Posts by Jyotiben
યૂનુસ હુસેનખાં
યૂનુસ હુસેનખાં (જ. 1929; અ. 1993) : આગ્રા ઘરાણાના અગ્રણી ગાયક અને બંદિશકાર. પિતા ઉસ્તાદ વિલાયતહુસેનખાં મહાન ગાયક તથા બંદિશકાર હતા, જેમની પાસેથી યૂનુસે તાલીમ મેળવી હતી. તેઓ સંશોધક પણ હતા. તેમણે લગભગ એક સો જેટલી ઉત્કૃષ્ટ બંદિશો રચી છે. તેમનો કંઠ કસાયેલો તથા સૂરીલો હતો. આગ્રા ઘરાણાના સંગીતની બધી જ ખૂબીઓનો તેમણે તેમના સંગીતમાં…
વધુ વાંચો >યૂરિયા (કાર્બામાઇડ)
યૂરિયા (કાર્બામાઇડ) : કાર્બોનિક ઍસિડનો ડાઇ-એમાઇડ. સૂત્ર : NH2CONH2. મૂત્ર અને અન્ય શારીરિક તરલો(body fluids)માં મળી આવે છે. સસ્તનો અને કેટલીક માછલીઓની પ્રોટીન-ચયાપચયની ક્રિયાની અંતિમ નીપજ યૂરિયા હોવાથી તે મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. એક પુખ્ત વયની વ્યક્તિ 24 કલાકમાં 30 ગ્રા. જેટલો યૂરિયા બહાર કાઢે છે. આ સ્રોતમાંથી જ 1773માં ફ્રેન્ચ રસાયણજ્ઞ…
વધુ વાંચો >યૂલ, જ્યૉર્જ
યૂલ, જ્યૉર્જ : ડિસેમ્બર 1888માં અલ્લાહાબાદ મુકામે ભરાયેલા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના ચોથા અધિવેશનના પ્રમુખ. તેઓ કૉલકાતાના આગેવાન બ્રિટિશ વેપારી હતા. તેઓ ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાથી તેમને કૉંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ ભારતની ધારાસભાઓનો વિસ્તાર કરવો, સનદી પરીક્ષાઓ ભારતમાં અને ઇંગ્લૅંડમાં એકસાથે લેવી, જ્યુરીની પ્રથા દાખલ કરવી, ભારતના લોકોને…
વધુ વાંચો >યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી)
યૂસુફ ઝુલેખા (ઓગણીસમી સદી) : મેહમૂદ ગામી(1765–1855)એ રચેલ 8 કાશ્મીરી મસ્નવીઓ પૈકીની એક ઉત્તમ મસ્નવી. યાકૂબ(જેકોબ)ના પુત્ર યૂસુફ (જોસેફ)ની વાર્તા જેનેસિસ(બાઇબલનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં આપેલી છે; પરંતુ મેહમૂદનું કથાવસ્તુ મૌલાના જામીની ફારસી મસ્નવી પર આધારિત હોઈ ઓલ્ડ ટેસ્ટામેન્ટથી અનેક બાબતોમાં જુદી પડે છે. મા વિનાના યૂસુફ પર યાકૂબનો પ્રેમ વિશેષ હતો. ઈર્ષાના માર્યા યૂસુફના ઓરમાન ભાઈઓએ…
વધુ વાંચો >યૂસુફ નાઝિમ
યૂસુફ નાઝિમ (જ. 7 નવેમ્બર 1918, જાલના, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક સૈયદ મોહમ્મદ યૂસુફ નાઝિમ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ. . તેમણે નિવૃત્તિ પર્યંત સરકારી નોકરીમાં ફરજ બજાવી, સાથોસાથ સાહિત્યસર્જન પણ કર્યું. તેમણે રાજ્ય ઉર્દૂ અકાદમીના સભ્યસચિવ અને અંજુમને તરક્કીએ ઉર્દૂ(મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે ઉર્દૂમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમાં નિબંધસંગ્રહોમાં ‘કૈફ-ઓ-કૂન’;…
વધુ વાંચો >યૂસુફ હુસેનખાન
યૂસુફ હુસેનખાન (જ. 1902, હૈદરાબાદ; અ. 1979) : ઉર્દૂના લેખક, ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક. તેમના પુસ્તક ‘હાફિઝ ઔર ઇકબાલ’(1976)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનના તેઓ નાના ભાઈ. ઇટાવા ખાતે શાળાકીય શિક્ષણ; જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી બી.એ.. 1926માં પૅરિસ ગયા. 1930માં ઇતિહાસ વિષયમાં ડી. લિટ્.ની ડિગ્રી મેળવી ભારત પાછા…
વધુ વાંચો >યેકિમૉવ, વ્યાચેસ્લાવ
યેકિમૉવ, વ્યાચેસ્લાવ (જ. 4 ફેબ્રુઆરી 1966, વાઈબૉર્ગ, રશિયા) : રશિયા(અગાઉના યુ. એસ. એસ. આર.)ના સાઇક્લિંગના નામી ખેલાડી. 1980માં તેમણે સાઇક્લિંગની પ્રવૃત્તિ અપનાવી. વિક્રમજનક 3 વિજયપદક (1985–86 અને 1989) તથા એક ઍમેટર (1987 – બીજા ક્રમે) વિજયપદક જીતીને તેઓ સહસા વ્યાપક ખ્યાતિ પામ્યા. વળી 1990માં તેઓ પ્રોફેશનલ વિજયપદક પણ જીત્યા. 1984માં પૉઇન્ટની દૃષ્ટિએ તથા ટીમસભ્ય તરીકે…
વધુ વાંચો >યૅગર, ચક
યૅગર, ચક (જ. 1923, માઇરા, વેસ્ટ વર્જિનિયા) : ધ્વનિમર્યાદા(sound barrier)ને પાર કરી જનારા પ્રથમ અમેરિકન વિમાની. તેમણે ફાઇટર પાઇલટ તરીકે તાલીમ લીધી અને યુરોપમાં અનેક મિશનો પાર પાડ્યાં. તે દરમિયાન તેમનું વિમાન ફ્રાન્સ ઉપર તોડી પડાયું હતું, પણ તે ઊગરી ગયા. 14 ઑક્ટોબર 1947ના રોજ તેમણે બેલ-X-1 નામક રૉકેટ રિસર્ચના વિમાનમાં ઉડ્ડયન કર્યું અને કલાકના…
વધુ વાંચો >યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ
યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ (જ. 1895, પીટર્સબર્ગ, રશિયા; અ. જાન્યુઆરી, 1939) : રશિયાના જાસૂસી પોલીસતંત્રના વડા. પ્રારંભમાં તેઓ પક્ષના માત્ર પ્રાંતીય અધિકારી હતા. સ્ટાલિને તેમને 1936માં પીપલ્સ કૉમિસેરિયટ ઑવ્ ઇન્ટર્નલ અફેર્સ(NKVD)ના વડા તરીકે નિયુક્ત કર્યા. તેમના નેજા હેઠળ લશ્કરી અધિકારીઓની સાફસૂફી (purge) કરવામાં આવી. 1937–38 દરમિયાન તેમણે તાકાતના પ્રદર્શન-રૂપ અદાલતી ખટલા યોજ્યા અને તેમાં સ્ટાલિનના સંભવિત…
વધુ વાંચો >યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર)
યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર) (જ. 13 જૂન 1865, સૅન્ડી-માઉન્ટ, ડબ્લિન; અ. 28 જાન્યુઆરી 1939, રૉકબ્રુન-કૅપ-માર્ટિન, ફ્રાન્સ) : અંગ્રેજ કવિ અને નાટ્યકાર. 1923માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તે અગ્રણી આઇરિશ રાષ્ટ્રવાદી અને રાજકારણી પણ હતા. પિતા જે. બી. યેટ્સ વકીલાત છોડીને ચિત્રકાર બનેલા. કુટુંબ મૂળ ઇંગ્લૅન્ડનું, પણ સત્તરમી સદીથી આયર્લૅન્ડ આવી વસેલું.…
વધુ વાંચો >