Posts by Jyotiben
યુવેરોવાઇટ
યુવેરોવાઇટ : જુઓ ગાર્નેટ
વધુ વાંચો >યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર
યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર (જ. 16 એપ્રિલ 1921, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 28 માર્ચ 2004) : નામી આંગ્લ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યલેખક. તેમનાં રશિયન માતા-પિતા શ્વેત કુળનાં હતાં. અભ્યાસ કર્યો વેસ્ટમિન્સ્ટર શાળામાં. 1938માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય-પ્રવેશ કર્યો હતો. પછી બીજા વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવા બજાવી હતી. 1942માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું અને અભિનેતા, લેખક તથા નિર્માતા…
વધુ વાંચો >યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય)
યુસ્પૉરેન્જિયોપ્સીડા (સુબીજાણુધાનીય) : વનસ્પતિઓના ફિલિકોફાઇટા કે પ્ટેરોફાઇટા વિભાગનો આદિ હંસરાજ(primitive ferns)નો બનેલો એક વર્ગ. તેના બીજાણુજનક(sporophyte)નું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોય છે. પર્ણો મોટાં અને સામાન્યત: વિભાજિત હોય છે અને પર્ણ-અવકાશો (leaf gaps) ધરાવે છે. પર્ણોનું કલિકા-અવસ્થામાં કુંડલિતાગ્ર (cixcinate) પર્ણવલન જોવા મળતું નથી અને તે ઉપપર્ણીય (stipulate) કે અનુપપર્ણીય (exstipulate) હોય છે. બીજાણુધાની…
વધુ વાંચો >યુંગ, કાર્લ, ગુસ્તાવ
યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી. તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની કલ્પનાશક્તિ ખીલી ઊઠી. બાળપણથી તેઓ…
વધુ વાંચો >‘યૂ’ આકાર સરોવર (ox-bow lake)
‘યૂ’ આકાર સરોવર (ox-bow lake) : અંગ્રેજી મૂળાક્ષર U જેવા ચાપ આકારનું, ઘોડાના પગની ખરી નીચે લગાડવામાં આવતી નાળને આબેહૂબ મળતું આવતું સરોવર. નદી જ્યારે તેની પુખ્ત (યુવા) અવસ્થાના ખીણપ્રદેશમાંથી પ્રૌઢ અવસ્થાના ખીણપ્રદેશમાં વહેતી વહેતી આગળ વધે છે ત્યારે ઘટી ગયેલા વહનવેગને કારણે નિક્ષેપ-જમાવટનું પ્રમાણ વધે છે. ખીણ-વિસ્તાર સપાટ બનતો જાય છે. પરિણામે નદીનું સર્પાકાર…
વધુ વાંચો >યૂક્લિડ
યૂક્લિડ (ઈ. પૂ. 323થી ઈ. પૂ. 283) : ગ્રીક-રોમનકાળના પ્રતિષ્ઠિત ગણિતશાસ્ત્રી. જન્મ ઍલેક્ઝાંડ્રિયા, મિસર. ભૂમિતિ અંગેના ‘એલિમેન્ટ્સ’ (મૂળતત્વો) ગ્રંથના સર્જક. યૂક્લિડ પૉર્ટ-ઍલેક્ઝાંડ્રિયાના વતની હતા. તેમના જીવન વિશે બહુ ઓછી વિગતો જાણવા મળે છે. પ્લેટોએ ઍથેન્સમાં સ્થાપેલી શિક્ષણ-સંસ્થા(એકૅડેમી)માં તેમણે ગણિતનું શિક્ષણ મેળવ્યું હતું. ઈ. પૂ. 294માં ટૉલેમી પહેલાએ ઍરિસ્ટૉટલના શિષ્ય ડેમેટ્રિયસ અને અન્ય વિદ્વાનોને આમંત્રણ આપી…
વધુ વાંચો >યૂક્લિડીય ગાણિતિક વિધિ (Euclidean algorithm)
યૂક્લિડીય ગાણિતિક વિધિ (Euclidean algorithm) : આપેલી બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ શોધવાની ગાણિતિક વિધિ. પ્રચલિત ગાણિતિક વિધિઓમાં આ એક જાણીતી વિધિ છે. મર્યાદિત પગલાંમાં ગાણિતિક સમસ્યા ઉકેલવા માટેની સોપાનબદ્ધ પ્રક્રિયાને ગાણિતિક વિધિ (algorithm) કહેવામાં આવે છે. તેમાં પ્રત્યેક સોપાન પરત્વે સ્પષ્ટ સૂચનો કરેલાં હોય છે. આવી વિધિઓમાં કોઈ વાર સોપાનનું પુનરાવર્તન પણ કરવામાં…
વધુ વાંચો >યૂગ્લીનોફાઇટા
યૂગ્લીનોફાઇટા : સામાન્યત: મીઠા પાણીમાં થતાં એકકોષી, નગ્ન અને ચલિત સજીવ સ્વરૂપોનો એક વિભાગ. આ વિભાગમાં કેટલાંક વૃક્ષાકાર (dendroid) વસાહતથી ઊંચી કક્ષાનાં નહિ તેવાં અચલિત બહુકોષીય સ્વરૂપોની ઉત્ક્રાંતિ થઈ છે. તેનો જીવરસ રંગહીન કે ઘાસ જેવા લીલા રંગનો હોય છે. ક્લૉરોફિલ a અને b રંજ્યાલવ(chromatophore)માં આવેલાં હોય છે. ક્લૉરોફિલ બાબતે તે ક્લૉરોફાઇટા વિભાગ સાથે સામ્ય…
વધુ વાંચો >યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix)
યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix) (જ. 1798; અ. 1863) : ફ્રાન્સના અત્યંત મેધાવી ચિત્રકાર. તેમની ગણના અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપના રંગદર્શિતાવાદના અત્યંત મહત્વના કલાકારોમાં થાય છે. તેમની સંવેદના જીવનમાંથી ઉદભવેલી હતી, તેથી તેમાં પ્રકૃતિદર્શન પ્રત્યેના આવેગો અને પ્રાચીન સંસ્કૃતિના આદર્શોનું અનુકરણ નહોતું. એંગ્ર (Ingres) જેવા નવશિષ્ટવાદી ચિત્રકારોની કલામાં દેલાક્રૂવાને પ્રાચીન રોમન સામ્રાજ્યની ભવ્યતામાં રાચતી વાસ્તવિકતાથી…
વધુ વાંચો >યૂડૉક્સસ (Eudoxus of Cnidus)
યૂડૉક્સસ (Eudoxus of Cnidus) (જ. ઈ. પૂ. 408ની આસપાસ, નિડસ, આયોનિયા; અ. ઈ. પૂ. 355ની આસપાસ, નિડસ) : ગ્રીક ખગોળવિદ, ગણિતશાસ્ત્રી અને ચિકિત્સક (વૈદ્ય). નિડસ હાલમાં ટર્કી(તુર્કી કે તુર્કસ્તાન)માં આવેલું છે. ઈસુના જન્મ પૂર્વે બીજી સદીમાં આ જ નામનો એક પ્રસિદ્ધ દરિયાખેડુ (navigator) પણ થઈ ગયો. તેનો જન્મ ગ્રીસના સાઇઝિકસ(Cyzicus)માં થયો હતો. સમાન નામધારી આ…
વધુ વાંચો >