History of India
દિવાકર (ઐક્ષ્વાકુ)
દિવાકર (ઐક્ષ્વાકુ) : મનુ વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યામાં પ્રવર્તાવેલો રાજવંશ. આ વંશમાં કકુત્સ્થ, માન્ધાતા, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, દિલીપ, રઘુ, દશરથ અને રામ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. પાંડવો અને શ્રીકૃષ્ણના સમયમાં આ વંશમાં બૃહદબલ નામે રાજા થયા, જે ભારતયુદ્ધમાં મરાયા હતા. બૃહદબલ પછી આ વંશમાં બૃહત્ક્ષય, ઉરુક્ષય, વત્સવ્યૂહ અને પ્રતિવ્યોમ…
વધુ વાંચો >દિવાકર, રંગા રાવ
દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…
વધુ વાંચો >દિવાકરસેન
દિવાકરસેન : દખ્ખણના વાકાટક નરેશ રુદ્રસેન બીજા(ઈ. સ. 385)નો યુવરાજ. પિતાના અવસાન સમયે તે સગીર વયનો હતો. આથી વાલી તરીકે રાજમાતા પ્રભાવતી ગુપ્તાએ સત્તા સંભાળી હતી. ઈ. સ. 400ની આસપાસ વાકાટકોની મુખ્ય શાખામાં વિંધ્યશક્તિથી પાંચમી પેઢીએ થનારા રાજા રુદ્રસેન બીજાના ત્રણ પુત્રો – દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેનમાંનો એક શ્રેષ્ઠ પુત્ર…
વધુ વાંચો >દિવોદાસ અતિથિગ્વ
દિવોદાસ અતિથિગ્વ : પૂર્વના વૈદિક સમયનો એક આગળપડતો રાજવી. એના પિતાનું નામ વધ્ય્ર (ઋ 6–61–1) હતું અને ભરતવંશમાંના તૃત્સુ કુટુંબના સુપ્રસિદ્ધ રાજવી સુદાસનો પિતામહ થતો હતો. સુદાસનો પિતા પિજવન દિવોદાસનો પુત્ર થતો હતો. દિવોદાસ તુર્વશો અને યદુઓનો વિરોધી હતો. એનો મોટો શત્રુ તો ‘દાસ’ વર્ગનો જાણીતો શંબર હતો. આ શંબર…
વધુ વાંચો >દીને ઇલાહી
દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…
વધુ વાંચો >દુબે, કુંજિલાલ
દુબે, કુંજિલાલ (જ. 18 માર્ચ 1896, આમગાંવ, નરસિંહપુર જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 2 જૂન, 1970) : મધ્યપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની, કેળવણીકાર અને વિધાનસભાના અધ્યક્ષ. બી.એ., એલએલ.બી. સુધીના અભ્યાસ બાદ જબલપુરમાં વકીલાત. શરૂમાં મદનમોહન માલવિયા તથા લાલા લજપતરાય અને તે પછી ગાંધીજીથી પ્રભાવિત. તેઓ રવિશંકર શુક્લ, ડી. પી. મિશ્ર અને શેઠ ગોવિંદદાસના સંપર્કમાં આવ્યા.…
વધુ વાંચો >દુર્ગાપુર
દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05’ ઉ. અ. અને 87° 05’ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે.…
વધુ વાંચો >દુર્ગાવતી, રાણી
દુર્ગાવતી, રાણી (જ. ?; અ. ઈ. સ. 1564) : મધ્યપ્રદેશના ગઢકટંગ(ગોંદવાણા)ના રાજા દલપત શાહની રાણી. તે મહોબાના જાણીતા ચંદેલ વંશના રાજા શાલિવાહનની રાજકુંવરી હતી. દલપત શાહના મૃત્યુ પછી, દુર્ગાવતી તેના પુત્ર વીરનારાયણની વાલી (રિજન્ટ) તરીકે રાજ્ય કરતી હતી. તે શક્તિશાળી, પરોપકારી અને હિંમતવાળી શાસક હતી. તેના શાસન દરમિયાન રાજ્યનો વિકાસ…
વધુ વાંચો >દેવગુપ્ત
દેવગુપ્ત (ઈ. સ.ની સાતમી સદી) : પૂર્વ માળવાનો રાજા. તેનું નામ ‘હર્ષચરિત’માં અને હર્ષવર્ધનના અભિલેખોમાં આવે છે. તેના આધારે તેને ગુપ્ત રાજા માનવામાં આવે છે. દેવગુપ્ત મહાસેનગુપ્તનો જ્યેષ્ઠ પુત્ર હતો. ‘હર્ષચરિત’માં જણાવ્યા મુજબ, મહાસેનગુપ્તે પૂર્વ માળવામાં ગુપ્તકુળની સ્થાપના કર્યા બાદ દેવગુપ્ત તે પ્રદેશનો શાસક બન્યો. ગૌડ(બંગાળ)ના રાજા શશાંકે માળવાના દેવગુપ્ત…
વધુ વાંચો >દેવપાલ (ગૌડનરેશ)
દેવપાલ (ગૌડનરેશ) (શાસન નવમી સદીમાં) : આ નામના ચાર રાજાઓ પૂર્વકાલીન ભારતના રાજકીય ઇતિહાસમાં થઈ ગયા : (1) પ્રતીહાર વંશનો 14મો રાજા, મહીપાલનો પુત્ર અને વિજયપાલનો ગુરુબંધુ, ઈસવી 10મી સદીનો પૂર્વાર્ધ, રાજધાની કનોજ – કાન્યકુબ્જ, (2) માળવાના પરમાર વંશનો 19મો રાજા, યશોવર્માનો પ્રપૌત્ર અને હરિશ્ચંદ્રનો પુત્ર, 10મી સદીનું ચોથું ચરણ,…
વધુ વાંચો >