Posts by Jyotiben
પન્નું (emarald)
પન્નું (emarald) : બેરિલ(3Beo. A12O3. 6SiO2)નો આછા લીલા રંગવાળો, પારદર્શક, તેજસ્વી રત્નપ્રકાર. લીલો રંગ તેમાં રહેલી ક્રોમિયમની માત્રાને કારણે હોય છે. આ રત્ન પીળા કે વાદળી રંગની ઝાંયવાળાં પણ મળે છે. વાદળી ઝાંયવાળું પન્નું પીળા રંગની ઝાંયવાળા પન્નું કરતાં વધુ કીમતી ગણાય છે. પન્નાના મોટાભાગના સ્ફટિકો સૂક્ષ્મ પ્રભંગ (fracture) ધરાવે છે, તેમને ‘વેઇલ્સ’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >પપનસ
પપનસ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના રુટેસી (નારંગ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus grandis (Linn) Osbeck. syn. C. decumana Linn; C. maxima (Burm f.) Merrill (સં. મધુકર્કટી, શતવેધી, કરુણ, મલ્લિકા પુષ્પ; હિં. બતાવી નીંબૂ, મહાનીંબૂ, કન્નાનીંબૂ, ચકોતરા, સદાફલ; બં. વાતવિ લેબુ, મિષ્ટ લેબુ, જમ્બુરા લેબુ, ચકોતરા, મહાનીબુ, મ. પનીસ, પપનસ, ચકુત્રા, બંપારા, ગુ. પપનસ, ચકોતરા…
વધુ વાંચો >પપૈયું
પપૈયું : દ્વિદળી વર્ગના કેરિકેસી (એરંડકર્કટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carica indica L. (સં. વાતકુંભફલ, મધુકર્કટી, એરંડકર્કટી, એરંડચિર્ભટ; હિં. પપાયા, પપીતા, એરંડકકડી, એરંડખરબૂજા; બં. પપેયા, પેપે, પપીતા વાતાલેબુ; મ. પપઇ, પપાયા; ગુ. પપૈયું, પોપૈયો, એરંડકાકડી, પપમ; પં. પપીતા, એરંડખરબૂઝા, તમ. પપ્યાય, બપ્પાગાઈ, પપ્પલિ; મલા. ઓમાકાઇ, કર્માસુ; તે. બોપ્પયિ; ક. પરંગીમારા; રાજ. ઇરાન્કારી; અ. શજ્રતુલ્બતીખ;…
વધુ વાંચો >પબુમઠ
પબુમઠ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈ ગામ નજીક આવેલ હડપ્પીય ટીંબો. 1977થી 1981 દરમિયાન તેનું ઉત્ખનન કરવામાં આવેલું. ઉત્ખનન કરતાં આ સ્થળે મહત્ત્વની હડપ્પીય વસાહત મળી આવી. અહીં હડપ્પીય બાંધકામના ત્રણ તબક્કા જોવા મળે છે. પ્રાથમિક તબક્કામાં અહીંના લોકોએ વસાહતનો પાયો નાખતાં પહેલાં જંગલોનો બાળીને નાશ કર્યો. ઉત્ખનિત ભાગમાં બળેલા અવશેષોના થર આ અંગેનો…
વધુ વાંચો >પબ્બી
પબ્બી (1962) : પંજાબી કવયિત્રી પ્રભજોતકૌર(જ. 1924)નો કાવ્યસંગ્રહ. ઉત્કટ ભાવનાઓથી પ્રેરાયેલાં આ કાવ્યોનો સૂર રંગદર્શી કરુણતાથી ભરેલો છે. કાવ્ય સાથે સંગીતનો રુચિકર સમન્વય થયો છે. પ્રારંભિક કાવ્ય ‘પબ્બી’(પહાડી મેદાન)માં અનુભવસભર પ્રણયજીવનનાં સંસ્મરણો આલેખાયાં છે. કાવ્યબંધની દૃષ્ટિએ મોટા ભાગનાં કાવ્યો ગીત પ્રકારનાં છે. તેમાં પ્રણયજીવનની પરિતૃપ્તિની ક્ષણભંગુરતાનો ભાવ તથા તેની સભાનતાની અભિવ્યક્તિ છે. અંતિમ કાવ્ય ‘પઠાર’(પર્વતીય…
વધુ વાંચો >પયધારણ (lactation)
પયધારણ (lactation) : નવા જન્મેલા શિશુના આહાર માટે માતામાં થતી દૂધ-ઉત્પત્તિની પ્રક્રિયા. યૌવનારંભ(puberty)ના સમયે સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ દરેક ઋતુસ્રાવચક્રમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રીઓના એક અંત:સ્રાવ(hormone)ની અસરમાં તેની પયજનક ગ્રંથિઓ (mammary glands) વૃદ્ધિ પામે છે. તે સાથે સ્તનમાં ચરબી પણ જમા થાય છે; પરંતુ તેમની ખરી વૃદ્ધિ અને વિકાસ સગર્ભાવસ્થામાં થાય છે, જ્યારે તે…
વધુ વાંચો >પયસ્વિની
પયસ્વિની (1969) : મૈથિલી કવિ સુરેન્દ્ર ઝા ‘સુમન’(જ. 10 ઑક્ટોબર, 1910, અ. 5 માર્ચ 2002)નો કાવ્યસંગ્રહ. તેમાં પ્રાકૃતિક સૌંદર્ય તથા ગ્રામજીવનની સરળતાને લગતાં 25 ઊર્મિકાવ્યો છે. પ્રથમ શીર્ષકદા કૃતિ ‘પયસ્વિની’માં કવિ અવનવાં વન-ઉપવન અને ગોચરમાં વિહરે છે. વર્ષાઋતુની સરખામણી કવિ દુધાળી ગાય સાથે કરીને જણાવે છે કે વરસાદ પણ સમસ્ત સજીવ સૃષ્ટિનું પોષણ કરે છે.…
વધુ વાંચો >પરક્લોરિક ઍસિડ (HClO4)
પરક્લોરિક ઍસિડ (HClO4) : એક પ્રબળ ઉપચયનકારક ઍસિડ. પોટૅશિયમ પરક્લોરેટને 96 % જલદ સલ્ફયુરિક ઍસિડ સાથે આંશિક શૂન્યાવકાશમાં 140° – 190° સે. તાપમાને તૈલતાપક દ્વારા નિસ્યંદિત કરવાથી મેળવવામાં આવે છે. સાંદ્ર ઍસિડનું મૅગ્નેશિયમ પરક્લોરેટની હાજરીમાં નિસ્યંદન કરવાથી નિર્જળ ઍસિડ મળે છે. પરક્લોરિક ઍસિડ રંગવિહીન, ધૂમાયમાન, જળશોષક પ્રવાહી છે તથા સંકેન્દ્રિત સ્થિતિમાં અસ્થાયી છે. તેનું ઘટત્વ…
વધુ વાંચો >પરગણાતી સન
પરગણાતી સન : જુઓ, સંવત.
વધુ વાંચો >પરજીવી (parasite)
પરજીવી (parasite) : સ્વતંત્ર રીતે જીવી ન શકે અને તે માટે બીજાં સજીવો પર આધાર રાખવો પડે તેવાં પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિના સભ્યો. મોટાભાગની વનસ્પતિ સ્વતંત્ર રીતે જીવવાની ક્ષમતા ધરાવે છે. પરજીવી જીવન મુખ્યત્વે પ્રાણીસૃષ્ટિમાં જોવા મળે છે. પરજીવીપણું ક્ષણિક હોય કે કાયમી અને વ્યાપક (extensive) યા સઘન (intensive). મોટાભાગના પરજીવીઓ માટે પરજીવન અનિવાર્ય (obligatory) પ્રકારનું…
વધુ વાંચો >