Political science
નાગરિક અધિકારો
નાગરિક અધિકારો : નાગરિકને તેના સર્વાંગી વિકાસ માટે સભ્ય સમાજ દ્વારા અપાતું વૈચારિક સાધન. નાગરિકત્વ સમાજ અને રાજ્યના સભ્ય તરીકે પ્રાપ્ત થયેલો અધિકાર છે. સમાજના અન્ય ઘટકો સાથે ઘર્ષણ નિવારી સંવાદ સાધવો તેમજ પ્રત્યેક નાગરિકને વ્યક્તિત્વના પૂર્ણ વિકાસની તક આપવી તે નાગરિક જીવનની પાયાની જરૂરિયાત છે. તે આ અધિકારો દ્વારા…
વધુ વાંચો >નાગરિકશાસ્ત્ર
નાગરિકશાસ્ત્ર : નગર અને તેના રહેવાસીઓ અંગે વિચારણા કરતું શાસ્ત્ર. એક શાસ્ત્ર તરીકે નાગરિકશાસ્ત્રની પ્રચલિતતા હવે સીમિત બની ગઈ છે છતાં અમુક અંશે તેનું મહત્ત્વ નકારી શકાય નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાનાં નગરો માટે વપરાતો અંગ્રેજી શબ્દ હતો ‘polis’ જેમાંથી ‘politics’ રાજ્યશાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ થઈ. આવી જ બીજી પ્રાચીન પ્રજા રોમની,…
વધુ વાંચો >નાઝીવાદ
નાઝીવાદ : વીસમી સદીના ત્રીજા દશકમાં જર્મનીમાં પ્રબળ બનેલી તથા એડૉલ્ફ હિટલરની માન્યતાઓ અને નીતિઓ દ્વારા ઘડાયેલી રાજકીય વિચારધારા. વૈચારિક ભૂમિકા અને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ હિટલરના કાર્યકાળ (1933–45) દરમિયાન જર્મનીમાં નાઝીવાદના નામે અને બેનિટો મુસોલિનીના કાર્યકાળ (1922–45) દરમિયાન ઇટાલીમાં ફાસીવાદના નામે પ્રસરેલી રાજકીય ચળવળમાં ઘણું સામ્ય જોવા મળે છે. નાઝીવાદી ચિંતનના…
વધુ વાંચો >નાટો
નાટો (North Atlantic Treaty Organization – NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન…
વધુ વાંચો >નાણાપંચ
નાણાપંચ : જુઓ, કેન્દ્ર (સંઘ) રાજ્ય સંબંધો
વધુ વાંચો >નાયકર, રામસ્વામી
નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં…
વધુ વાંચો >નાયડુ, સરોજિની
નાયડુ, સરોજિની (જ. 13 ફેબ્રુઆરી 1879, હૈદરાબાદ; અ. 2 માર્ચ 1949, લખનૌ) : અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ. વૈજ્ઞાનિક અને કેળવણીકાર અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના બ્રાહ્મણ કુટુંબમાં સરોજિની જન્મ્યાં હતાં. માતા વરદાસુંદરી કવયિત્રી હતાં. પિતાએ સંતાનોને હિંદુ કે બ્રાહ્મણ તરીકે નહિ, પરંતુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત…
વધુ વાંચો >નારાયણન્ કે. આર. (કોચેરિલ રમણ)
નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 1992-97 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ અંગ્રેજી વિષય સાથે…
વધુ વાંચો >નાસર, જમાલ અબ્દેલ
નાસર, જમાલ અબ્દેલ (જ. 15 જાન્યુઆરી 1918, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 28 સપ્ટેમ્બર 1970, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્શિયન મુત્સદ્દી, ઇજિપ્શિયન રાષ્ટ્રવાદના અગ્રણી અને આરબ રાષ્ટ્રવાદના સૌથી વધુ પ્રભાવક સમર્થક. ફેલાહીન (ખેડૂતો) સાથેના સંબંધને ઉપસાવવા માટે સરકારી પ્રકાશનોમાં નાસરનો જન્મ બેની મૂર ખાતે થયો હતો તેમ દર્શાવવામાં આવતું રહ્યું. બેની મૂર નાસરના વડવાઓનું…
વધુ વાંચો >નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ.
નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ. (જ. 14 જૂન 1909; અ. 19 માર્ચ 1998, થિરુઅનંતપુરમ્) : ભારતના અગ્રણી માર્કસવાદી ચિંતક, માર્કસવાદી સામ્યવાદી પક્ષના ટોચના નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. કેરળના પાલઘાટ જિલ્લાના એક ગામડામાં રૂઢિચુસ્ત મલયાળી કુટુંબમાં જન્મેલા ‘ઇ. એમ. એસ.’ના પિતા પરમેશ્વરનનું નાનપણમાં અવસાન થતાં માતા વિષ્ણુદત્તાની દેખરેખ હેઠળ તેમનો ઉછેર…
વધુ વાંચો >