ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન

ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન : જુઓ ‘ઇપ્ટા’.

વધુ વાંચો >

ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (IPKF)

ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ (IPKF) : ભારતીય લશ્કરનું શાંતિદળ. શ્રીલંકામાં વસતી તમિળભાષી પ્રજાની સ્વાયત્ત પ્રદેશની માગણીને લીધે ઊભા થયેલ આંતરિક સશસ્ત્ર સંઘર્ષને ખાળવા શ્રીલંકાની સરકાર સાથે જુલાઈ, 1987માં થયેલ કરાર મુજબ મોકલવામાં આવેલું ભારતીય લશ્કરી દળ. તે વખતના શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ જે. આર. જયવર્દને તથા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલ…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિઝિક્સ એસોસિયેશન (IPA)

ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન (IPA) : ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તથા યુનિવર્સિટીઓના નામાંકિત ભૌતિકશાસ્ત્રીઓએ 1970માં સ્થાપેલી સંસ્થા. તેનું મુખ્ય ધ્યેય ભારતના ભૌતિકશાસ્ત્રીઓનું એક સંગઠન રચીને ભૌતિકશાસ્ત્રનાં આધુનિક જ્ઞાન, પ્રયોગો તથા સંશોધનોની માહિતીનો પ્રચાર કરી પારસ્પરિક સહકારને પ્રોત્સાહિત કરવાનું છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ભારતમાં તે 50 જેટલા પ્રાદેશિક ઘટકો (chapters)…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિલ્મ

ઇન્ડિયન ફિલ્મ (1963) : ભારતીય સિનેમાના ઇતિહાસને વ્યવસ્થિત અને આધારભૂત રીતે રજૂ કરતું અને આંતરરાષ્ટ્રીય વાચકવર્ગને લક્ષમાં રાખીને લખાયેલું આ વિષયનું કદાચ સર્વપ્રથમ અંગ્રેજી પુસ્તક. (લેખકો : એરિક બાર્નો અને ભારતીય સિને પત્રકાર-વિવેચક કૃષ્ણાસ્વામી, પ્રકાશક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયૉર્ક અને લંડન, બીજી આવૃત્તિ 1980.) કૃષ્ણાસ્વામી 1960-61માં કોલંબિયા યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિસ્કલ કમિશન

ઇન્ડિયન ફિસ્કલ કમિશન (1921) : ભારતીય ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે નિમાયેલું વિત્તીય પંચ. તેના અધ્યક્ષપદે સર ઇબ્રાહીમ રહીમતુલ્લાની વરણી થઈ હતી. આધુનિક સમયનાં યુદ્ધોનું સફળ સંચાલન કરવા માટે દેશનું ઔદ્યોગિક માળખું સધ્ધર હોવું અનિવાર્ય છે. આ જરૂરિયાત ભારતના ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓના સંદર્ભમાં પ્રથમ…

વધુ વાંચો >

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ (IBM) : ભારત સરકારના પોલાદ અને ખાણખાતાના ખાણ અને ખનિજવિભાગની એક વૈજ્ઞાનિક અને ટૅકનિકલ સંસ્થા. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તેમજ અણુખનિજો અને કેટલાંક ગૌણ ખનિજો સિવાયની ભારતીય ખનિજ-સંપત્તિના આરક્ષણ તેમજ વૈજ્ઞાનિક વિકાસને વેગ આપવાની આ સંસ્થાની જવાબદારી છે. ખાણોની તપાસ રાખવી, ખાણકાર્યને લગતો અભ્યાસ કરવો,…

વધુ વાંચો >

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (1907) : પરદેશી હકૂમતનું ભારતના ઉદ્યોગધંધા પરનું પ્રભુત્વ તોડવાના મૂળભૂત ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી વેપાર-ઉદ્યોગની સંસ્થા. ચેમ્બરના સ્થાપક પ્રમુખ સર મનમોહનદાસ રાયજી હતા. ચેમ્બરનું પ્રમુખપદ શોભાવનાર અન્ય અગ્રણીઓમાં સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, સર લલ્લુભાઈ શામળદાસ, લાલજી નારણજી, વાલચંદ હીરાચંદ, સર હોમી મોદી, મથુરાદાસ વિસનજી, મનુ સૂબેદાર, જે. સી. સેતલવાડ,…

વધુ વાંચો >

ઇન્ડિયન મિલિટરી એકેડેમી

ઇન્ડિયન મિલિટરી એકેડેમી : ઉત્તરાંચલ રાજ્યના શહેર દહેરાદૂનના સીમાડે ગિરિમાળાની વચ્ચે આવેલી ભૂમિદળની લશ્કરી તાલીમ આપતી સંસ્થા. એના પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ત્રીજા વિશ્વના દેશોમાં તે ઘણી જાણીતી છે. ભારતનાં સંરક્ષણ દળોની ત્રણ પાંખો – ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ – માટે અધિકારીઓ તૈયાર કરવા સરકારે કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે એ પૈકી…

વધુ વાંચો >

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ…

વધુ વાંચો >

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન : ભારતના તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું મંડળ. મૂળ સંસ્થાની સ્થાપના ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ના નામ સાથે 1895માં કૉલકાતામાં થઈ હતી. તેની જુદા જુદા સમયે પાંચ અખિલ ભારતીય મેડિકલ કૉન્ફરન્સો યોજવામાં આવી. 1925માં કૉલકાતા ખાતે ભરાયેલ પાંચમા અધિવેશનમાં ‘ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશન’ રચવાનો ઠરાવ થયો. 1930માં તેને ફરીથી ‘ઇન્ડિયન મેડિકલ…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >