ટૉસ : ક્રિકેટની મૅચ શરૂ થાય તે પૂર્વે કઈ ટીમ બૅટિંગ કે ફિલ્ડિંગ કરશે તે અંગેની પસંદગી માટે ઉછાળવામાં આવતો સિક્કો. 1774 પહેલાં ટૉસ જીતનારા સુકાનીને બૅટિંગ કે ફિલ્ડિંગની પસંદગી ઉપરાંત પીચની પસંદગીનો અધિકાર આપવામાં આવતો હતો. 1774 પછી મૅચ રમતા બંને દેશો કોઈ ત્રીજા દેશમાં રમતા હોય ત્યારે જ ટૉસ ઉછાળવામાં આવતો. બૅટિંગ કે ફિલ્ડિંગની પસંદગી અને પીચની પસંદગી એ મહેમાન ટીમનો અધિકાર ગણાતો. ઓગણીસમી સદીના પ્રારંભથી ક્રિકેટ મૅચમાં ટૉસ દાવની પસંદગી માટે ઉછાળવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ