History of Gujarat
નક્ષિસપુર
નક્ષિસપુર : સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યનું પાટનગર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં નવમી સદીમાં કનોજના પ્રતિહાર રાજાઓના સામંત ચાલુક્ય રાજા બલવર્મા અને અવનિવર્મા બીજો સંભવત: નક્ષિસપુરમાં રાજ્ય કરતા હતા. એ રાજાઓનાં અનુક્રમે ઈ. સ. 893 અને ઈ. સ. 900નાં મળેલાં તામ્રપત્રોમાં નક્ષિસપુર–ચોર્યાશી નામના પરગણામાં આવેલાં ‘જયપુર’ અને ‘અંવુલ્લક’ નામે ગામો કણવીરિકા નદીને કાંઠે આવેલ…
વધુ વાંચો >નખત્રાણા
નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો…
વધુ વાંચો >નગરા
નગરા : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું પ્રાચીન ગામ. સ્થાન: 22° 21´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.. તે ખંભાતથી 6.4 કિમી. દૂર આવેલું છે. એમ કહેવાય છે કે તે પ્રાચીન કાળમાં બંદર હતું અને કદાચ આ સ્થાન જ જૂનું ખંભાત હતું.…
વધુ વાંચો >નડિયાદ
નડિયાદ : ગુજરાતના ખેડા જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક અને તાલુકામથક. આ તાલુકો 22° 35´થી 22° 53´ ઉ. અ. અને 72° 46´થી 73° 10´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 662.3 ચોકિમી. છે. તાલુકામાં નડિયાદ અને વસો એ બે શહેરો અને 100 ગામડાં આવેલાં છે. આ તાલુકો ખેડા…
વધુ વાંચો >નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ
નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય…
વધુ વાંચો >નર્મદા
નર્મદા : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક. ‘નર્મ’ એટલે સુખ અથવા આનંદ અને ‘દા’ એટલે દેનારી, એ અર્થમાં ‘નર્મદા’ એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેનાં હજાર નામ મળે છે; પરંતુ તે ‘રેવા’, ‘અમરજા’, ‘રુદ્રકન્યા’, ‘મૈકલ-કન્યા’ એવાં નામોથી પણ જાણીતી છે.…
વધુ વાંચો >નલિયા
નલિયા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પશ્ચિમે આવેલા અબડાસા તાલુકાનું મુખ્ય મથક. સ્થાન 23° 20´ ઉ. અ. અને 68° 50´ પૂ. રે. કચ્છનાં મહત્ત્વનાં ગામો પૈકીનું એક છે; તે જિલ્લાનાં ગામો, તેમજ ભુજ, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે સાથે રાજ્ય-માર્ગ-પરિવહનની બસોથી જોડાયેલું છે. અહીં તાલુકા-કક્ષાની વહીવટી કચેરીઓ આવેલી છે.…
વધુ વાંચો >નવલખા મંદિર
નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72 30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી…
વધુ વાંચો >નવલખી
નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી…
વધુ વાંચો >નવસારી (જિલ્લો)
નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને…
વધુ વાંચો >