Posts by Jyotiben
યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ)
યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ) : વિશ્વની સૌથી મોટી સ્વતંત્રપણે કાર્યરત સમાચાર સંસ્થા. 1907માં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશનની એડ્વર્ડ સ્ક્રિપ્સે સ્થાપના કરી. 1930ના ગાળામાં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશને વિશ્વભરમાં સમાચાર બ્યૂરો ખોલ્યા. 1958ની 16મી મેએ યુનાઇટેડ પ્રેસ (યુ.પી) અને ઇન્ટરનૅશનલ ન્યૂઝ સર્વિસ(આઈ.એન.એસ.)ને એકત્ર કરીને યુ.પી.આઈ. સમાચાર સંસ્થાનું સર્જન થયું. રૉઇટર, હવાસ, વૉલ્ફ અને એ. પી. એ…
વધુ વાંચો >યુફર્બિયા
યુફર્બિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક પ્રજાતિ. તે ક્ષીરધર (laticiferous) શાકીય, ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને તેનું વિતરણ વિશ્વના ઉષ્ણકટિબંધીય અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ સહિત તેની આશરે 68 જેટલી જાતિઓ થાય છે. તેની ઘણી જાતિઓ શુષ્ક પ્રદેશોમાં થાય છે અને તે રસાળ (succulent)…
વધુ વાંચો >યુફેનિક્સ
યુફેનિક્સ : મનુષ્યમાં જનીનપ્રરૂપી (genotypic) કુસમાયોજન(maladjustment)ની સુધારણા. તે જનીનિક રોગોની લાક્ષણિક (symptomatic) આયુર્વિજ્ઞાનીય ઇજનેરી વિદ્યા છે, જેમાં મનુષ્યના આનુવંશિકર્દષ્ટિએ (genetically) ત્રુટિપૂર્ણ વિકાસ દરમિયાન યથાશીઘ્ર હસ્તક્ષેપ કરી તેના લક્ષણપ્રરૂપ(phenotype)માં જરૂરી પરિવર્તન કરવામાં આવે છે. મનુષ્યને દીર્ઘાયુષ્ય બક્ષવા પેશી કે અંગોનું પ્રતિરોપણ (transplantation) અને વિશિષ્ટ ઉત્સેચકો કે અંત:સ્રાવોનું ઔદ્યોગિક સંશ્ર્લેષણ કરવામાં આવે છે. આવી પદ્ધતિઓ ઉપર સતત…
વધુ વાંચો >યુફ્રેટીસ (નદી)
યુફ્રેટીસ (નદી) : નૈર્ઋત્ય એશિયાની સૌથી લાંબી નદી. તેની લંબાઈ 2,736 કિમી. જેટલી છે. ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની ગણાતી ટાઇગ્રિસ-યુફ્રેટીસ નદીરચનાનો તે એક ભાગ છે. તે ટર્કીના છેક પૂર્વ છેડાના પહાડી પ્રદેશમાંથી નીકળે છે અને ટર્કી, સીરિયા અને ઇરાકમાં થઈને વહે છે. તેનો વહનપથ પશ્ચિમ તરફનો છે, સિરિયામાં અને ઇરાકમાં તે અગ્નિ દિશામાં વહે છે. સીરિયા…
વધુ વાંચો >યુબીવી પટ્ટ [UBV bands]
યુબીવી પટ્ટ [UBV bands] : અલ્ટ્રાવાયોલેટ (ultraviolet), વાદળી (blue), ર્દશ્ય (visual) પટ. તારાઓની તેજસ્વિતા તેમના તેજાંક (magnitudes) દ્વારા દર્શાવાય છે. જેમ તેજસ્વિતા વધુ, તેમ તેજાંક નાનો. સૌથી વધુ તેજસ્વી જણાતા વ્યાધના તારાનો ર્દશ્ય તેજાંક 1.47 છે, જ્યારે નરી આંખે અંધારા આકાશમાં માંડ જોઈ શકાતા ઝાંખા તારાઓનો તેજાંક આશરે + 6 જેવો હોય. આ તેજાંક ર્દશ્ય…
વધુ વાંચો >યુ-બોટ (U-boat)
યુ-બોટ (U-boat) : જર્મનીની લડાયક પનડૂબીઓ. જર્મન ભાષામાં તે ‘Utersee boote’ નામથી ઓળખાતી હતી. તેની સહાયથી દરિયાના પાણીમાં ગહેરાઈ સુધી ગુપ્ત રીતે જઈ શકાતું અને ત્યાંથી દરિયાની ઉપર આવાગમન કરતાં શત્રુનાં લશ્કરી જહાજો, પ્રવાસી જહાજો તથા વ્યાપારી જહાજોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકાતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મન લશ્કરે તેનો વ્યાપક ઉપયોગ કર્યો…
વધુ વાંચો >યુ મિથુન તારક (U Geminorium)
યુ મિથુન તારક (U Geminorium) : મિથુન રાશિ(Gemini)માં આવેલ તારો. આ તારો વિસ્ફોટક પ્રકારનો તેજવિકાર દર્શાવે છે; અને આ પ્રકારનો તેજવિકાર દર્શાવતા તારાઓને આ તારાના નામ પરથી યુ જેમિનોરિયમ (U Geminorium) વર્ગના તારા તરીકે ઓળખાવાય છે. આ વર્ગને વામન નોવા (dwarf nova) તરીકે પણ ઓળખાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના તારાઓ અત્યંત ઝાંખા હોય છે,…
વધુ વાંચો >યુરિપિડીઝ
યુરિપિડીઝ (જ. ઈ. પૂ. 480 ? સલેમિસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, મૅસિડોનિયા, ગ્રીસ) : પ્રાચીન ગ્રીસના ઇસ્કાયલસ અને સૉફોક્લીઝ પછીના ટ્રૅજડી સ્વરૂપના પ્રયોજક, ઍથેન્સના મહાન નાટ્યકાર. રોમના નાટ્યસાહિત્ય અને આધુનિક અંગ્રેજી અને જર્મન નાટક પર – ખાસ કરીને ફ્રેન્ચ નાટ્યકાર પિયર કૉર્નેલ અને ઝાં બૅપ્ટિસ્ટ રેસિન પર – તેમની સ્પષ્ટ અસર છે. ‘આ વિશ્વ…
વધુ વાંચો >યુરિમિયા
યુરિમિયા : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ઘકાલી
વધુ વાંચો >યુરિયા રુધિર સપાટી
યુરિયા રુધિર સપાટી : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ધકાલી
વધુ વાંચો >