Sports

દેવધર, દિનકર બળવંત

દેવધર, દિનકર બળવંત (જ. 14 જાન્યુઆરી 1892, આંધળ, જિલ્લો પુણે; અ. 24 ઑગસ્ટ 1993, પુણે) : ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ તરીકે પ્રસિદ્ધ જમોડી બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ તથા સ્લિપના સ્થાનના ચપળ ફિલ્ડર. અભ્યાસમાં તેજસ્વી. સંસ્કૃત મુખ્ય વિષય સાથે 1915માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 13 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

દેવળે, અચલા

દેવળે, અચલા (જ. 12 નવેમ્બર 1955) : ખો ખોની રમતની ભારતની મહિલાખેલાડી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટુકડીને સમગ્ર દેશની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં વિજય અપાવવામાં મહત્વનું પ્રદાન કરનાર તથા રાષ્ટ્રીય સ્પર્ધામાં બે વખત ગુજરાતની ટુકડીને વિજય અપાવવામાં મહત્વની કામગીરી બજાવનાર અચલા દેવળેને ખો ખો ફેડરેશન તરફથી અપાતો લક્ષ્મીબાઈ ઍવૉર્ડ અને 1971માં અર્જુન ઍવૉર્ડ…

વધુ વાંચો >

દેસાઈ, અંજની

દેસાઈ, અંજની (જ.) : ગૉલ્ફના ક્ષેત્રે અસાધારણ નામના ધરાવનાર અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા ખેલાડી. શિક્ષણક્ષેત્રની તેમની ઉજ્જ્વળ કારકિર્દીમાં તેમના વડીલોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. પિતૃપક્ષે તેઓ જીવણલાલ દીવાન કુટુંબનું અને માતૃપક્ષે ચીમનલાલ સેતલવાડ કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે. માતા શારદાબહેન દીવાન પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી હતાં. આ સૌ કુટુંબીજનોએ બે વાત…

વધુ વાંચો >

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

દેસાઈ, રમાકાન્ત ભીખાજી

દેસાઈ, રમાકાન્ત ભીખાજી (જ. 2૦ જૂન 1939, મુંબઈ; અ. 28 એપ્રિલ 1998, મુંબઈ) : ભારતના શક્તિશાળી મધ્યમ ઝડપી ગોલંદાજ, જમોડી બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીના ચૅરમૅન. સાવ સામાન્ય બાંધાના રમાકાન્ત દેસાઈની ગોલંદાજી અત્યંત જલદ હતી. એમના નાના બાંધાને કારણે ‘ટાઇની’ તરીકે તે જાણીતા બન્યા. દડાની લાઇન અને લેંગ્થ…

વધુ વાંચો >

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…

વધુ વાંચો >

દોડ

દોડ : એક પ્રકારની મેદાની રમત. વિશેષત: સ્પર્ધામાં દોડવું તે. ‘દોડવું’ એ પ્રાણીમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને અનાદિ કાળથી માનવી દોડતો આવ્યો છે. આધુનિક ઑલિમ્પિક રમતોમાં વિવિધ પ્રકારની દોડસ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રૅક ઉપર થતી દોડસ્પર્ધાઓને અંતરની ર્દષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ટૂંકી ઝડપી દોડ (sprints)…

વધુ વાંચો >

દોમ્મરાજુ, ગુકેશ

દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન. પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પદ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા…

વધુ વાંચો >

દોશી, દિલીપ રસિકલાલ

દોશી, દિલીપ રસિકલાલ (જ. 22 ડિસેમ્બર 1947, રાજકોટ; અ. 23 જૂન 2025, લંડન, ઇંગ્લૅન્ડ) : બંગાળ, ઈસ્ટઝોન, ઇંગ્લૅન્ડની વૉર્વિકશાયર કાઉન્ટી અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ ખેલનાર ડાબોડી ગોલંદાજ. ડાબોડી સ્પિનર સામાન્યત: દડાને પકડવા માટે વચલી આંગળીનો ઉપયોગ કરે છે જ્યારે દિલીપ દોશી ટચલી આંગળીથી દડાને પકડમાં રાખતા હતા. વિકેટ અનુકૂળ…

વધુ વાંચો >

દ્રવિડ, રાહુલ

દ્રવિડ, રાહુલ (જ. 11 જાન્યુઆરી 1973, ઇંદોર, મધ્યપ્રદેશ) : ધી વૉલ, મિ. ડિપેન્ડેબલ જેવાં વિશેષણોથી ઓળખાતા ભારતના ટેસ્ટ અને વન ડે બંનેમાં દસ હજારથી વધુ રન કરનાર. પિતાનું નામ શરદ દ્રવિડ. માતાનું નામ પુષ્પા દ્રવિડ અને પત્નીનું નામ વિજેતા પેંઢારકર. દ્રવિડ શરૂઆતથી જ ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રુચિ ધરાવતા હતા.…

વધુ વાંચો >