Sports
રુરુબા રોમન
રુરુબા રોમન (જ. 25 નવેમ્બર 1942, જ્યૉર્જિયન વિલેજ, જ્યૉર્જિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના કુસ્તીબાજ. 196૩થી 1970ના દરેક વર્ષે 6૩ અથવા 69 કિગ્રા. ગ્રેકૉ-રોમન કુસ્તીમાં સોવિયેટ ચૅમ્પિયન બન્યા, 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેટ (6૩ કિગ્રા.) સ્પર્ધામાં રૌપ્યચંદ્રકના વિજેતા બન્યા અને 1968માં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1966થી તેઓ 5 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અપરાજિત…
વધુ વાંચો >રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન)
રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન) (જ. 1940, બેથલહેમ, ટેનેસી; અ. 1994) : અમેરિકાનાં મહિલા-દોડવીર. શૈશવમાં તેઓ બાળલકવાનો ભોગ બન્યાં હતાં, પરંતુ ખૂબ પરિશ્રમ વેઠીને તેઓ તેમાંથી પાર ઊતર્યાં. ખેલાડીઓની ‘ટેનેસી બેલ્સ’ નામક મંડળીના એક સભ્ય તરીકે તેઓ નાની વયથી જ નામના પામ્યાં. 16 વર્ષની વયે જ તેઓ 1956ની ઓલિમ્પિક રમતોમાં મેલબૉર્ન ખાતે…
વધુ વાંચો >રૂપસિંઘ
રૂપસિંઘ (જ. 8 સપ્ટેમ્બર 1910; અ. 16 ડિસેમ્બર 1977) : ભારતીય હૉકીના મહાન ખેલાડી તથા ‘હૉકીના જાદુગર’, ધ્યાનચંદના નાના ભાઈ. રૂપસિંઘને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ‘ઇનસાઇડ-લેફ્ટ-ફૉરવર્ડ’ ખેલાડી ગણવામાં આવે છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ તાલમેળ હોવાથી આજે પણ હૉકીમાં ધ્યાનચંદ અને રૂપસિંઘની જોડીને અમર ગણવામાં આવે છે. 1932માં લૉસ…
વધુ વાંચો >રેટન, મેરી લૂ
રેટન, મેરી લૂ (જ. 24 જાન્યુઆરી 1968, ફરમૉન્ટ, વેસ્ટ વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાનાં અંગકસરત(gymnastics)નાં મહિલા ખેલાડી. 1984માં એટલે કે પશ્ચિમ યુરોપના બહિષ્કારના વર્ષે લૉસ ઍન્જલીઝ ખાતેના ઓલિમ્પિક રમતોત્સવમાં તેઓ પ્રેક્ષકસમૂહનાં લાડકાં ખેલાડી બની રહ્યાં હતાં. તેઓ 1.44 મી. જેટલા નાના કદનાં હતાં, પણ તેમનું કૌશલ્ય પ્રભાવક હતું. કાંડાની ઈજાને કારણે…
વધુ વાંચો >રૅડમિલૉવિક, પૉલ
રૅડમિલૉવિક, પૉલ (જ. 5 માર્ચ 1886, કાર્ડિફ, ગ્લેમરગન, વેલ્સ; અ. 29 સપ્ટેમ્બર 1968, સમરસેટ) : તરણ તથા વૉટરપોલોના યુ.કે.ના ખેલાડી. બ્રિટિશ ટીમના ખેલાડી તરીકે વૉટર-પોલોની રમતમાં ઓલિમ્પિક રમતોત્સવ ખાતે 1908, 1912 અને 1920માં એ રીતે ઉત્તરોત્તર 3 વાર સુવર્ણ ચન્દ્રકોના તેમજ 1908માં 4 200 મી. ફ્રીસ્ટાઇલ તરણમાં સુવર્ણ ચન્દ્રકના વિજેતા…
વધુ વાંચો >રેનશૉ, વિલિયમ
રેનશૉ, વિલિયમ (જ. 3 જાન્યુઆરી 1861 લૅમિંગ્ટન, વૉરવિકશાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 1904, સ્વાનેજ, ડૉરસેટ) : યુ.કે.ના ટેનિસ ખેલાડી. તેમણે વિમ્બલડન સ્પર્ધાઓ ખાતે 1881થી ’86 અને 1889 – એમ કુલ 7 વખત એકલા રમીને (singles) વિજયપદક તથા પોતાના જોડકા ભાઈ અર્નેસ્ટ સાથે 1884થી ’86 અને 1888–89 એમ કુલ 5 વખત…
વધુ વાંચો >રેરડન, રેમંડ
રેરડન, રેમંડ (જ. 8 ઑક્ટોબર 1932, ટ્રેડગર, મન્માઉથશાયર, યુ.કે.) : સ્નૂકરના 1970ના દશકાના ટોચના આંગ્લ ખેલાડી. 1970માં બીજા પ્રયત્ને તેઓ વિશ્વવિજયપદકના વિજેતા બન્યા; એ પછી 1973થી ’76 દરમિયાન દર વર્ષે અને 1978માં પણ વિજયપદકના વિજેતાનો એ જ દોર ચાલુ રહ્યો; 1978નું છેલ્લું વિશ્વવિજયપદક તો તેઓ 45 વર્ષ 6 મહિનાની ઉંમરે…
વધુ વાંચો >રોઝ, મરે
રોઝ, મરે (જ. 6 જાન્યુઆરી 1939, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1956માં મેલબૉર્ન ખાતેના ઓલિમ્પિક રમતોત્સવ ખાતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે 3 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા અને તરણ-સ્પર્ધામાં વીરોચિત બહુમાન પામ્યા; 400 મી. અને 1,500 મી.ની તરણ-સ્પર્ધાના સુવર્ણ ચન્દ્રક ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમને 4 × 200 મી.ની રિલે સ્પર્ધામાં…
વધુ વાંચો >રોઝ, લાઇનલ
રોઝ, લાઇનલ (જ. 21 જૂન 1948, વૉરેગલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : મુક્કાબાજીની સ્પર્ધાના ઑસ્ટ્રેલિયાના ખેલાડી. કોઈ પણ રમતમાં વિશ્વવિજયપદક જીતનાર તેઓ એકમાત્ર આદિવાસી (aboriginal) ખેલાડી છે. 1964માં તેમણે વ્યવસાયી ધોરણે મુક્કાબાજી રમવાનો પ્રારંભ કર્યો; 1966માં તેઓ ઑસ્ટ્રેલિયાના ચૅમ્પિયન નીવડ્યા; 1968માં જાપાનના ‘ફાઇટિંગ હારડા’ને પૉઇન્ટના ધોરણે હરાવીને વિશ્વનું બૅન્ટમવેટ (54 કિગ્રા. સુધીનું…
વધુ વાંચો >રૉઝવૉલ કેન
રૉઝવૉલ, કેન (જ. 2 નવેમ્બર 1934, સિડની, ન્યૂ સાઉથ વૅલ્સ; ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ-ખેલાડી. તેમની રમવાની શૈલી છટાદાર હતી. તેમના અદભુત ગ્રાઉન્ડ-સ્ટ્રોકના પરિણામે તેઓ સર્વવ્યાપી પ્રશંસા પામ્યા. તેમના અપાર કૌશલ્ય અને સામર્થ્યથી તેઓ વિમ્બલડન એકલ-સ્પર્ધા સિવાય અન્ય તમામ મહત્વની સ્પર્ધામાં વિજેતા બન્યા. જોકે 1954, 1956, 1970 અને 1976માં તેઓ ફાઇનલમાં…
વધુ વાંચો >