Sports
ટેન્ટ બ્રિજનું મેદાન
ટેન્ટ બ્રિજનું મેદાન : ઇંગ્લૅન્ડનું ક્રિકેટ માટેનું મેદાન. નૉટિંગહામશાયર કાઉન્ટીના આ મેદાન પર 1899ની પહેલી જૂને પહેલી વાર ટેસ્ટ મૅચ ખેલાઈ. ટેન્ટ બ્રિજ ઈનની માલિકણ વિધવા મહિલાએ ક્રિકેટના ચાહક વિલિયમ ક્લાર્ક સાથે લગ્ન કર્યાં. આ વિલિયમ ક્લાર્કે બાજુની જમીનનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કર્યો. ઇંગ્લૅન્ડનાં મેદાનોમાં ટેસ્ટ મૅચ માટેનું આ…
વધુ વાંચો >ટેબલ-ટેનિસ
ટેબલ-ટેનિસ : પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં…
વધુ વાંચો >ટેસ્ટ મૅચ
ટેસ્ટ મૅચ : બે દેશો વચ્ચે ખેલાતી સત્તાવાર ક્રિકેટ મૅચ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબૉર્નના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મૅચ 1887ની 15થી 17 માર્ચ દરમિયાન ખેલાઈ. એ અગાઉ 1862, 1864 અને 1873માં ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1877માં ઇંગ્લૅન્ડની ઑલ પ્રોફેશનલ ટીમના સુકાની જેમ્સ લીલીવ્હાઇટે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી અગિયાર ખેલાડીઓની…
વધુ વાંચો >ટૉસ
ટૉસ : ક્રિકેટની મૅચ શરૂ થાય તે પૂર્વે કઈ ટીમ બૅટિંગ કે ફિલ્ડિંગ કરશે તે અંગેની પસંદગી માટે ઉછાળવામાં આવતો સિક્કો. 1774 પહેલાં ટૉસ જીતનારા સુકાનીને બૅટિંગ કે ફિલ્ડિંગની પસંદગી ઉપરાંત પીચની પસંદગીનો અધિકાર આપવામાં આવતો હતો. 1774 પછી મૅચ રમતા બંને દેશો કોઈ ત્રીજા દેશમાં રમતા હોય ત્યારે જ…
વધુ વાંચો >ટ્રૂમૅન ફ્રેડ
ટ્રૂમૅન ફ્રેડ (જ. 6 ફેબ્રુઆરી 1931 યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1 જુલાઈ 2006, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : આગવી પ્રતિભા ધરાવનારો ઇંગ્લૅન્ડનો ઝડપી ગોલંદાજ, ખાણિયાના પુત્ર ફ્રેડ ટ્રૂમૅને 1952માં ભારત સામે વેધક ઝડપી ગોલંદાજી કરીને શાનદાર ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો. માત્ર 13 રનની સરેરાશથી 119.4 ઓવરમાં ભારતની 29 વિકેટો ઝડપવાને કારણે પોતાની પ્રથમ…
વધુ વાંચો >ટ્રૅમ્પર વિક્ટર
ટ્રૅમ્પર વિક્ટર (જ. 2 નવેમ્બર 1877, ઑસ્ટ્રેલિયા; અ. 28 જૂન 1915, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનો અત્યંત આકર્ષક ફટકાબાજ બૅટ્સમૅન. તમામ પ્રકારની વિકેટ પર અને બધી જાતનાં હવામાન વચ્ચે તે બ્રેડમૅન જેવો કે બ્રેડમૅનથી પણ વધુ કુશળ બૅટ્સમૅન ગણાતો હતો. શાળાના સમયથી જ તે એટલો સમર્થ બૅટ્સમૅન હતો કે એને આઉટ કરવો…
વધુ વાંચો >ડિમેલો, ઍન્થની
ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા…
વધુ વાંચો >ડિસોઝા, સ્ટેફી
ડિસોઝા, સ્ટેફી (જ. 26 ડિસેમ્બર 1936, ગોવા; અ. 11 સપ્ટેમ્બર 1998, જમશેદપુર) : ભારતની 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડની અને હૉકીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી મહિલા ખેલાડી. 1954માં મનિલાના એશિયાઈ રમતોત્સવમાં 4 × 100 મીટર ટપ્પા-દોડ ટીમના એક ખેલાડી તરીકે 49.5 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક અને 1958માં ટોકિયો…
વધુ વાંચો >ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા
ડી.સી.એમ. ફૂટબૉલ સ્પર્ધા : આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ભારતમાં ખેલાતી ફૂટબૉલ સ્પર્ધા. ઈ. સ. 1945માં શરૂ થયેલી (દિલ્હી ક્લૉથ મિલ્સ) ફૂટબૉલ સ્પર્ધામાં સર્વપ્રથમ નવી દિલ્હીની હીરોઝ ક્લબે વિજય મેળવ્યો. છેલ્લાં પચીસ વર્ષથી આ સ્પર્ધામાં વિદેશની ટીમો સામેલ થતાં આજે તે ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની ગઈ છે. 1994માં આ સ્પર્ધાની 50મી સુવર્ણજયંતી…
વધુ વાંચો >ડુરાન્ડ કપ
ડુરાન્ડ કપ : ભારતમાં ખેલાતી મહત્વની ફૂટબૉલ-સ્પર્ધા. ઈ. સ. 1888માં સર માર્ટિમેર ડુરાન્ડેએ લશ્કરી સૈનિકો એમના ફાજલ સમયમાં ફૂટબૉલ રમે તે માટે આ કપની ભેટ આપી. તેમના નામ ઉપરથી આ કપ ડુરાન્ડ તરીકે જાણીતો થયો. 1888થી 1913 સુધી સિમલામાં અને ત્યારબાદ દિલ્હીમાં આ સ્પર્ધા યોજાય છે. 1940માં દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ…
વધુ વાંચો >