પદ્માવતી (2) (ઈ. સ. પૂ. 1000 આશરે) : જૈન પરંપરાનુસાર ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી. તેમની ઐતિહાસિકતા વિશે કોઈ અન્વેષણ થયાનું જાણમાં નથી, પણ પાર્શ્વનાથનાં સમકાલીન હોવાના નાતે તેમનો કાર્યસમય આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વેનો સૂચવવામાં આવ્યો છે. વિવિધ સ્વરૂપો (ભુવનેશ્વરી, મહાકાલી, ગાયત્રી, વિદ્યા, સાવિત્રી વગેરે) અને વિવિધ નામો(સંકટવિમોચન, વિપદહરી, દરિદ્રનારાયણી, રોગવિનાશિની વગેરે)થી ખ્યાત પદ્માવતી…

વધુ વાંચો >

પદ્માવતી (ઈ. સ.ની ચોથી સદી) : મધ્યપ્રદેશમાં આવેલું નાગવંશનું એક રાજ્ય. નાગવંશના બે શાસકો નાગસેન અને ગણપતિનાગે સમુદ્રગુપ્તની દક્ષિણની દિગ્વિજયયાત્રા પછી, ત્રણ રાજ્યો સ્થાપ્યાં હતાં તેમાં એક પદ્માવતીનું રાજ્ય હતું. આ સ્થળ વર્તમાનમાં જૂના ગ્વાલિયર રાજ્યમાં નરવારની ઉત્તરપૂર્વમાં 40 કિલોમીટરે પદમપવાયા તરીકે જાણીતા સ્થળે હોવાનું જણાય છે. આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં વિદિશા અને મથુરા…

વધુ વાંચો >

પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું  રહ્યું છે. વાણી સ્વયં અમુક ભાવકક્ષાએ પદ્યરૂપમાં આવિષ્કાર પામે…

વધુ વાંચો >

પદ્યવાર્તા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. મધ્યકાળ દરમિયાન વિશેષખેડાણ પામેલાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન, રાસ અને પદ્યવાર્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપોમાં વસ્તુ અને નિરૂપણરીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે આખ્યાન જેવા કાવ્યપ્રકારમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણાદિ પર અવલંબિત રહેતું, જ્યારે પદ્યવાર્તાઓનું  વસ્તુ ઇતિહાસ-પુરાણ પર નહિ પણ કલ્પિત અને લોકોને…

વધુ વાંચો >

પનામા (દેશ) મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગરનો કૅરિબિયન સમુદ્ર અને દક્ષિણે…

વધુ વાંચો >

પનોતી : જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે. જાતકની જન્મરાશિથી શનિ જ્યારે 12મી રાશિમાં આવે ત્યારે તે રાશિના જાતકના જીવનમાં મોટી ‘પનોતી’ બેઠી એમ કહેવાય છે. આ મોટી પનોતીનો સામાન્ય સમય સાડાસાત વર્ષનો ગણવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પાડવામાં આવે છે. પ્રથમ અઢી વર્ષનો તબક્કો શરૂ…

વધુ વાંચો >

પન્નગચંપો : વનસ્પતિઓના એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજીબરેસી (આર્દ્રકાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia zerumbet. (Pers.) Burtt & R. M. Smith syn. A. speciosa (Wendl.) K. Schum. A. natans Rosc. (ગુ., બં. પન્નગચંપા; ત. સીતારુથાઈ; પશ્ચિમ ભારત ચંપા, નાગદમણી; દિલ્હી-ઇલાયચી) છે. વિતરણ : પન્નગચંપો ચીન, જાપાન, ઇન્ડો-ચાઇના, કંબોડિયા, થાઇલૅન્ડ, તાઇવાન, વિયેટનામ અને મલેશિયાની…

વધુ વાંચો >

પન્ના : મધ્યપ્રદેશ રાજ્યના સાગરવિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 45´ ઉ. અ. – 79 45´ પૂ. રે. અને 25 10´ ઉ. અ.– 80 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાની સીમા, પૂર્વે સતના જિલ્લો, અગ્નિ દિશાએ…

વધુ વાંચો >