પદ્માવતી (. .ની ચોથી સદી) : મધ્યપ્રદેશમાં આવેલું નાગવંશનું એક રાજ્ય. નાગવંશના બે શાસકો નાગસેન અને ગણપતિનાગે સમુદ્રગુપ્તની દક્ષિણની દિગ્વિજયયાત્રા પછી, ત્રણ રાજ્યો સ્થાપ્યાં હતાં તેમાં એક પદ્માવતીનું રાજ્ય હતું. આ સ્થળ વર્તમાનમાં જૂના ગ્વાલિયર રાજ્યમાં નરવારની ઉત્તરપૂર્વમાં 40 કિલોમીટરે પદમપવાયા તરીકે જાણીતા સ્થળે હોવાનું જણાય છે. આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં વિદિશા અને મથુરા હતાં.

રસેશ જમીનદાર