Indian culture
વાડી પાર્શ્ર્વનાથ મંદિર
વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…
વધુ વાંચો >વાત્સ્યાયન
વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં…
વધુ વાંચો >વામન અવતાર
વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે. વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718) ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને…
વધુ વાંચો >વાલ્મીકિ
વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…
વધુ વાંચો >વાવ
વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં…
વધુ વાંચો >વાસ્તુશાસ્ત્ર (ભારતીય)
વાસ્તુશાસ્ત્ર (ભારતીય) : ભવનનિર્માણકલાનું પ્રતિપાદક સ્થાપત્યશાસ્ત્ર. ‘વાસ્તુ’ શબ્દના મૂળમાં ‘वस्’ ધાતુ છે; જેનો અર્થ થાય છે ‘કોઈ એક સ્થાને નિવાસ કરવો.’ ‘વાસ્તુ’નો અર્થ થાય છે ‘જેમાં મનુષ્ય અથવા દેવતા નિવાસ કરે છે તે ભવન’. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં વાસ્તુકલાની આશ્રિત કલાઓના રૂપમાં મૂર્તિકલા અને ચિત્રકલાના ઉલ્લેખો પણ મળે છે. વાસ્તવમાં વાસ્તુકલા અને…
વધુ વાંચો >વિઠોબા (વિઠ્ઠલ)
વિઠોબા (વિઠ્ઠલ) : વિઠોબા, વિઠ્ઠલ કે પાંડુરંગ તરીકે મહારાષ્ટ્રમાં વ્યાપક રીતે પૂજાતા દેવ. એ વિષ્ણુનું એક સ્વરૂપ છે. સંસ્કૃત ‘વિષ્ણુ’ શબ્દનું કન્નડમાં ‘વિઠ્ઠું’ રૂપાંતર થયું અને એમાંથી વિઠ્ઠલ થયું હોવાની માન્યતા છે. કન્નડ ભાષામાં સામાન્ય રીતે રાજાઓ, રાજવંશો, વ્યક્તિઓ અને સ્થળનાં નામોની પાછળ ‘લ’ મૂકવાની પ્રથા છે. મરાઠીમાં ‘વિઠ્ઠલ’ કે…
વધુ વાંચો >વિઠ્ઠલનાથ ગુસાંઈજી
વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…
વધુ વાંચો >વિદ્યાપતિ
વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…
વધુ વાંચો >વિદ્યારણ્ય
વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે…
વધુ વાંચો >