Posts by Jyotiben
યકૃતવૃદ્ધિ (hepatomegaly)
યકૃતવૃદ્ધિ (hepatomegaly) : યકૃત(liver)નું મોટું થવું તે. નવજાત શિશુના કુલ વજનના 1/18 થી 1/24 મા ભાગ જેટલા વજનનું યકૃત હોય છે જે ઘટીને 1/16મા ભાગ જેટલું થાય છે. આમ નાના બાળકમાં તેના શરીરના કદની સરખામણીમાં યકૃત મોટું હોય છે. સામાન્ય રીતે પેટના સ્નાયુઓને શિથિલ કરીને હળવે હળવે શ્વાસ લેતી અને પગને કેડ તથા ઢીંચણથી વાળીને…
વધુ વાંચો >યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis)
યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis) : યકૃતમાં 3થી 6 મહિનાથી વધુ સમય માટે ચાલુ રહેતી શોથની પ્રતિક્રિયા. યકૃતનો દીર્ઘકાલીશોથી થયો હોય ત્યારે લોહીમાં ટ્રાન્સએમિનેઝ ઉત્સેચકો વધુ રહે છે. જો યકૃતનો ટુકડો પેશીપરીક્ષણ (biopsy) માટે બહાર કાઢીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તો તે દીર્ઘકાલી યકૃતશોથ સૂચવતી પેશીવિકૃતિઓ જોવા મળે છે. યકૃતશોથ બી, સી અને ડી કરતા વિષાણુઓ,…
વધુ વાંચો >યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) :
યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે છે. મદ્યપાનની રાસાયણિક અસરોને કારણે…
વધુ વાંચો >યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral)
યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral) યકૃત (liver) પર આવતા પીડાકારક સોજાનો રોગ. તે મોટાભાગે ચેપી રોગ હોય છે અને તેમાં કમળો થતો હોય છે. તેને કારણે તેને ‘ચેપી કમળો’ પણ કહે છે. ચેપ, ઝેરી દ્રવ્ય કે ઈજાને કારણે ઉદભવતા પ્રતિભાવરૂપ પીડાકારક સોજાના વિકારને શોથ (inflammation) કહે છે. યકૃતમાં થતા આવા વિકારને યકૃતશોથ કહે છે. વિષાણુ(virus)ના ચેપથી…
વધુ વાંચો >યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) :
યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) : ભારતની ધાર્મિક પરંપરાઓ અનુસાર દિવ્ય ખજાનાઓના રક્ષક અને ધનસંપત્તિના દાતા, ઉપદેવતા. હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં યક્ષોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં દેવોના દેવો, ગણદેવો અને ઉપદેવો એ ત્રણ વર્ગો મનાય છે. યક્ષોની ગણના ઉપદેવોમાં કરવામાં આવે છે. મહાભારતમાં તેમને શૂદ્રદેવતા કહ્યા છે. મૂળમાં તેઓ અસુરો ગણાતા,…
વધુ વાંચો >યક્ષગાન
યક્ષગાન : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો
વધુ વાંચો >યક્ષગાન બયલતા (1957)
યક્ષગાન બયલતા (1957) : દક્ષિણ કન્નડના લોકનાટ્ય યક્ષગાનના સ્વરૂપના ઊગમ અને વિકાસને લગતો શિવરામ કારન્તનો શોધપ્રબંધ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નાટ્યવિષયનાં વિવિધ પાસાંને લગતા પોતાના ખાસ રસને લીધે કારન્ત તેમના પ્રદેશના આ કલાસ્વરૂપ તરફ આકર્ષાયા. એમાં કેટલાક ધંધાદારીઓએ તેનું વ્યાપારીકરણ કરેલું જોઈ તેમાં પ્રવેશેલી વિકૃતિથી ચિંતિત પણ બન્યા.…
વધુ વાંચો >યક્ષશૂર
યક્ષશૂર (ઈ. સ.ની છઠ્ઠી સદી) : ગુજરાતમાં મૈત્રક કાલ (ઈ. સ. 470–788) દરમિયાન મૈત્રકોના આધિપત્ય હેઠળ પોરબંદર પાસેના ઢાંક(ફંકપ્રસ્રવણ)માં થયેલ ગારુલક વંશનો રાજા. મૈત્રક કાલ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મ મોટા પ્રમાણમાં ફેલાયો હતો. ગારુલક વંશના રાજાઓ ઘણુંખરું પરમ ભાગવત હતા, પરંતુ તેઓ ધાર્મિક સહિષ્ણુતામાં માનતા હોવાથી શાક્ય વિહારોને ઉત્તેજન આપતા તથા તે માટે ભૂમિદાન કરતા…
વધુ વાંચો >યગાના ચંગેઝી
યગાના ચંગેઝી (જ. 17 ઑક્ટોબર 1884, અઝીમાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 4 ફેબ્રુઆરી 1956, લખનઉ) : ઉર્દૂ કવિ અને સમીક્ષક. તેમનું પૂરું નામ મિર્ઝા વાજિદહુસેન હતું. તેમણે પ્રારંભમાં ‘યાસ’ તખલ્લુસ સાથે લેખનકાર્ય શરૂ કર્યું. પાછળથી તેઓ ‘યગાના ચંગેઝી’ના નામે જાણીતા થયા. તેમનો વંશીય સંબંધ ચંગેઝખાન સુધી પહોંચતો હોવાનું તેઓ માને છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અઝીમાબાદમાં…
વધુ વાંચો >યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship)
યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship) : યજમાન (host) સજીવના શરીરમાં પ્રવેશીને જીવતા પરોપજીવી (parasite) સજીવ અને યજમાનની એકબીજા પર થતી અસર. આ પરોપજીવી સજીવો યજમાન(આધારક)ના શરીરમાંથી પોષક તત્વો મેળવે છે. ત્યાં પોતાના હિતાર્થે સ્થિર (stable) પર્યાવરણ રચીને પોતાની વૃદ્ધિ અને ગુણન સાધે છે. પરોપજીવીઓનું પ્રસ્થાપન મોટેભાગે યજમાનને હાનિકારક નીવડે છે અને વિપરીત સંજોગોમાં યજમાન…
વધુ વાંચો >