મૉસ્કો ડાઇનેમો’માં આઇસ હૉકી પ્લેયર તરીકે પ્રારંભ કર્યો હતો. 1951માં તેમણે સૉકરની રમતને ગંભીરતાથી અપનાવી, તેમજ 1954–67…
વધુ વાંચો >યેસુદાસ
યેસુદાસ (જ. 10 જાન્યુઆરી 1940, ફૉર્ટ કોચીન, કેરળ) : પાર્શ્વગાયક અને શાસ્ત્રીય ગાયક. પિતા ઑગસ્ટિન જોસેફ બાગવતર, માતા અલિકુટ્ટી જોસેફ. કર્ણાટક સંગીત અને ભારતીય ચલચિત્રોના ખ્યાતનામ ગાયક યેસુદાસનું મૂળ નામ છે કટ્ટાસેરી જોસેફ યસુદાસ. તેમના પિતા રંગમંચના અભિનેતા ઉપરાંત મલયાળમ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા. પિતાએ જ બાળ યેસુદાસમાં સંગીત પ્રત્યેની લગન જોઈને તેમને નાની ઉંમરે…
વધુ વાંચો >