Kannad literature

સુજના (એસ. નારાયણ શેટ્ટી)

સુજના (એસ. નારાયણ શેટ્ટી) (જ. 1930, હોસહોળલુ, જિ. માંડ્યા, કર્ણાટક) : કન્નડ લેખક. તેમને તેમની કૃતિ ‘યુગસંધ્યા’ બદલ 2002નો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1954માં મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. કન્નડ ઉપરાંત તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1954માં તેમણે કન્નડમાં પ્રાધ્યાપક રૂપે…

વધુ વાંચો >

સુબ્બણ્ણ કે. વી.

સુબ્બણ્ણ, કે. વી. (જ. 1932, સાગરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના વિવેચક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘કવિરાજમાર્ગ મત્તુ કન્નડ જગત્તુ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડ ભાષા અને સાહિત્યમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સંસ્કૃત તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવે…

વધુ વાંચો >

સુબ્બારાવ ટી. આર.

સુબ્બારાવ, ટી. આર. (જ. 1920, માલેબેન્નરુ, જિ. ચિત્રદુર્ગ, કર્ણાટક; અ. 1984) : કન્નડના તા. રા. સુ. નામથી જાણીતા અત્યંત લોકપ્રિય લેખક. તેમને તેમની ઐતિહાસિક નવલકથા ‘દુર્ગાસ્તમાન’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું પૂરું નામ તાલુકુ રામસ્વામચ્યા સુબ્બારાવ હતું. તેમણે ચિત્રદુર્ગમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમનું લેખનકાર્ય વિપુલ…

વધુ વાંચો >

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…

વધુ વાંચો >

સ્વામી એચ. તિપ્પેરુદ્ર

સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો…

વધુ વાંચો >

સ્વામી બી. જી. એલ.

સ્વામી, બી. જી. એલ. (જ. 1918, બૅંગાલુરુ, મૈસૂર; અ. ? 1981) : કન્નડ લેખક. તેમને તેમના ગ્રંથ ‘હન્સુરુ હોન્નુ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ કન્નડ સાહિત્યના અગ્રણી ડી. વી. ગુંડપ્પાના પુત્ર છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી 1944માં વનસ્પતિશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1978માં તેઓ ચેન્નાઈની પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

હયવદન (1971)

હયવદન (1971) : મૂળ કન્નડ ભાષામાં લખાયેલું જાણીતું નાટક. તે સુપ્રસિદ્ધ નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા ગિરીશ રઘુનાથ કર્નાડ(જ. 3 મે 1938)ની પ્રખ્યાત નાટ્યકૃતિ છે. 1975માં તેમણે પોતે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. આજે ભારતની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ ઉપલબ્ધ છે અને તેના સંખ્યાબંધ સફળ નાટ્યપ્રયોગો થયા છે. જર્મન વાર્તાકાર…

વધુ વાંચો >

હરિહરન

હરિહરન (જ. 3 એપ્રિલ 1955, પથન થેરુવુ, જિલ્લો તિરુવનંતપુરમ્, કેરળ) : ચલચિત્ર જગતના જાણીતા પાર્શ્વગાયક, અગ્રેસર ગઝલ-ગાયક તથા ભારતીય ફ્યૂઝન સંગીતના સર્જકોમાંના એક અગ્રણી સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત તમિળ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. કર્ણાટકી સંગીતની ગાયિકા અલામેલુ તથા અનંત સુબ્રમણ્યમ ઐયરનાં સંતાન. માતાપિતા પાસેથી સંગીતના…

વધુ વાંચો >

હસુરુ હોન્નુ (1978)

હસુરુ હોન્નુ (1978) : કન્નડ કવિ. બી. જી. એલ. સ્વામી-રચિત કૃતિ. આ કૃતિને 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. કૃતિના શીર્ષકનો અર્થ થાય છે ‘લીલું સોનું’. તેમાંથી ફલિત થાય છે કે તેઓ વનસ્પતિસૃષ્ટિને અપાર પ્રેમ કરે છે. તેઓ કેટલાક છોડવાનો, વનસ્પતિજગતનો વાચકને પરિચય કરાવવા માંગે છે. આ પુસ્તકનાં…

વધુ વાંચો >

હસ્તપ્રતવિદ્યા

હસ્તપ્રતવિદ્યા : હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનને અનુલક્ષતી શાસ્ત્રીય જ્ઞાનપરંપરા. જુદી જુદી લિપિઓમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો, શિલાલેખો, દાનપત્રો, મુદ્રાઓ વગેરે પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ વિશેની માહિતી માટેના મૂળ સ્રોતો મનાયા છે. આ બાબતમાં પહેલ કરી છે પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ. ઈ. સ. 1894માં તેમનો 84 પટ્ટો(plates)વાળો હિન્દી ગ્રંથ ‘ભારતીય પ્રાચીન લિપિમાલા’ પ્રકટ થયો. તેની ત્રીજી…

વધુ વાંચો >