Kannad literature

વિજયા

વિજયા (જ. 1942, દેવનગર, કર્ણાટક) : કન્નડ નાટ્યકાર, પત્રકાર અને વિવેચક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની પદવી મેળવી (1982). હાલ તેઓ કન્નડ દૈનિકોના ઉદયવાણી જૂથના મદદનીશ સંપાદક તરીકે કાર્યરત છે. વળી તેઓ કર્ણાટક ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ છે. વિજયાએ ખાસ કરીને ભારતીય સમાજમાં સ્ત્રીઓની દુર્દશા પ્રત્યેની તેમની ચિંતા વ્યક્ત કરતો…

વધુ વાંચો >

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી)

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી) (જ. 14 ઑક્ટોબર 1952, યેલન્દુર, જિ. મૈસૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને લેખિકા. તેઓ ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. તેમણે અત્યાર સુધીમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અંતરંગદા મૃદંગ’ (1989); ‘ઓલારાગ’ (1991); ‘બડુકિના બન્નાગલુ’ (1993); ‘શિશુગણ’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘બંડનાડ…

વધુ વાંચો >

વિજયા સુબ્બારાજ (શ્રીમતી)

વિજયા સુબ્બારાજ (શ્રીમતી) (જ. 20 એપ્રિલ 1947, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કન્નડમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી અંગ્રેજીમાં એમ.એ., એલએલ.બી. અને ફ્રેંચમાં ડિપ્લોમા અને ‘સાહિત્યરત્ન’(પ્રયાગ)ની પદવી પ્રાપ્ત કરી. પછી બૅંગલોરની કૉલેજ ઑવ્ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાં કન્નડનાં પ્રાધ્યાપિકા રહ્યાં. ‘કન્નડ નુડી નાયક’ સાહિત્યિક સામયિકનાં સંપાદિકા તથા કર્ણાટક…

વધુ વાંચો >

વીણા શાન્તેશ્વર

વીણા શાન્તેશ્વર (જ. 22 ફેબ્રુઆરી 1945, ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. વળી હૈદરાબાદની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅંગ્વેજિઝમાંથી અંગ્રેજી સાહિત્યમાં પી.જી. ડિપ્લોમા અને એમ.લિટ.ની પદવી પ્રાપ્ત કર્યાં. તેઓ ધારવાડની કર્ણાટક આટર્સ કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ હતાં. તેઓ 1992-95…

વધુ વાંચો >

વીરપ્પા મોઈલી, એમ.

વીરપ્પા મોઈલી, એમ. (જ. 12 જાન્યુઆરી 1940, મારપદી, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી બી. એ. અને બૅંગાલુરુ યુનિવર્સિટીમાંથી બી. એલ., ઍડવોકેટ તથા કર્ણાટક વિધાનસભાના સભ્ય અને સક્રિય રાજકારણી તરીકેની કારકિર્દી. અનેક સત્ર સુધી વિધાનસભાના સભ્ય રહ્યા. લઘુઉદ્યોગોના મંત્રી (1974-78); પ્રવાસન, આયોજન તથા સહકારના મંત્રી (1980-83); શિક્ષણમંત્રી,…

વધુ વાંચો >

વીરભદ્રપ્પા, કંવર

વીરભદ્રપ્પા, કંવર (જ. 1 ઑક્ટોબર 1953, કોટ્ટુર, જિ. બેલ્લારી, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર તથા વાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. કર્નૂલમાં ગૂલ્યાન ખાતે જિલ્લા પ્રજા પરિષદ હાઈસ્કૂલમાં અધ્યાપન. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની જાણીતી નવલકથાઓમાં ‘કપ્પુ’ (1981); ‘બેલી મટ્ટુ હોબા’ (1982); ‘કેન્ડડ માલે’ (1988)…

વધુ વાંચો >

વેણુગોપાલ રાવ, એ. એસ.

વેણુગોપાલ રાવ, એ. એસ. (જ. 26 નવેમ્બર 1934, શિમોગા, કર્ણાટક) : કન્નડ લેખક અને અનુવાદક. તેમણે કન્નડમાં બી.કોમ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય સાથે લેખનકાર્ય પણ કર્યું. તેઓ કન્નડના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં કન્નડમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય અને નોંધપાત્ર ગ્રંથોમાં ‘નાટકવન્તે નાટક’(1988,…

વધુ વાંચો >

વેંકટરામન આચાર્ય, પડિગરુ

વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…

વધુ વાંચો >

વેંકટરામૈયા, સી. કે.

વેંકટરામૈયા, સી. કે. (જ. 1896; અ. 1973) : કન્નડ વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને નાટ્યકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી, પછી મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. ત્યારબાદ મૈસૂર સરકારમાં અનુવાદક તરીકે જોડાયા અને વખત જતાં નિર્દેશકપદે રહ્યા. તેમણે મોટેભાગે પારિવારિક જીવનને કેન્દ્રમાં રાખીને મસ્તી-પરંપરામાં વાર્તાઓ રચી છે,…

વધુ વાંચો >

વેંકટસુબ્બૈયા, ગંજમ (જીવી)

વેંકટસુબ્બૈયા, ગંજમ (જીવી) (જ. 23 ઑગસ્ટ 1913, કૈગોનાહલ્લી, માંડ્ય, કર્ણાટક) : કન્નડ પંડિત અને કોશકાર. તેમણે બૅંગાલુરુની વિજયા કૉલેજના પ્રિન્સિપાલપદેથી સેવાનિવૃત્ત થયા પછી લેખનપ્રવૃત્તિ શરૂ કરી. તેઓ 196469 સુધી કન્નડ સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. વળી કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય, મૈસૂર અને બૅંગાલુરુ યુનિવર્સિટીના સભ્ય, સેનેટર તથા લેક્સિકોગ્રાફર્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના…

વધુ વાંચો >