Posts by Jyotiben
યજમાન-પ્રતિરક્ષા (host defence)
યજમાન-પ્રતિરક્ષા (host defence) : રોગકારક સૂક્ષ્મજીવો કોઈ યજમાન (આધારક) પર હુમલો કરવાથી સૂક્ષ્મજીવોની સામે યજમાનના બંધારણીય સુરક્ષાવિધિ વડે થતો પ્રતિકાર. રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરતા વિવિધ ઘટકો તેમજ તેમની પ્રક્રિયાનું વર્ણન. પૃષ્ઠજન્ય અવરોધકો (surface barriers) : (1) ત્વચા : ત્વચાની સપાટી અમ્લીય હોય છે. તેમાં ચરબીયુક્ત અમ્લો અને લાયસોઝાઇમ ઉત્સેચકોનો સમાવેશ થયો હોવાથી તેની અસર હેઠળ…
વધુ વાંચો >યજુર્વેદ
યજુર્વેદ : પ્રાચીન ભારતના ચાર વેદોમાંનો એક. તે યજ્ઞમાં ઉપયોગી યજુ:નો સંગ્રહ ધરાવે છે. તેનું મહત્વ યજ્ઞથી જરા પણ ઓછું નથી. તેનું બીજું નામ ‘અધ્વરવેદ’ – યજ્ઞને લગતો વેદ છે. યજ્ઞક્રિયા સાથે હોતા, ઉદગાતા, બ્રહ્મા અને અધ્વર્યુ આ ચાર પ્રકારના ઋત્વિજો સંકળાયેલા છે. આમાંથી અધ્વર્યુનો વેદ ‘યજુર્વેદ’ છે. તેથી તેનું બીજું નામ ‘આધ્વર્યવ વેદ’ પણ…
વધુ વાંચો >યજ્ઞ
યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં મુખ્યત્વે અગ્નિમાં દ્રવ્યત્યાગ કરવામાં આવે…
વધુ વાંચો >યજ્ઞશાળા
યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી. રચના પરત્વે એમાં ઊંચી પીઠ…
વધુ વાંચો >યજ્ઞશ્રી શાતકર્ણી
યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા મળ્યા છે અને તે રુદ્રદામનના…
વધુ વાંચો >યજ્ઞસેન
યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને મુક્ત કરવા યજ્ઞસેનને જણાવ્યું. પોતાના…
વધુ વાંચો >યજ્ઞોપવીત
યજ્ઞોપવીત : જુઓ સંસ્કાર
વધુ વાંચો >યઝીદ બિન હઝરત મુઆવિયા
યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે તેવા પ્રયત્નો કર્યા. યઝીદનું ચારિત્ર્ય…
વધુ વાંચો >યત દૂરેઇ જાઇ (1962)
યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા અને બંગાળના ફાસિઝમ…
વધુ વાંચો >યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)
યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી નદીઓના વહનમાર્ગો પર ભૂપૃષ્ઠમાં થતા…
વધુ વાંચો >