યુરેનસ (Uranus) : સૌરમંડળનો વિરાટકાય ગ્રહ. સૌરમંડળના આંતરિક ચાર, નાના ખડકાળ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી ચાર વિરાટકાય વાયુમય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન આવે છે. (પ્લૂટો આ બધામાં અલગ પડી જાય છે). શનિ સુધીના પાંચ ગ્રહો તો નરી આંખે સહેલાઈથી દેખી શકાય છે અને તે તો લાંબા સમયથી જાણીતા હતા, પરંતુ…

વધુ વાંચો >

યુરેનિનાઇટ (uraninite) : યુરેનિયમનું મુખ્ય ખનિજ. પિચબ્લેન્ડ એ તેનો દળદાર, અશુદ્ધ ખનિજપ્રકાર છે. રાસા. બં. UO2. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ક્યૂબિક કે ક્યૂબોઑક્ટાહેડ્રલ; નાના સ્ફટિકો વૃક્ષાકાર સમૂહોમાં; દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ક્વચિત્ કચરાયેલા સ્વરૂપે; દ્રાક્ષના ઝૂમખા જેવી પોપડીઓ કે જૂથસ્વરૂપે; પટ્ટાદાર વિકેન્દ્રિત રેસાદારથી સ્તંભાકાર રચનાઓમાં પણ મળે (દા.ત., પિચબ્લેન્ડ). યુગ્મતા (111) ફલક પર હોય, પણ…

વધુ વાંચો >

યુરેનિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી (radioactive) ધાતુ-તત્વ. સંજ્ઞા U. કુદરતી રીતે મળતાં તત્વોમાં તે સૌથી ભારે છે. આયોડિન, મર્ક્યુરી (પારો) અને સિલ્વર (ચાંદી) જેવાં સામાન્ય જાણીતાં તત્વો કરતાં તેની વિપુલતા વધુ છે, પણ જે ખડકોમાં તે મળે છે તેમાં તેનો જથ્થો ઘણો ઓછો હોય છે. કુદરતમાંથી મળતાં તત્વોમાં પ્રાપ્તિ (2.3…

વધુ વાંચો >

યુરેલાઇટીભવન (uralitization) : વિકૃતિજન્ય પરિવર્તનપ્રક્રિયા. આ પરિવર્તનપ્રક્રિયા બેઝિક અગ્નિકૃત ખડકોમાં નિમ્ન કક્ષાની વિકૃતિ દરમિયાન અથવા ક્યારેક ઉષ્ણજળજન્ય પરિવર્તનથી અંતિમ કક્ષાએ થતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંના પાયરૉક્સિનનું મોટેભાગે રેસાદાર જથ્થાવાળા ઍમ્ફિબૉલ(જેને પહેલાં જુદા જ ખનિજ ‘યુરેલાઇટ’ તરીકે ઘટાવવામાં આવેલું, તેથી આ નામ પડેલું છે.)માં પરિવર્તન થતું હોય છે. આ ઉપરાંત ઍપિડોટ કે ઝૉઇસાઇટ અને ક્વૉટર્ઝ પણ…

વધુ વાંચો >

યુરે, હેરોલ્ડ ક્લેટન (Urey, Harold Clayton) (જ. 29 એપ્રિલ 1893, વોકરટન, યુ.એસ.; અ. 5 જાન્યુઆરી 1981, લા હોલે, કૅલિફૉર્નિયા) : ડ્યુટેરિયમ(ભારે હાઇડ્રોજન)ની શોધ બદલ 1934ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા, યુ.એસ.ના ભૌતિક-રસાયણવિદ. સમસ્થાનિકો(isotopes)ના અલગનની પદ્ધતિઓ અને સમસ્થાનિકોની ઉપયોગિતા વિકસાવવામાં તેઓ અગ્રણી હતા. તેઓ એક પાદરીના પુત્ર હતા. મૂળ તેમણે 1917માં મોન્ટાના યુનિવર્સિટીની બી.એસ.ની પદવી પ્રાણીશાસ્ત્ર…

વધુ વાંચો >

યુરોપ ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ. સ્થાન–સીમા–વિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22° 00´ પ. રે.થી 65° પૂ.…

વધુ વાંચો >

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી (European Southern Observatory : ESO) : યુરોપના આઠ દેશોના સહકારથી સ્થપાયેલી વેધશાળા. યુરોપના બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ કુલ આઠ દેશોએ એકત્રિત થઈ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એક ખગોળ વેધશાળા સ્થાપવાના અને આ વિષયમાં ભેગા મળી સંશોધન કરવાના આશયથી 1962માં ઊભું કરેલું એક સહકારી…

વધુ વાંચો >

યુરોપિયમ : આવર્તક કોષ્ટકમાં ત્રીજા(III) સમૂહમાં આવેલ વિરલ મૃદા-ધાતુઓના સમૂહ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Eu. પૃથ્વીના પોપડામાં એક સમૂહ તરીકે વિરલ (દુર્લભ) મૃદાધાતુઓનું પ્રમાણ 0.008 % હોય છે. આ પ્રમાણનો 0.05 %થી 0.2 % ભાગ યુરોપિયમનો હોય છે. કુદરતમાં તેના બે સ્થાયી સમસ્થાનિકો (isotopes) 151Eu અને 153Eu મળે છે, જેમનાં પ્રમાણ અનુક્રમે 47.82 %…

વધુ વાંચો >

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ) : યુરોપીય સંઘ તરીકે ઓળખાતા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનો સમુદાય. વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપની ધરતી પર બે મોટાં યુદ્ધો લડાયાં. તેમાં યુરોપના નાના-મોટા ઘણા દેશોને વત્તાઓછા પ્રમાણમાં ખુવારી વેઠવી પડી, પરંતુ ફ્રાન્સ અને જર્મની વધુ પ્રમાણમાં તારાજ થયાં હતાં. વૈમનસ્ય અને યુદ્ધોથી ભરેલા ઇતિહાસમાંથી ફ્રાન્સ, જર્મની આદિ યુરોપના રાજનીતિજ્ઞોએ બોધપાઠ…

વધુ વાંચો >

યુરોપીય સંઘ : ઈ. સ. 1815ના વિયેના સંમેલને યુરોપની શાંતિની રક્ષા કરવા માટે કરેલી વ્યવસ્થા. શાંતિની રક્ષા કરવાનો હેતુ પાર પાડવા આ સંમેલનમાં ભાગ લેનાર રાષ્ટ્રોના વડાઓએ યુરોપીય સંઘ(Concert of Europe)ની રચના કરવાનું નક્કી કર્યું. યુરોપીય સંઘના ભાગ રૂપે ‘પવિત્ર સંઘ’ (Holy Alliance) અને ‘ચતુર્મુખી સંઘ’(Quadruple Alliance)નો ઉદભવ થયો. ‘પવિત્ર સંઘ’ની રચનામાં રશિયાના ઝાર ઍલેક્ઝાન્ડર…

વધુ વાંચો >