Geography
સાન જુઆન (સાન હુઆન)
સાન જુઆન (સાન હુઆન) : નદી (1) : મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆ સરોવરમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 11° 00´ ઉ. અ. અને 84° 00´ પ. રે.. તે સરોવરના અગ્નિછેડામાંથી સાન કાર્લોસ ખાતે નીકળે છે અને નિકારાગુઆકોસ્ટારિકાની સરહદ પરથી પસાર થઈને સાન જુઆન ડેલ નૉર્ટે ખાતે કૅરિબિયન સમુદ્રને મળે છે.…
વધુ વાંચો >સાન ડિયેગો
સાન ડિયેગો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું મહાનગર. ભૌગોલિક સ્થાન : 32° 42´ ઉ. અ. અને 117° 09´ પ. રે.. તે યુ.એસ.માં આવેલાં નૌકામથક તેમજ અવકાશીયાન મથકો (aerospace centres) પૈકીનું મહત્વનું સ્થળ છે. આ મહાનગર યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની સીમા પર, દેશના નૈર્ઋત્ય ખૂણે આવેલું છે. સાન ડિયેગો દુનિયાભરમાં આવેલાં…
વધુ વાંચો >સાન પેદ્રો સુલા
સાન પેદ્રો સુલા : હૉન્ડુરાસનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 27´ ઉ. અ. અને 88° 02´ પ. રે. પર કૅમેલિકૉન નદીને કાંઠે વસેલું છે. આ શહેર કેળાં અને શેરડીના ખેતી ઉદ્યોગ માટે જાણીતું છે. તે હૉન્ડુરાસના ઉત્તર અને પશ્ચિમના અંતરિયાળ ભાગોના વેપાર માટેનું મથક છે.…
વધુ વાંચો >સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું ખૂબ જ રમણીય શહેર તથા સંસ્કૃતિ, નાણા અને ઉદ્યોગોનું પ્રધાન મથક. ભૌગોલિક સ્થાન : તે 37° 46´ ઉ. અ. અને 122° 25´ પ. રે.ની આજુબાજુનો 215 ચો.કિમી. જળજથ્થા સહિતનો 334 ચો.કિમી. જેટલો શહેર વિસ્તાર 3287 ચો.કિમી. જેટલો મહાનગરીય વિસ્તાર અને 20,616 ચો.કિમી. જેટલો બૃહદ…
વધુ વાંચો >સાન ફ્રાન્સિસ્કોનો અખાત
સાન ફ્રાન્સિસ્કોનો અખાત : પૅસિફિક મહાસાગર કાંઠા પર યુ.એસ.ના પશ્ચિમ કૅલિફૉર્નિયાની ભૂમિને વીંધીને પથરાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 37° 43´ ઉ. અ. અને 122° 17´ પ. રે.. પૅસિફિક મહાસાગર સાથે ગોલ્ડન ગેટ સામુદ્રધુની દ્વારા જોડાયેલો આ અખાત વાસ્તવમાં દરિયાકાંઠાને સમાંતર એક નદીખીણનો ડૂબી ગયેલો ભાગ છે. તેની ઉપરનો ગોલ્ડન ગેટ…
વધુ વાંચો >સાન બર્નાર્ડિનો ઘાટ
સાન બર્નાર્ડિનો ઘાટ : જર્મન-ઇટાલિયન પર્વતીય ઘાટ. અગ્નિ સ્વિટ્ઝર્લૅન્ડના લેપોન્ટાઇન આલ્પ્સમાં તે 2,065 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 941 સુધી તો તેની જાણકારી ન હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે પ્રાગ્-ઐતિહાસિક કાળમાં પણ વપરાશમાં હતો. આ ઘાટ પરથી પસાર થતો માર્ગ ઉત્તર તરફનાં હિન્ટરહાઇન નદીખીણમાં આવેલાં હિન્ટરહાઇન અને…
વધુ વાંચો >સાન મૅરિનો
સાન મૅરિનો : ઇટાલીથી ઘેરાયેલો યુરોપનો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 44° ઉ. અ. અને 12° 28´ પૂ. રે.ની આજુબાજુનો માત્ર 61 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઈશાન ઇટાલીના એપેનાઇન પર્વતોમાં આવેલું છે. આ દેશનો મોટો ભાગ તેના પાટનગર અને મોટામાં મોટા શહેર સહિત માઉન્ટ ટિટેનો પર આવેલો છે.…
વધુ વાંચો >સાન લુઈ પોટોસી (San Luis Potosi)
સાન લુઈ પોટોસી (San Luis Potosi) : મધ્ય મૅક્સિકોમાં આવેલું રાજ્ય, રાજ્યનું પાટનગર, કૃષિમથક અને ખાણમથક. ભૌગોલિક સ્થાન : રાજ્ય : 22° 30´ ઉ. અ. અને 100° 30´ પ. રે. પાટનગર : 22° 09´ ઉ. અ. અને 100° 59´ પ. રે. આ શહેર મૅક્સિકો શહેરથી વાયવ્યમાં 362 કિમી.ને અંતરે આવેલું…
વધુ વાંચો >સાન સાલ્વાડોર
સાન સાલ્વાડોર : મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 45´ ઉ. અ. અને 89° 15´ પ. રે.. અલ સાલ્વાડોરનું તે મોટામાં મોટું શહેર વેપાર-વાણિજ્યનું મથક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે પૅસિફિક મહાસાગરના કાંઠાથી માત્ર 40 કિમી.ને અંતરે આવેલું છે. રાષ્ટ્રીય નાટ્યશાળા, સાન સાલ્વાડોર અહીંથી ઉત્પન્ન થતી…
વધુ વાંચો >સાન સાલ્વાડોર ટાપુ
સાન સાલ્વાડોર ટાપુ (1) : વેસ્ટ ઇંડિઝના બહામામાં આવેલો ટાપુ. તે ‘વૉટલિંગ’ નામથી પણ જાણીતો છે. ભૌગોલિક સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 28´ પ. રે.. વિસ્તાર : 163 ચો.કિમી. નવી દુનિયાની સફરે ઊપડેલા કોલંબસે સર્વપ્રથમ ઉતરાણ અહીં કરેલું (12 ઑક્ટોબર, 1492). આ ટાપુની લંબાઈ આશરે 21 કિમી.…
વધુ વાંચો >