યદુઓ : ઋગ્વેદના સમયની પ્રસિદ્ધ જાતિ (tribe). પરૂષ્ણી નદીના કાંઠે થયેલ દાશરાજ્ઞ યુદ્ધમાં યદુઓએ ભરતોની વિરુદ્ધ ભાગ લીધો હતો અને તેમાં ત્રિત્સુ પરિવારના ભરતોના રાજા સુદાસનો વિજય થયો હતો. ઋગ્વેદમાં યદુઓનો ઉલ્લેખ અનુઓ, ધૃહ્યુઓ, પુરુઓ તથા તુર્વસુઓ સાથે થયો છે. તેઓ ભરતોની વિરુદ્ધમાં એકબીજાને મદદ કરતા હતા. યદુઓ દક્ષિણ પંજાબમાં વસ્યા હતા.

જયકુમાર ર. શુક્લ