નસબનામ-એ-જાડેજા : આ ફારસી ગ્રંથ કચ્છના જાડેજા વંશના રાજવીઓનો ઈ. સ. 1819 સુધીનો ઇતિહાસ ધરાવે છે. આ ગ્રંથ ઈ. સ. 1878માં ભુજ પરગણાના વેરાગામના વતની કુંવરજી જાદવજી ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં મૌખિક લખાવ્યો હતો. આ મહત્ત્વના ઇતિહાસનો કચ્છના એ વખતના આસિસ્ટંટ રેસિડન્ટ વૉલ્ટેરના આદેશથી ફારસીમાં તરજુમો કરવામાં આવેલો. આ પુસ્તકની એકમાત્ર હસ્તપ્રત લંડનના બ્રિટિશ મ્યુઝિયમના ગ્રંથાલયમાં સુરક્ષિત છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી.

પ્રવીણચંદ્ર પરીખ