Kannad literature

વેંકટાચલ શાસ્ત્રી, ટી. વી.

વેંકટાચલ શાસ્ત્રી, ટી. વી. (જ. 26 ઑગસ્ટ 1933, કનકપુર, જિ. બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ પંડિત અને સંશોધક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. કેટલોક વખત ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. ત્યારબાદ મૈસૂર યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા અને ત્યાંથી પછી સેવાનિવૃત્ત થયા. તેમણે 1991-93 દરમિયાન મૈસૂર યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…

વધુ વાંચો >

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી)

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી) (જ. 12 ફેબ્રુઆરી 1945, કુન્દાપુર, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ કવયિત્રી. તેમણે બી.કૉમ.ની પદવી મેળવ્યા પછી લેખનકાર્ય કર્યું. તેમણે કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે : ‘અંતરંગદા પુટગલુ’ (1984), ‘ગોલા’ (1986) અને ‘સમાજ શાસ્ત્રજ્ઞેય ટિપ્પણીગે’ (1991) તેમના વાર્તાસંગ્રહો છે. ‘બિંદુ બિંદીગે’ (1990) કાવ્યસંગ્રહ અને ‘અસ્પૃશ્યરુ’…

વધુ વાંચો >

વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ

વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ (જ. 7 ઑગસ્ટ 1924, મરેવાડ, જિ. ધારવાડ, કર્ણાટક) : કન્નડ અને અંગ્રેજી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1947માં એલએલ.બી. અને 1948માં એમ.એ.ની પદવી મેળવી. તેઓ 1957-76 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર; 1976-77માં કર્ણાટક યુનિવર્સિટીમાં શૈક્ષણિક સલાહકાર; 1977-78માં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સેન્ટર, નંધાલ્લીના નિયામક; 1978-81 કર્ણાટક યુનિવર્સિટીમાં ઉપકુલપતિ અને ઇન્ડિયન પેન(PEN)ના…

વધુ વાંચો >

શંકર ભટ, કડેન્ગોદલુ

શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…

વધુ વાંચો >

શાદક્ષરદેવ

શાદક્ષરદેવ (17મી સદી) : વીરશૈવ ધર્મના કન્નડ પંડિત અને પ્રતિભાશાળી કવિ. તેમના જન્મ કે મૃત્યુ વિશે કોઈ વિગત ઉપલબ્ધ નથી. મૈસૂરના સુવિખ્યાત રાજા ચિક્કદેવરાયના રાજ્ય દરમિયાન ચમ્પૂસ્વરૂપને પુનર્જીવન આપવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમને યુવાનવયે મહંતપદ મળ્યું અને તેઓ થાલંદુરુ મઠના વડા બન્યા હતા. તેમણે કન્નડ અને સંસ્કૃત ગ્રંથો…

વધુ વાંચો >

શામ રાવ, ટી. એસ.

શામ રાવ, ટી. એસ. (જ. 1906; અ. ?) : કન્નડ પંડિત અને ગદ્યલેખક. તેમણે બી.એ. (ઑનર્સ) કર્યા પછી મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી અને ત્યાંના કન્નડ વિભાગમાં જોડાયા. થોડો વખત ગ્રંથપાલ તરીકે કામગીરી કર્યા બાદ પ્રસંગ(પ્રકાશન વિભાગ)ના મદદનીશ નિયામક બન્યા અને 1961માં સેવાનિવૃત્ત થયા. તેઓ જૂની અને મધ્ય કન્નડના પ્રખર…

વધુ વાંચો >

શારદાપ્રસાદ, એચ. વાય.

શારદાપ્રસાદ, એચ. વાય. (જ. 15 એપ્રિલ 1924, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ તથા ભારતીય અંગ્રેજી લેખક અને અનુવાદક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ફેલોશિપ મેળવી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્યમાં પરોવાયા. તેઓ 1966-78 અને 1980-88 સુધી વડાપ્રધાનના માહિતી-સલાહકાર, 1978-80 સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશનના…

વધુ વાંચો >

શિવપ્રકાશ, એચ. એસ.

શિવપ્રકાશ, એચ. એસ. (જ. 15 જૂન 1954, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1976) અને પીએચ.ડી.(1998)ની ડિગ્રી મેળવી. બૅંગલોરની મહારાણી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. હાલ (2002માં) કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી મુખપત્ર ‘ઇન્ડિયન લિટરેચર’ના તંત્રી. તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ,…

વધુ વાંચો >

શિવરામ, એમ.

શિવરામ, એમ. (જ. 1905, બૅંગલોર; અ. 1984) : કન્નડ વાર્તાકાર, નવલકથાકાર અને હાસ્યરસજ્ઞ. તેમને તેમની વિજ્ઞાન અને મનોવિજ્ઞાન-વિષયક કૃતિ ‘મનમંથન’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૈસૂર યુનિવર્સિટીની યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાંથી મેડિસિન અને સર્જરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટરના વ્યવસાયમાં એક નિષ્ણાત ડૉક્ટર…

વધુ વાંચો >

શિવરુદ્રપ્પા, જી. એસ.

શિવરુદ્રપ્પા, જી. એસ. (જ. 7 ફેબ્રુઆરી 1926, શિકારીપુરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. (1953) તથા પીએચ.ડી.(1960)ની ડિગ્રી મેળવી. નિવૃત્ત પ્રાધ્યાપક અને નિયામક, સેન્ટર ઑવ્ કન્નડ સ્ટડિઝ, બૅંગલોર યુનિવર્સિટી. 2002થી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં રોકાયેલા રહ્યા છે. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રમુખ, કર્ણાટક સાહિત્ય અકાદમી (1987-90);…

વધુ વાંચો >