Sanskrit literature
જ્યૉર્જ, કાર્ડોના
જ્યૉર્જ, કાર્ડોના : ભાષાશાસ્ત્રી. ન્યૂયૉર્કમાં જન્મ. યેલ યુનિવર્સિટીમાંથી ઇન્ડો-યુરોપિયન ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને તરત જ (1960) પૅન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. પં. જગન્નાથ શ્રીધર પદે શાસ્ત્રી (વડોદરા) પાસે ‘વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી’નો અભ્યાસ કરી (વારાણસી પાસે) છાતામાં પં. રઘુનાથ શર્મા પાસે 10 વર્ષ સુધી ‘મહાભાષ્ય’નો અભ્યાસ કર્યો. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય…
વધુ વાંચો >ઝા, ઉમાનાથ
ઝા, ઉમાનાથ (જ. 1923, મધુબની, બિહાર; અ. 2009) : મૈથિલી સાહિત્યકાર. સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મેલા આ મૈથિલી સર્જકની કૃતિ ‘અતીત’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દરભંગા તથા પટણામાં અભ્યાસ કર્યો હતો અને પટણા યુનિવર્સિટીમાંથી 1944માં અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે બિહારની વિવિધ યુનિવર્સિટીઓમાં રીડર…
વધુ વાંચો >ઠક્કુર, ગોવિંદ
ઠક્કુર, ગોવિંદ (આશરે સોળમી સદીનો મધ્યભાગ) : ‘કાવ્યપ્રદીપ’ નામના કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથના લેખક. મિથિલાના વતની રવિકર ઠક્કુરના વંશમાં જન્મેલા. માતાનું નામ સોનોદેવી. તેમના નાના ભાઈનું નામ હર્ષ ઠક્કુર હતું. પોતાના ઓરમાન ભાઈ રુચિકર ઠક્કુર પાસેથી કાવ્યસાહિત્યનું શિક્ષણ તેમણે મેળવેલું એમ તેઓ પોતે નોંધે છે. તેમની જેમ નાના ભાઈ હર્ષ…
વધુ વાંચો >ઠાકર, વિનાયક જે.
ઠાકર, વિનાયક જે. (જ. 23 ડિસેમ્બર 1920, જોડિયા, જિ. જામનગર) : ભારતના આયુર્વેદક્ષેત્રના એક પ્રસિદ્ધ ગુજરાતી વિદ્વાન. તેઓ વેદ, વ્યાકરણ, સંસ્કૃત. સાહિત્ય અને આયુર્વેદના સમર્થ પંડિત તથા ચિંતક છે. તેમણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ આ મુજબ છે : વ્યાકરણ મધ્યમાના સાહિત્યશાસ્ત્રી. કાવ્યતીર્થ એ.એમ.એસ. ડી.લિટ.(આયુ.), એફ.એન.એ.આઇ.એમ. (ઑનર્સ) (વારાણસી), એફ.આર.એ.વી.એમ. (નવી દિલ્હી), ચરકસંહિતાના…
વધુ વાંચો >તરુણવાચસ્પતિ
તરુણવાચસ્પતિ : દંડીના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘કાવ્યાદર્શ’ પર ટીકા લખનાર. ‘કાવ્યાદર્શ’ પરની તેમની ‘કાવ્યાદર્શટીકા’ ઘણી પ્રાચીન લાગે છે; છતાં તે એટલી બધી પ્રાચીન નથી. તરુણવાચસ્પતિ પોતાની ટીકામાં ‘શૃંગારપ્રકાશ’ના લેખક ભોજ અને ‘દશરૂપક’ના લેખક ધનંજયનો મત ઉદ્ધૃત કરે છે તેથી તરુણવાચસ્પતિ અગિયારમી સદી પછી અર્થાત્ બારમી સદીમાં થઈ ગયા. એમનો આ સમય…
વધુ વાંચો >તંત્રશાસ્ત્ર
તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…
વધુ વાંચો >તાણ્ડ્ય બ્રાહ્મણ
તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…
વધુ વાંચો >તારાયણ
તારાયણ (નવમી સદી) (સં. तारागण) : જૈન આચાર્ય બપ્પભટ્ટી (800-895)નો પ્રાકૃત ભાષાનો ગાથાસંગ્રહ. તે પ્રાકૃત મુક્તક–કવિત–પરંપરાનો નમૂનારૂપ આદર્શ ગાથાસંગ્રહ છે. તેનાં સુભાષિતોમાં વ્યક્ત થતી કવિત્વની ગુણવત્તા તેમને જૈન પરંપરાના ઉત્કૃષ્ટ કોટિના પ્રાકૃત કવિ તરીકે સ્થાપે છે. મોઢગચ્છના આચાર્ય સિદ્ધસૂરિએ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા જોઈ તેમને જૈનશાસ્ત્રો શીખવ્યાં અને તેમને સિદ્ધ સારસ્વત…
વધુ વાંચો >તિલકમંજરી
તિલકમંજરી : સંસ્કૃત મહાકવિ ધનપાલ(975થી 1035)ની ગદ્યકથા. ધારાના સમ્રાટ પરમાર વંશના ભોજદેવ(990થી 1055)ના સભાકવિપદે રહીને અન્ય કાવ્યકૃતિઓની પણ રચના કરી છે. પ્રાસ્તાવિક શ્લોકોમાં વ્યાસ–વાલ્મીકિથી આરંભીને પોતાના સમય સુધીના પૂર્વ કવિઓનાં કાવ્યોનું આલોચનાત્મક સ્મરણ કરીને કવિએ કથાનો આરંભ કર્યો છે. ‘તિલકમંજરી’માં બે કથાનકોની કલાત્મક ગૂંથણી છે. મુખ્ય કથાનકનો નાયક છે અયોધ્યાનો…
વધુ વાંચો >તીર્થ
તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…
વધુ વાંચો >