Posts by Jyotiben
જૅક્સનવિલ
જૅક્સનવિલ : અમેરિકાના ફ્લૉરિડા રાજ્યનું મહત્વનું ઉદ્યોગવ્યાપાર કેન્દ્ર તથા બંદર. ભૌગોલિક સ્થાન 30° 19’ ઉ. અ. અને 81° 39’ પ. રે.. તેનું મૂળ નામ કાઉફૉર્ડ હતું; પરંતુ તેના પ્રથમ લશ્કરી ગવર્નર ઍન્ડ્રુ જૅક્સનના નામ પરથી આ નગરનું નામ 1819માં ‘જૅક્સનવિલ’ પાડવામાં આવ્યું. તે ફ્લૉરિડા રાજ્યની ઈશાન દિશામાં, આટલાંટિક મહાસાગરના કાંઠાથી 35 કિમી. અંતરે, સેન્ટ જ્હૉન્સ…
વધુ વાંચો >જેજાકભુક્તિ
જેજાકભુક્તિ : બુંદેલખંડના ચંદેલ્લ રાજવીઓનો શાસનપ્રદેશ. ચંદેલ્લો ચંદ્રાત્રેયો તરીકે પણ ઓળખાતા. તેઓ બુંદેલખંડ પ્રદેશ પર રાજ્ય કરતા. નવમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં નન્નુકે આ રાજવંશ સ્થાપ્યો. એનું પાટનગર ખર્જૂરવાહક મધ્યપ્રદેશમાંના એ સમયના છતરપુર રાજ્યમાંનું હાલનું ખજૂરાહો હતું. નન્નુક પછી એનો પુત્ર વાક્પતિ અને વાક્પતિ પછી એનો પુત્ર જયશક્તિ (જેજા કે જેજ્જા) રાજા થયો હતો. આ જેજ્જાના…
વધુ વાંચો >જેજ્જટ
જેજ્જટ (આશરે ઈ. સ.ની છઠ્ઠી સદી) : આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરકસંહિતાના એક ખ્યાતનામ ટીકાકાર અને મહર્ષિ વાગ્ભટ્ટ(આયુર્વેદના મુખ્ય ગ્રંથ ‘અષ્ટાંગહૃદય’ના લેખક)ના શિષ્ય. તેમના સહાધ્યાયી ઇન્દુ હતા, જેમણે ‘અષ્ટાંગસંગ્રહ’ પર ‘શશિલેખા’ નામની ટીકા લખી હતી. જેજ્જટનો સમય ઈ.સ.ની છઠ્ઠી સદીમાં અથવા પાંચમી સદીના અંતમાં હોય તેમ ઇતિહાસકારો માને છે. જેજ્જટે ચરકસંહિતા પર ‘નિરંતર પદ’ નામની ટીકા…
વધુ વાંચો >જૅઝ સંગીત
જૅઝ સંગીત : આફ્રિકન-અમેરિકને શોધેલી મહત્વની અને અત્યંત સુવિકસિત સંગીતશૈલી. તેનો વિકાસ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં દક્ષિણ અમેરિકામાં થયો. સાર્વત્રિક રીતે એમ સ્વીકારાયું છે કે અમેરિકાએ કલાજગતને આપેલું આ એક અનન્ય પ્રદાન છે. તેના ઉદભવ સાથે ગીતસંગીતના અનેક રીતિબદ્ધ વિકાસક્રમ સંકળાયેલા છે; પ્રચલિત રીતે તે બધા ન્યૂ ઑર્લિયન્સ/ડિક્સિલૅન્ડ, ક્લાસિક બ્લૂ, સ્વિંગ, બી-બૉપ, મૉડર્ન જૅઝ, કૂલ…
વધુ વાંચો >જેટ પ્રવાહ (jet stream)
જેટ પ્રવાહ (jet stream) : પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળ(troposphere)ની ઉપરના અને સમતાપમંડળ(stratosphere)ની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારા. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. તેમને તલપ્રદેશનું ભૂપૃષ્ઠ નડતું નહિ હોવાથી તે મોટે ભાગે નિયમિત છે.…
વધુ વાંચો >જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા
જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ 1936માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી 1930થી 1949 સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ…
વધુ વાંચો >જેટ્રોફા
જેટ્રોફા : દ્વિદળી વર્ગના કુળ યુફોર્બિયેસી વનસ્પતિની પ્રજાતિ. તેના સહસભ્યોમાં પુત્રંજીવા, એકેલિફા, ક્રોટન વગેરેનો સમાવેશ થાય છે. જેટ્રોફાની જુદી જુદી જાતોમાં સારી એવી વિવિધતા જોવા મળે છે. આ પૈકી થોડી જાતો આ પ્રમાણે છે : જે. પેન્ડુરેફોલિયા : દોઢેક મીટર ઊંચા થતા આના છોડ ઉપર લગભગ બારે માસ ગુલાબી-લાલ રંગનાં ફૂલ ઠીક ઠીક પ્રમાણમાં આવે…
વધુ વાંચો >જેઠવાણી, હરિકાન્ત
જેઠવાણી, હરિકાન્ત [જ. 1935, જેકોબાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1994] : જાણીતા સિંધી કવિ, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સોચ જૂં સૂરતૂં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. સિંધનાં જુદાં જુદાં નગરોમાં શાળાકીય અભ્યાસ. ભારતના ભાગલા બાદ ભારતમાં સ્થળાંતર અને અજમેર ખાતે સ્થાયી થયા. પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગમાંથી…
વધુ વાંચો >જેઠવા વંશ
જેઠવા વંશ : સૌરાષ્ટ્રનો સૌથી જૂનો રાજવંશ. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા એ પ્રદેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. ડૉ. વિલ્સન એમને જાટ તરીકે ઓળખાવે છે, જ્યારે ડૉ. જૅક્સન એમને હૂણ લોકોની ‘યેથા’ શાખામાંથી ઊતરી આવેલા માને…
વધુ વાંચો >જેઠવો, ભાણ
જેઠવો, ભાણ (શાસનકાળ 1360) : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલીનો જેઠવા વંશનો રાજવી. ઘૂમલીના જેઠવા રાજવંશના 1120–1150માં હયાત રાણા સંઘજીની પહેલાં જેનો સમય જાણવામાં નથી તેવા બે, 140મો ભાણજી 1લો તથા 145મો ભાણજી 2જો અને 151મો ભાણજી 3જો (1172–1179 રાજ્યકાલ) જાણવામાં આવ્યા છે. ઇતિહાસમાં ‘ભાણ જેઠવા’ તરીકે જાણીતો 159મો રાજવી ભાણજી 4થો 1290માં સત્તા ઉપર આવ્યો હતો.…
વધુ વાંચો >