Religious mythology
પંચસખા-સંપ્રદાય
પંચસખા–સંપ્રદાય : ઓરિસામાં સ્થપાયેલો ભક્તિમાર્ગી પંથ. સોળમી સદીની શરૂઆતમાં ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીમાં થોડાં વર્ષો નિવાસ કર્યો હોવાથી ત્યાં ચૈતન્ય મત ફેલાવા લાગ્યો. ચૈતન્યના પ્રભાવથી ત્યાંના રાજા રુદ્રપ્રતાપદેવે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો. એના દરબારના પાંચ કવિઓ બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુતાનંદ ચૈતન્યના પ્રભાવથી વૈષ્ણવ થયા હતા. તેઓ પંચસખાને નામે પ્રસિદ્ધ…
વધુ વાંચો >પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)
પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે.…
વધુ વાંચો >પંચાયતન (2)
પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને…
વધુ વાંચો >પંચાંગ
પંચાંગ : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગોની આખા વરસની માહિતી આપતું પોથીબધ્ધ લખાણ. વૈદિક શ્રૌતસૂત્રોમાં કહેલા યજ્ઞયાગો, ગૃહ્યસૂત્રોમાં કહેલા લગ્ન વગેરે ગૃહ્ય-સંસ્કારો તથા સ્મૃતિઓમાં કહેલાં ધાર્મિક અને સામાજિક પર્વો શુભ સમયે કરવાથી તેનું શુભ ફળ મળે છે, તેથી કયો સમય શુભ છે અને…
વધુ વાંચો >પંડ્યા, ધાર્મિકલાલ
પંડ્યા, ધાર્મિકલાલ (જ. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રી ચુનીલાલનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં…
વધુ વાંચો >પાતાલ
પાતાલ : હિન્દુ પુરાણોની માન્યતા પ્રમાણે પૃથ્વીની નીચે આવેલો પ્રદેશ. સકળ બ્રહ્માંડમાં ચૌદ લોક છે તેમાંથી પૃથ્વીલોકની નીચે આવેલા સાત લોકોને પાતાલ કહે છે અથવા સૌથી નીચે આવેલા સાતમા લોકને પણ પાતાલ કહે છે. આ સાતેય લોકોનાં નામ વિષ્ણુપુરાણ મુજબ : (1) અતલ, (2) વિતલ, (3) સુતલ, (4) તલાતલ, (5)…
વધુ વાંચો >પાતાલયક્ષ (મૂર્તિવિધાન)
પાતાલયક્ષ (મૂર્તિવિધાન) : 14મા તીર્થંકર અનંતનાથના યક્ષ. શ્વેતાંબર અને દિગંબર પરંપરા પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હોય છે. તેનો વર્ણ રાતો હોય છે અને તે મગરનું વાહન ધરાવે છે. દિગંબર પરંપરામાં તેમના હાથમાં અંકુશ, ભાલો, ધનુષ્ય અને પાશ, હળ તેમજ ફળ હોય છે. તેના મસ્તક પર નાગની…
વધુ વાંચો >પાદલિપ્તસૂરિ
પાદલિપ્તસૂરિ (આશરે ઈસવી સનની બીજી સદી) : તરંગવતીની જૈન કથાના લેખક તથા આકાશગમનની સિદ્ધિ ધરાવનાર જૈન સાધુ. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતા ફૂલ્લશ્રેષ્ઠી અને માતા પ્રતિમાબહેન હતાં. તેમનો જન્મ વૈરાટ્યા દેવીની કૃપાથી થયો હતો. તેમનું નામ નરેન્દ્ર હતું, પણ ઔષધિઓનો પગે લેપ લગાડીને આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી…
વધુ વાંચો >પાનબાઈ
પાનબાઈ : જુઓ ભગત કહળસંગ
વધુ વાંચો >પાપ
પાપ : હિન્દુ માન્યતા મુજબ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડવામાં આવેલું, આ લોક અને પરલોકમાં અશુભ ફળ આપે અને મનુષ્યનું અધ:પતન કરે એવું આચરણ. પાપકર્મ કરવાથી પછીનો જન્મ ખરાબ મળે છે અને દુ:ખ ભોગવવું પડે છે તેવું માનવામાં આવે છે. મનુષ્યનું પતન કરનારા કર્મને ‘પાતક’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે, પરંતુ…
વધુ વાંચો >