Political science

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, અલ્લાહાબાદ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) બી. કે.

નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, અલ્લાહાબાદ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ અલ્લાહાબાદ ખાતે થયું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ બેલિઓલ કૉલેજ(ઑક્સફર્ડ)માંથી પણ…

વધુ વાંચો >

નંદા, ગુલઝારીલાલ

નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા.…

વધુ વાંચો >

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નાકાસોને, યાશુહિરો

નાકાસોને, યાશુહિરો (જ. 27 મે 1918, તાકાસાકી, જાપાન; 29 નવેમ્બર 2019, ટોકિયો, જાપાન) : જાપાની રાજકીય નેતા, મુત્સદ્દી અને વડાપ્રધાન (1982). ધનિક વ્યાપારીના પુત્ર નાકાસોનેએ ટોકિયો યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં સ્નાતકપદ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ તરીકે જાપાની નૌકાદળમાં સેવાઓ આપી. હિરોશીમા પર ઝીંકવામાં આવેલ અણુબૉમ્બના તેઓ દૂરના સાક્ષી રહ્યા. 1947માં…

વધુ વાંચો >

નાગરિક અધિકારો

નાગરિક અધિકારો : નાગરિકને તેના સર્વાંગી વિકાસ માટે સભ્ય સમાજ દ્વારા અપાતું વૈચારિક સાધન. નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્ય તરીકે પ્રાપ્ત થયેલો અધિકાર છે. સમાજના અન્ય ઘટકો સાથે ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તેમજ પ્રત્યેક નાગરિકને વ્યક્તિત્વના પૂર્ણ વિકાસની તક આપવી તે નાગરિક જીવનની પાયાની જરૂરિયાત છે. તે આ અધિકારો દ્વારા…

વધુ વાંચો >

નાગરિકશાસ્ત્ર

નાગરિકશાસ્ત્ર : નગર અને તેના રહેવાસીઓ અંગે વિચારણા કરતું શાસ્ત્ર. એક શાસ્ત્ર તરીકે નાગરિકશાસ્ત્રની પ્રચલિતતા હવે સીમિત બની ગઈ છે છતાં અમુક અંશે તેનું મહત્ત્વ નકારી શકાય નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાનાં નગરો માટે વપરાતો અંગ્રેજી શબ્દ હતો ‘polis’ જેમાંથી ‘politics’  રાજ્યશાસ્ત્ર  શબ્દની વ્યુત્પત્તિ થઈ. આવી જ બીજી પ્રાચીન પ્રજા રોમની,…

વધુ વાંચો >

નાઝીવાદ

નાઝીવાદ : વીસમી સદીના ત્રીજા દશકમાં જર્મનીમાં પ્રબળ બનેલી તથા એડૉલ્ફ હિટલરની માન્યતાઓ અને નીતિઓ દ્વારા ઘડાયેલી રાજકીય વિચારધારા. વૈચારિક ભૂમિકા અને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ હિટલરના કાર્યકાળ (1933–45) દરમિયાન જર્મનીમાં નાઝીવાદના નામે અને બેનિટો મુસોલિનીના કાર્યકાળ (1922–45) દરમિયાન ઇટાલીમાં ફાસીવાદના નામે પ્રસરેલી રાજકીય ચળવળમાં ઘણું સામ્ય જોવા મળે છે. નાઝીવાદી ચિંતનના…

વધુ વાંચો >

નાટો

નાટો (North Atlantic Treaty Organization – NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન…

વધુ વાંચો >

નાણાપંચ

નાણાપંચ : જુઓ, કેન્દ્ર (સંઘ) રાજ્ય સંબંધો

વધુ વાંચો >