Posts by Jyotiben
જૂલ, જેમ્સ પ્રેસ્કૉટ
જૂલ, જેમ્સ પ્રેસ્કૉટ (જ. 24 જુલાઈ 1818, માન્ચેસ્ટર નજીક સૅલફૉર્ડ; અ. 11 ઑક્ટોબર 1889, સેલ) : ઉષ્માગતિશાસ્ત્ર(thermo-dynamics)નો પ્રથમ નિયમ શોધનાર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. તેમના પિતા દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હતા અને તેમને વારસામાં તે વ્યવસાય મળ્યો હતો; પરંતુ જૂલને વિજ્ઞાનમાં અને ખાસ કરીને ચોક્કસ પરિમાણાત્મક ભૌતિક માપનમાં વધુ રસ હોવાથી, પ્રારંભિક અભ્યાસ ઘર આગળ કરી, જ્હૉન…
વધુ વાંચો >જૂલ-ટૉમ્સન અસર
જૂલ-ટૉમ્સન અસર (JouleThomson effect) : ઉષ્માનો વિનિમય કે બાહ્ય કાર્ય કર્યા સિવાય વાયુના સમોષ્મી વિસ્તરણ (adiabatic expansion) સાથે સંકળાયેલ તાપમાનનો ફેરફાર. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ સિવાય, બધા જ વાયુઓનું વિસ્તરણ કરતાં તે ઠંડા પડે છે. (હાઇડ્રોજન અને હિલિયમનું પ્રારંભિક તાપમાન ખૂબ જ નીચું હોય ત્યારે તેમનું વિસ્તરણ કરતાં ઠંડા પડે છે.) R અવરોધ ધરાવતા વાહકમાં…
વધુ વાંચો >જૂલનો નિયમ
જૂલનો નિયમ (Joule’s law) : વિદ્યુતમાં જે દરે પરિપથનો અવરોધ, વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર કરે તે દર્શાવતો ગણિતીય સંબંધ. 1841માં અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી જેમ્સ પ્રેસ્કૉટ જૂલે શોધી કાઢ્યું કે વિદ્યુતપ્રવાહનું વહન કરતા તારમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા, તારના વિદ્યુત અવરોધ તથા વિદ્યુતપ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તેમણે દર્શાવ્યું કે દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા, શોષાતી વિદ્યુત-શક્તિ…
વધુ વાંચો >જૂવો
જૂવો : લોહી ચૂસીને જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી. સંધિપાદ સમુદાયના અષ્ટપાદ વર્ગમાં તેનો સમાવેશ થાય છે. જૂવા નાના અથવા સૂક્ષ્મ હોય છે. આકારે તે લંબગોળ હોય છે. તેમનું માથું, વક્ષ અને ઉદર એકબીજાં સાથે ભળી જઈ અખંડ શરીર બને છે. શરીરના અગ્રભાગે લોહી ચૂસવા અનુકૂલન પામેલાં મુખાંગો હોય છે. જૂવો સરીસૃપ, પક્ષીઓ અને…
વધુ વાંચો >જૅક (jack)
જૅક (jack) : યાંત્રિક ઇજનેરીમાં ઓછા બળથી ભારે વજનનો પદાર્થ ઊંચકવા માટેનું ખાસ ઉપકરણ. જૅકની મદદથી ભારે વજનનો દાગીનો ઓછા અંતર માટે ઊંચકી શકાય છે. જૅકના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) સ્ક્રૂ-જૅક, (2) દ્રવચાલિત જૅક. (1) સ્ક્રૂ-જૅક આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રૂને નટની અંદર ફેરવવાથી ભારે વજનનો દાગીનો ઓછા અંતર માટે ઊંચો કરી શકાય…
વધુ વાંચો >જૅકેરેન્ડા :
જૅકેરેન્ડા : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી વનસ્પતિકુળની એક પ્રજાતિ. તેના સહસભ્યોમાં : રગતરોહીડો, બૂચ, ખરખરિયો (કાઇજેલિયા) વગેરેનો સમાવેશ થાય છે. Jacaranda acutifolia syn mimosifolia ઝાડ આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યનું છે. તે સિફિલિસ જેવા જાતીય રોગને મટાડે છે. હાથા (tool handles) બનાવવામાં પણ તેને ઉપયોગમાં લેવાય છે. ઉનાળામાં પાન ખરી ગયાં હોય અને આખું ઝાડ ભૂરાં ભૂરાં (જાંબલી…
વધુ વાંચો >જેકોબ, ફ્રાંસ્વા
જેકોબ, ફ્રાંસ્વા (જ. 17 જૂન 1920, નેન્સી, ફ્રાન્સ) : ઉત્સેચક (enzyme) તથા વિષાણુના ઉત્પાદનના જનીનીય (genetic) નિયંત્રણ અંગેના સંશોધન માટે 1965ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિજ્ઞાની. તેમની સાથે ઝાક લ્યુસિન મૉનો તથા આન્દ્રે લ્વૉફને આ પુરસ્કાર એનાયત થયો. તેમણે આણ્વિક જૈવવિજ્ઞાન(molecular biology)માં પ્રદાન કર્યું. જૈવરસાયણશાસ્ત્રની વિવિધ શોધોને આધારે 1950થી 1960ના દાયકામાં જીવવિજ્ઞાનના ક્ષેત્રે આવેલી ક્રાંતિમાં…
વધુ વાંચો >જેકોવિ, કાર્લ ગુસ્તાફ જેકોબ
જેકોવિ, કાર્લ ગુસ્તાફ જેકોબ (જ. 10 ડિસેમ્બર 1804, પોટ્સડામ, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1851, બર્લિન) : જર્મન ગણિતશાસ્ત્રી. તેમણે યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં અભ્યાસ કર્યો. 1825માં પીએચ.ડી. થયા. 1826માં યુનિવર્સિટી ઑવ્ કૉનિંગ્સબર્ગમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને મૃત્યુપર્યંત ત્યાં જ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1829માં દીર્ઘવૃત્તીય વિધેયો (elliptic functions) અંગે મહત્વનો સિદ્ધાંત આપ્યો. 1829માં પ્રકાશિત ‘ન્યૂ…
વધુ વાંચો >જૅક્વૅમૉન્શિયા
જૅક્વૅમૉન્શિયા : દ્વિદળી વર્ગના કૉન્વોલ્યુલેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. લૅ. Jacquemontia violatia. તેના સહસભ્યોમાં મૉર્નિંગ ગ્લોરી, અમરવેલ, સમુદ્રવેલ વગેરેનો સમાવેશ થાય છે. ઠીક ઠીક ઝડપથી વધનારી J. violata નામે ઓળખાતી આ વેલને લગભગ બધે ઠેકાણે સહેલાઈથી ઉછેરી શકાય છે. આ વેલ બારેમાસ લીલીછમ રહે છે અને ફૂલ પણ બારેમાસ આવે છે. ચોમાસામાં થોડાં વધારે આવે…
વધુ વાંચો >જૅક્સન, ઍન્ડ્રુ
જૅક્સન, ઍન્ડ્રુ (જ. 15 મે 1767, કેરોલિના; અ. 8 જૂન 1845, હમાટેજ) : અમેરિકાના 7મા પ્રમુખ (1829-33-37). તે સમાનતાના પ્રખર હિમાયતી, લોકશાહીના ચાહક અને દેશની સરહદો વિસ્તારવાની નીતિના પુરસ્કર્તા હતા. તેમણે બચપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, જેને પરિણામે તેમનો ઉછેર તેમના કાકાને ત્યાં ગરીબાઈમાં થયો હતો. યુવાન વયે તે ટેનેસીમાં સ્થિર થયા અને પોતે ઘરે…
વધુ વાંચો >