Sports

રાજ્ય-રમતોત્સવ (ગુજરાત)

રાજ્ય-રમતોત્સવ (ગુજરાત) : સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશો વચ્ચે યોજાતો રમતોનો ઉત્સવ. ઈ. સ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, તે અગાઉ ગુજરાત મુંબઈ રાજ્યનો એક પ્રાંત હતું અને ઑલિમ્પિક ક્ષેત્રની સર્વ રમતગમત-સ્પર્ધાઓનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંભાળતું હતું. તે મુંબઈ રાજ્ય ઑલિમ્પિક મંડળ દ્વારા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન સાથે સંકળાયેલું…

વધુ વાંચો >

રાઠોડ, (કર્નલ) રાજ્યવર્ધન સિંહ

રાઠોડ, (કર્નલ) રાજ્યવર્ધન સિંહ (જ. 29 જાન્યુઆરી 1970, જેસલમેર, રાજસ્થાન) : ઑલિમ્પિક પદક જીતનારા ભારતીય નિશાનેબાજ. રાજ્યવર્ધનનો જન્મ જેસલમેર, રાજસ્થાનમાં કર્નલ લક્ષ્મણ સિંહ (નિવૃત્ત) રાઠોડ અને મંજુ રાઘવ ભોંડસી(શિક્ષિકા)ને ત્યાં થયો હતો. તેમણે પૂનાની નૅશનલ ડિફેન્સ અકાદમી અને ઇન્ફન્ટ્રી સ્કૂલ મહુ (Mhow)માં શિક્ષણ  લીધું હતું. બી.એ.ની ડિગ્રી ઉપરાંત તેમણે ઇન્સ્ટ્રક્ટર…

વધુ વાંચો >

રામમૂર્તિ

રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા…

વધુ વાંચો >

રામાધીન સોની

રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે…

વધુ વાંચો >

રામાનુજન કપ

રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે…

વધુ વાંચો >

રાષ્ટ્રસમૂહ રમતોત્સવ

રાષ્ટ્રસમૂહ રમતોત્સવ : રાષ્ટ્રસમૂહના વિવિધ દેશો માટે યોજાતો વિવિધ રમતોનો ઉત્સવ. ઑલિમ્પિક રમતોત્સવ અને એશિયાઈ રમતોત્સવની જેમ આ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ પણ દર ચાર વર્ષે રાષ્ટ્રસમૂહના સભ્ય દેશોમાં યોજાતો રહે છે; જેમાં સભ્ય દેશોના રમતવીરો વિવિધ રમત-સ્પર્ધાઓમાં ભાગ લે છે. આ રમતોત્સવનો ઉદભવ 1930માં થયો હતો. કૅનેડાના એક પત્રકાર અને ઍથ્લેટિક્સ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય રમતોત્સવ

રાષ્ટ્રીય રમતોત્સવ : ભારતનો સૌથી જૂનો અને સૌથી મોટો રમતોત્સવ. 1924માં પૅરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની નોંધણી કરીને તેને માન્યતા આપવામાં આવી હતી અને એ જ વર્ષે ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો હતો. એ સમયે રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ દર બે વર્ષે આ રમતોત્સવ યોજવાનો…

વધુ વાંચો >

રિક્ટર, ઉર્લિક

રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…

વધુ વાંચો >

રિચર્ડસન, ટૉમ

રિચર્ડસન, ટૉમ (જ. 11 ઑગસ્ટ 1870, બાઇફ્લીટ, સરે; અ. 2 જુલાઈ 1912, સેંટ ઝાં દ આર્વે, ફ્રાન્સ) : ઇંગ્લૅન્ડના કુશળ ક્રિકેટ-ખેલાડી. તેઓ સુદૃઢ બાંધો ધરાવતા ઝડપી ગોલંદાજ હતા. 1890ના દાયકામાં તેઓ કારકિર્દીની ટોચે હતા, ત્યારે તેઓ વિશ્વના સુંદર ગોલંદાજ લેખાતા હતા. 1892માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પછીના જ વર્ષે…

વધુ વાંચો >