Sports
લેવર, રોડ
લેવર, રોડ (જ. 9 ઑગસ્ટ 1938, રોખેમ્પ્ટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : ટેનિસ-જગતમાં અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી. ગ્રૅન્ડસ્લૅમની વિશ્વસ્તરની ચારે સ્પર્ધાઓ (ફ્રેન્ચ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપન) એક જ વર્ષમાં જીતી જાય તો એને ‘ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન’ કહેવામાં આવે છે. તેના માટેનાં મેદાનો સમાન હોતાં નથી; દા.ત., વિમ્બલ્ડન…
વધુ વાંચો >લૉઇડ, ક્રિસ એવર્ટ
લૉઇડ, ક્રિસ એવર્ટ (જ. 21 ડિસેમ્બર 1954, લૉડરડૅલ, ફ્લૉરિડા, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. 1970ના દશકાનાં તેમજ 1980ના દશકાનાં પ્રારંભિક વર્ષોનાં તેઓ અગ્રણી મહિલા ખેલાડી બની રહ્યાં. તેઓ તેમની અદભુત ગ્રાઉન્ડ સ્ટ્રોક (વિશેષ કરીને બે હાથે લગાવાતા બૅક-હૅન્ડ સ્ટ્રોક) લગાવવાની પદ્ધતિ, સાતત્ય તથા તણાવ દરમિયાન પણ સ્વસ્થ અને શાંત…
વધુ વાંચો >લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ
લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ (જ. 31 ઑગસ્ટ 1944, ક્વીન્સટાઉન, જ્યૉર્જટાઉન, વેસ્ટ ઇંડિઝ) : વેસ્ટ ઇંડિઝના ક્રિકેટખેલાડી. તેઓ મિલનસાર સ્વભાવના હતા. છતાં એક સેનાપતિની અદાથી તેમણે વેસ્ટ ઇંડિઝની ટીમને સુસંગઠિત કરી ક્રિકેટજગતમાં તેને સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સફળ બનાવી હતી. તેઓ ભરપૂર શક્તિ ધરાવતા ડાબેરી બૅટધર હતા. ઘૂંટણનું ઑપરેશન કરાવવું પડ્યું ત્યાં…
વધુ વાંચો >લૉક, ટોની
લૉક, ટોની (જ. 5 જુલાઈ 1929, લિમ્સફીલ્ડ, સરે, યુ.કે.) : ઇંગ્લૅન્ડના ક્રિકેટખેલાડી. તેઓ ડાબેરી મધ્યમ ઝડપી સ્પિન ગોલંદાજ હતા. તેઓ અત્યંત ઝડપી દડા નાંખી શકે તેમ હતા, પણ તેમાં તેમનું ‘ઍક્શન’ શંકાસ્પદ બની જતું હતું. પાંચેક મૅચમાં દડો ફેંકવા બદલ તેમને ‘નો બૉલ’ અપાયા હતા. પરિણામે તેમણે પોતાની ગોલંદાજીનું નવેસરથી…
વધુ વાંચો >લૉન ટેનિસ
લૉન ટેનિસ : ટેનિસની રમતનો એક પ્રકાર. લૉન ટેનિસની રમતને સામાન્ય પ્રજા ‘ટેનિસ’ના નામથી વધુ ઓળખે છે. શરૂઆતમાં આ રમત ફક્ત ઘાસની લૉન પર જ રમાતી હોવાથી ‘લૉન ટેનિસ’ તરીકે જાણીતી બની હતી. પરંતુ અત્યારે તો આ રમત ક્લે કોર્ટ (માટીનો કોર્ટ) તથા સિમેન્ટ કોર્ટ પર પણ રમાય છે. સામાન્ય…
વધુ વાંચો >લૉર્ડ્ઝ (મેદાન)
લૉર્ડ્ઝ (મેદાન) : ઇંગ્લૅન્ડમાં લંડન ખાતે આવેલું જગમશહૂર અને પુરાતન લૉર્ડ્ઝનું મેદાન. વિશ્વના દરેક ક્રિકેટરનું તે શ્રદ્ધાસ્થાન છે. ‘ક્રિકેટના કાશી’ તરીકે તે ઓળખાય છે. દરેક ક્રિકેટરને એકાદ વાર તો લૉર્ડ્ઝ પર ક્રિકેટ રમવાની ખ્વાહિશ હોય છે. 21મી જુલાઈ 1884ના રોજ ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ સાથે લૉર્ડ્ઝના મેદાન પર ટેસ્ટ…
વધુ વાંચો >વકાર યૂનુસ
વકાર યૂનુસ (જ. 16 નવેમ્બર 1971, બુરેવાલા, વિહારી, પાકિસ્તાન) : પાકિસ્તાનના સમર્થ ઝડપી ગોલંદાજ અને ભૂતપૂર્વ સુકાની. પંજાબના વિહારી જિલ્લાના કપાસ અને અનાજની ખેતી ધરાવતા શહેર બુરેવાલામાં જન્મેલા વકાર યૂનુસે શારજાહમાં નિશાળનો અભ્યાસ કર્યો અને એના પિતા શારજાહમાં થતાં બાંધકામોમાં કામગીરી બજાવતા હતા. શારજાહમાં એણે ક્રિકેટ ખેલાતું જોયું અને એના…
વધુ વાંચો >વતનબે ઓસામુ
વતનબે ઓસામુ (જ. 21 ઑક્ટોબર 1940; હોકાપડો, જાપાન) : જાપાનના કુસ્તીબાજ. કદાચ સર્વકાલીન સૌથી મહાન કુસ્તીબાજ. તેમની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પરંતુ એ ટૂંકી કારકિર્દી દરમિયાન પણ તેમનો કદી પરાજય થયો ન હતો અથવા તેમના કરતાં કોઈનો વધારે સ્કોર પણ થયો ન હતો. 1996ની ટૉકિયો ઑલિમ્પિકમાં તેમનો વિજય થયો તે…
વધુ વાંચો >વર્દનયૅન યુરિક
વર્દનયૅન યુરિક (જ. 13 જૂન 1956, લેનિનકન, જૂનું સોવિયેત સંઘ) : વેઇટ લિફ્ટિંગના રશિયાના ખેલાડી. તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં માત્ર એક જ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા; પણ 1970ના ઉત્તરાર્ધના અને 1980ના પૂર્વાર્ધના દાયકાના વિશ્વના અગ્રણી વેઇટલિફ્ટર બની રહ્યા. તેઓ પ્રથમ વિજયપદક 1977માં 75 કિગ્રા.ના વર્ગમાં જીત્યા. ત્યારબાદ 82.5 કિગ્રા.ના આગળના…
વધુ વાંચો >વસીમ, અકરમ
વસીમ, અકરમ (જ. 3 જૂન 1966, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. 1992ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં હરીફોના બૅટધરોને પરાસ્ત કર્યા અને તેઓ વિશ્વના એક મહાન મૅચ-વિજેતા ક્રિકેટર બની રહ્યા. તેઓ ઝડપી ડાબેરી ગોલંદાજ હતા અને ખતરનાક યૉર્કર નાખતા. સાથોસાથ તેઓ એક જુસ્સાદાર બૅટધર પણ બની રહ્યા. 1993ના જાન્યુઆરીમાં તેમણે પાકિસ્તાનનું કપ્તાનપદ…
વધુ વાંચો >