રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે રમે છે. આ કપ રામાનુજનના માનમાં અપાય છે. આ કપ જીતનારને રાષ્ટ્રીય કક્ષાની નામના મળે છે. આ કપ મેળવવા માટે ટેબલટેનિસના ખેલાડીઓ પુષ્કળ મહેનત કરે છે.

પ્રભુદયાલ શર્મા