Posts by Jyotiben
જેઠીમધ
જેઠીમધ : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glucyrrhiza glabra Linn. (સં. યષ્ટિમધુ, હિં. મુલેઠી, અં. લિકોરિસ રૂટ) છે. દવા વગેરેમાં વપરાતાં જેઠીમધનાં મૂળ કે જેઠીમધનું લાકડું છોડનાં ભૂસ્તારી મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે. જેઠીમધનું વાવેતર યુરોપમાં સ્પેન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને જર્મનીમાં તથા યુ.એસ.માં થાય છે. રશિયા, ઈરાન અને ઇરાકમાં…
વધુ વાંચો >જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન)
જેઠીમધનું મૂળ (liquorice root) (આયુર્વિજ્ઞાન) : ખાંસી- (ઉધરસ)ની સારવાર તથા દવાને મીઠી બનાવવા માટે વપરાતું પરંતુ શરીરમાં સોજો લાવતું અને લોહીનું દબાણ વધારતું આયુર્વેદિક ઔષધ. જેઠીમધનું મૂળ (glycyrrhiza radix) ગળ્યા (મીઠા) સ્વાદવાળું, ખૂબ વપરાતું આયુર્વેદિક ઔષધ અથવા ઘરગથ્થુ દવા તરીકે વપરાતું દ્રવ્ય છે. તે ગ્લિસરાઇઝા ગ્લેબ્રા નામની વનસ્પતિનું મૂળ છે. તેનો ભૂકો પીળા માટોડી રંગનો…
વધુ વાંચો >જેડ
જેડ : જુઓ જેડ અને જેડાઇટ
વધુ વાંચો >જેડાઇટ
જેડાઇટ : જુઓ જેડ અને જેડાઇટ
વધુ વાંચો >જેતપુર
જેતપુર : રાજકોટ જિલ્લાના 14 પૈકીનો એક તાલુકો, સબડિવિઝન અને તાલુકામથક. આ સબડિવિઝનમાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકા આવેલા છે. 21°થી 22° 40’ ઉ. અ. અને 70°થી 71’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામાં 2 શહેરો અને 47 ગામો આવેલાં છે. જેતપુર તાલુકા અને શહેરનું નામ જેતાજી કે જેતોજીવાળાના નામ ઉપરથી પડ્યું છે.…
વધુ વાંચો >જેતલપુર
જેતલપુર : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે 22° 54’ ઉ. અ. અને 72° 30’ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ 16 કિમી.ને અંતરે તથા બારેજડીથી 9 કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા 8 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ…
વધુ વાંચો >જેતલસર
જેતલસર : પશ્ચિમ રેલવેનું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું મહત્વનું રેલવેસ્ટેશન અને જંક્શન. 21° 5´ ઉ. અ. અને 70° 5´ પૂ. રે. ઉપર આવેલું છે. રાજકોટ–પોરબંદર, રાજકોટ–જૂનાગઢ અને રાજકોટ–ભાવનગર રેલવેલાઇનનું જંક્શન છે. જેતલસરમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કાઠીઓને કાબૂમાં રાખવા માટે જૂનાગઢ રાજ્યે નવો કિલ્લો બંધાવ્યો હતો. તેથી આ ગામનું બીજું નામ નવાગઢ છે.…
વધુ વાંચો >જેતે પારિ કિન્તુ કેનો જાબો
જેતે પારિ કિન્તુ કેનો જાબો : બંગાળી કવિ શક્તિ ચટ્ટોપાધ્યાયનો કાવ્યસંગ્રહ (1982). તેને સાહિત્ય અકાદેમીનો 1983નો ઍવૉર્ડ મળ્યો હતો. શક્તિ ચટ્ટોપાધ્યાયે (1933–1995) લેખનનો આરંભ વાર્તાઓથી કરેલો, પણ પછી કવિતા-સર્જનનો પડકાર ઝીલ્યો. રવીન્દ્રનાથ પછી બંગાળી કવિતાની અનેક દિશાઓ ઊઘડી, જેમાં સર્વોચ્ચ શિખર એટલે કવિ જીવનાનંદ દાસ. તે પછી વિદ્રોહ અને ક્રાન્તિકારી આંદોલનોમાંથી પસાર થઈ આજે બંગાળી…
વધુ વાંચો >જેનર, એડવર્ડ
જેનર, એડવર્ડ (જ. 17 મે 1749, બર્કલી, ગ્લાસ્ટરશાયર; અ. 26 જાન્યુઆરી 1823, બર્કલી) : બળિયાની રસીના શોધક. જન્મ ઇંગ્લૅન્ડના ગામડામાં એક પાદરીને ત્યાં થયો. 5 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. પાદરી મોટા ભાઈએ જેનરને ઉછેર્યા. નાનપણથી જ કુદરત તરફ પ્રેમ હતો, જે તેમના મૃત્યુ સુધી કાયમ રહ્યો. તેમણે પાઠશાળા(grammar school)માં અભ્યાસ કર્યો. પછી 13 વર્ષની…
વધુ વાંચો >જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર
જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર (જ. 16 મે 1903; અ. 19 ડિસેમ્બર 1965) : કાયદાશાસ્ત્ર અને બંધારણના આંગ્લ અભ્યાસી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ તથા લંડન યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લૉઝની ઉપાધિ પ્રાપ્ત કરી. 1928માં તેઓ બૅરિસ્ટર બન્યા. 1929–30માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં બ્રિટિશ કાયદાના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. 1930–41 દરમિયાન તેમણે યુનિવર્સિટી ઑવ્ લંડનમાં બ્રિટિશ…
વધુ વાંચો >