દુલિપ ક્રિકેટ સ્કૂલ

March, 2016

દુલિપ ક્રિકેટ સ્કૂલ : નવોદિત ખેલાડીઓને ક્રિકેટની આયોજનબદ્ધ તાલીમ આપવા માટેની ભારતીય સંસ્થા. ઇંગ્લૅન્ડની આલ્ફ ગોવર ક્રિકેટ ટ્રેનિંગ સ્કૂલને લક્ષમાં રાખીને પોરબંદરના મહારાણાશ્રી નટવરસિંહજીએ એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો અને 1947માં ઉપર મુજબ સ્કૂલ સ્થાપી. તેમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ, સ્ટ્રોક, ઊભા રહેવાની સાચી સ્થિતિ વગેરે જુદી જુદી શાખાઓની તાલીમ માટે પોતાની દેખરેખ નીચે સુંદર વ્યવસ્થા કરી.

ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે સુંદર સગવડવાળું ‘વિજય પૅવેલિયન’ તૈયાર કરાવ્યું. પોરબંદર હાઈસ્કૂલ તરફથી ક્રિકેટની રમતના શોખીન વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં ટુકડીવાર મોકલવામાં

દુલિપ ક્રિકેટ સ્કૂલ, પોરબંદર

આવતા. દરેકની વિવિધ રીતે કસોટી કરીને કયો વિદ્યાર્થી તાલીમ લેવાથી સારો ખેલાડી થઈ શકે તેમ છે તેની ચકાસણી થતી અને તેને માટે ખાસ તાલીમની વ્યવસ્થા થતી.

ચિનુભાઈ શાહ