Sports
લારવુડ હેરલ્ડ
લારવુડ હેરલ્ડ (જ. 14 નવેમ્બર 1904; અ. 1995, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ઝડપી બૉલર. તેણે પોતાની ટેસ્ટ મૅચ 26 જૂન, 1926ના રોજ ક્રિકેટમાં મક્કા સમાન ગણાતા ‘લૉર્ડ્ઝ’ના મેદાન પર રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મૅચમાં જ ત્રણ વિકેટો ઝડપી હતી. તે ‘બૉડીલાઇન’ બૉલિંગ માટે વિશ્વવિખ્યાત બન્યો હતો. 1932–33માં બૉડીલાઇન બૉલિંગ…
વધુ વાંચો >લાલા અમરનાથ
લાલા અમરનાથ (જ. 11 સપ્ટેમ્બર 1911, કપૂરથલા; અ. 5 ઑગસ્ટ 2000, નવી દિલ્હી) : જાણીતા ક્રિકેટર. 1933માં ડિસેમ્બર માસ દરમિયાન મુંબઈ ખાતે બૉમ્બે જિમખાનાના મેદાન પર પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે ભારત તરફથી ટેસ્ટપ્રવેશે જ સદી ફટકારવાનું બહુમાન મેળવનારા 22 વર્ષના ઝંઝાવાતી ‘વન-ડાઉન’ બૅટ્સમૅન ‘લાલા’ અમરનાથનું મૂળ નામ અમરનાથ નાનિક ભારદ્વાજ હતું.…
વધુ વાંચો >લાંબી કૂદ
લાંબી કૂદ : ખેલકૂદની એક જૂની લોકપ્રિય રમત. આદિમાનવને ખોરાકની શોધમાં અને જાતરક્ષણ અર્થે દોડતાં ઘણી વાર રસ્તામાં પડી ગયેલાં ઝાડ, ખાડા તથા ઝરણાં કૂદવાં પડતાં હતાં. લાંબી કૂદ હકીકતમાં દોડવાની અને કૂદવાની ક્રિયાનો સમન્વય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે અને ખેલકૂદની રમતોમાં સમાવેશ પામી ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્પર્ધાનું…
વધુ વાંચો >લિયોનાર્ડ, રે
લિયોનાર્ડ, રે (જ. 17 મે 1956, વિલમિગ્રૉન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.) : અમેરિકાના નામી મુક્કાબાજ. મૂળે તો તેઓ ગાયક થવાના હતા, પણ કુસ્તીબાજ બની ગયા. તેઓ 1974–75 દરમિયાન નૉર્થ અમેરિકાના ઍમેટર ચૅમ્પિયન અને એએયુ (AAU) ચૅમ્પિયન હતા. 1973–74 દરમિયાન તેઓ ગોલ્ડન ગ્લવ્ઝ ચૅમ્પિયન રહ્યા, 1975ની પૅન-અમેરિકન ગૅમ્સમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા નીવડ્યા…
વધુ વાંચો >લિલી, ડેનિસ કીથ
લિલી, ડેનિસ કીથ (જ. 18 જુલાઈ 1949, સુખિયાકો, પર્થ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના મહાન ઝડપી ગોલંદાજ. 1970ના દશકામાં ઑસ્ટ્રેલિયાની ટીમમાં તેમણે પ્રતિષ્ઠા મેળવી; એ વખતે, તેમના એક બીજા ઝડપી ગોલંદાજ સાથી જેફ ટૉમસનના સાથથી કેવળ અતિઝડપી ગોલંદાજીના પ્રભાવથી તેમણે અનેક ટેસ્ટ ટીમોને હતોત્સાહ કરી મૂકી હતી. પછીના સમયમાં તેમણે પોતાની ગોલંદાજીમાં…
વધુ વાંચો >લિસ્ટન, સૉની
લિસ્ટન, સૉની (જ. 8 મે 1932, સેંટ ફ્રાન્સિસ, અરકૅનસસ, યુ.એસ.; અ. 30 ડિસેમ્બર 1970, લાસ વેગાસ; નેવાડા) : અમેરિકાના મુક્કાબાજ. અગાઉ થઈ ગયેલા કરતાં એક સૌથી ભયાવહ હેવી વેટ ચૅમ્પિયન. તેમની રીતભાત કઠોર અને નિર્દય હતી, તેમજ આંખો બિહામણી હતી. કિશોરાવસ્થામાં પોલીસ-કાર્યવહીનો પણ ઘણી વાર તેઓ ભોગ બન્યા હતા. તેમની…
વધુ વાંચો >લિંડવૉલ, રે
લિંડવૉલ, રે (જ. 3 ઑક્ટોબર 1921, મૅસ્કોટ, સિડની) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. સરળ અભિગમ તથા લયબદ્ધ ગોલંદાજી ક્રિયા(action)ના પરિણામે જે ઝડપ અને આઉટ-સ્વિંગ ગોલંદાજીનો તેમણે આવિષ્કાર કર્યો તેના પરિણામે તત્કાલીન યુદ્ધોત્તર દશકા દરમિયાન તેઓ સૌથી ભયાવહ ઝડપી ગોલંદાજ બની રહ્યા. કીથ મિલરના સાથમાં તેમની એક જોરદાર જોડી બની રહી, ઇંગ્લૅન્ડ સામેની…
વધુ વાંચો >લીગ સ્પર્ધા
લીગ સ્પર્ધા : રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી સ્પર્ધા. ગુજરાતીમાં ચક્ર ટુર્નામેન્ટ તરીકે તે જાણીતી છે. રમતોમાં જેમ વિવિધતા છે તેમ તેની ટુર્નામેન્ટના આયોજનમાં પણ વિવિધ પદ્ધતિઓ છે. સ્પર્ધા દરમિયાન એક ટીમ હારી જાય તો તે સ્પર્ધામાં આગળ ભાગ લઈ શકતી નથી. આવા પ્રકારની સ્પર્ધાને બાતલ પદ્ધતિ ટુર્નામેન્ટ કહેવામાં આવે…
વધુ વાંચો >લેખરા, અવની
લેખરા, અવની (જ. 8 નવેમ્બર 2001, જયપુર, રાજસ્થાન) : રાઇફલ નિશાનેબાજ, પૅરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તથા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોના હિમાયતી. વર્ષ 2012માં માત્ર 11 વર્ષની ઉંમરે મોટર અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેઓ લકવાગ્રસ્ત થયાં. પરંતુ હિંમત હારવાને બદલે પિતાના પ્રોત્સાહનથી તેમણે રમતગમત ક્ષેત્રે કારકીર્દી બનવવાનું નક્કી કર્યું.…
વધુ વાંચો >લેઝિમ
લેઝિમ : તાલબદ્ધ રીતે સાધન-વ્યાયામ કરવાની ખૂબ જ લોકપ્રિય પ્રાચીન ભારતીય પદ્ધતિ. શહેરો કરતાં ગામડાંઓમાં આજે પણ લેઝિમ ખૂબ જ લોકપ્રિય સાધન-વ્યાયામ ગણાય છે. લેઝિમની વિશેષતા એ છે કે લેઝિમ કરતી વખતે તેમાંથી જે ઝંકાર સાથે સંગીત નીકળે છે તેને કારણે લેઝિમ કરનારને થાક લાગતો નથી અને સાથે સાથે જો…
વધુ વાંચો >