Sports
રૉબર્ટ્સ, ઍન્ડી
રૉબર્ટ્સ, ઍન્ડી (જ. 29 જાન્યુઆરી 1951, અર્લિગ્ઝ વિલેજી ઍન્ટિગુયાના) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર. તેઓ એક સૌથી ઝડપી અને સૌથી ખતરનાક ગોલંદાજ છે. વેસ્ટ ઇન્ડિઝ વતી રમનારા તેઓ ઍન્ટિગુયાનાના સૌપ્રથમ ખેલાડી હતા; ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારા તેઓ વેસ્ટ ઇન્ડિઝના ત્રીજા ખેલાડી બની રહ્યા. ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ તેમણે 1974માં એક મૅચથી કર્યો,…
વધુ વાંચો >રૉબિન્સન, શુગર રે
રૉબિન્સન, શુગર રે (જ. 1920, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1989) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ. મૂળ નામ વૉકર સ્મિથ. 1946થી 1951 સુધી તેઓ વેલ્ટર વેટ (67 કિગ્રા. સુધીના વજનની) સ્પર્ધાનું વિશ્વપદક (world title) ધરાવતા રહ્યા. 1950–51માં તેઓ મિડલ વેટ સ્પર્ધાનું વિશ્વપદક ધરાવતા થયા. 1951માં તેઓ મિડલ વેટ પદકની સ્પર્ધામાં રૅન્ડૉલ્ફ ટર્પિન સામે…
વધુ વાંચો >રોવ, ડાયૅના
રોવ, ડાયૅના (જ. 14 એપ્રિલ 1933, મેરિલબોન, લંડન) : ટેબલટેનિસનાં આંગ્લ મહિલા ખેલાડી. એકસમાન દેખાતી આ જોડિયા બહેનો હતી; પોતે ડાબા હાથે ખેલતાં. જમણા હાથે ખેલનારાં તેમનાં બહેન રોઝલિંડ સાથે મળીને આ જોડી 1951 અને 1954માં વિશ્વ ડબલ સ્પર્ધામાં વિજેતા બની; 1952–53 તથા 1955માં તેઓ રનર્સ-અપ બની રહ્યાં. 1950–55 દરમિયાન…
વધુ વાંચો >રોવર્સ કપ
રોવર્સ કપ : ફૂટબૉલ માટેનો ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રીય કક્ષાનો કપ. આ કપની શરૂઆત 1891માં થઈ હતી. પ્રથમ રોવર્સ કપ જીતવાનું શ્રેય પ્રથમ બટૅલિયન વૉર્સેસ્ટર રેજિમેંટને જાય છે. આજે તો રોવર્સ કપની પ્રતિષ્ઠા ફૂટબૉલમાં રાષ્ટ્રીય કક્ષાની ‘સંતોષ ટ્રોફી’ જેવી છે. દર વર્ષે રમાતી આ ટ્રોફી જીતવા માટે સમગ્ર દેશની ફૂટબૉલ…
વધુ વાંચો >રૉસ, રાલ્ફ
રૉસ, રાલ્ફ (જ. 17 માર્ચ 1885, લુઈવિલે, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1913 સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાના ઍથ્લેટિક ખેલાડી. 1904 અને 1908માં તેઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ગોળાફેંકના ચૅમ્પિયન બન્યા અને 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; 1912માં તે ગોળાફેંકમાં બીજા ક્રમે રહ્યા. 1912માં તે બે હાથે ફેંકવાના ગોળામાં ત્રીજા સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; એ…
વધુ વાંચો >રૉસ, લાયનલ
રૉસ, લાયનલ (જ. 21 જૂન 1948, વૅરેગુલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : કોઈ પણ રમતમાં વિશ્વકક્ષાનું વિજયપદક જીતનાર એકમાત્ર ઑસ્ટ્રેલિયન આદિવાસી. તેમણે 1964માં વ્યવસાયી ધોરણે મુક્કાબાજી ખેલવાનો પ્રારંભ કર્યો. 1966માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા. 1968માં જાપાનના ‘ફાઇટિંગ હૅરાડા’ને પૉઇન્ટની દૃષ્ટિએ હરાવી, વિશ્વકક્ષાના બૅન્ટમવેઇટ વિજયપદકના વિજેતા બન્યા. આ વિજયપદક તેઓ 3 વખત સુધી…
વધુ વાંચો >ર્યાન, બની
ર્યાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની…
વધુ વાંચો >રહોડ્ઝ, વિલ્ફ્રેડ
રહોડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 29 ઑક્ટોબર 1876, કિર્બઇટન, યૉર્કશાયર, યુ.કે.; અ. 8 જુલાઈ 1973, બૅન્કસમ પાર્ક, ડૉરસેટ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. પ્રથમ કક્ષાની ક્રિકેટ મૅચમાં તેમણે કાયમ માટે સૌથી વધારે વિકેટ ઝડપી હતી અને તેઓ એક સર્વાંગનિપુણ (all rounder) ખેલાડી હતા. તેમનો રનનો જુમલો કેવળ 15 બૅટધર વટાવી શક્યા હતા. તેમની…
વધુ વાંચો >લઘુ રમતો (minor games)
લઘુ રમતો (minor games) : આબાલવૃદ્ધ સૌ રમતોનો આનંદ લઈ શકે તેવી સરળ ગૌણ રમત. એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિને રમવાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વડીલો સૌને તે ગમે છે. તેમનાથી શરીરના સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ થાય છે, શરીરનો વિકાસ થાય છે. રમતો રમવાથી…
વધુ વાંચો >લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump)
લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump) : ખેલકૂદનો એક પ્રાચીન પ્રકાર. પ્રાચીન ગ્રીસમાં લંગડીફાળ કૂદકાની રીત જુદા પ્રકારની હતી. ઓગણીસમી સદી દરમિયાન લંગડીફાળ કૂદમાં બે લંગડી અને એક કૂદકો લેવામાં આવતો હતો. ક્રમશ: તેમાં વિકાસ થયો અને તે લંગડીફાળ કૂદ તરીકે પ્રચલિત બની. આધુનિક પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ 1896માં…
વધુ વાંચો >