Geography
મહેબૂબનગર (જિલ્લો)
મહેબૂબનગર (જિલ્લો) : તેલંગાણા જિલ્લામાં આવેલો જિલ્લો તેમજ જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો પાલામુરુ જિલ્લા તરીકે પણ ઓળખાય છે. તે 15 55´ ઉ. અ.થી 17 29´ ઉ. અ. અને 77 15´ પૂ. રે.થી 79 15´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર આશરે 2,737 ચો.કિમી. છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 498 મીટરની ઊંચાઈએ…
વધુ વાંચો >મહેમદાવાદ
મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો;…
વધુ વાંચો >મહેસાણા
મહેસાણા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 24´ પૂ. રે.. આજુબાજુનો આશરે 4,501 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા…
વધુ વાંચો >મહોબા (મહોત્સવનગર)
મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું…
વધુ વાંચો >મંચુરિયા
મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…
વધુ વાંચો >મંડલા
મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…
વધુ વાંચો >મંડી
મંડી : હિમાચલ પ્રદેશની લગભગ મધ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 13´ 50´´થી 32° 04´ 30´´ ઉ. અ. અને 76° 37´ 20´´થી 77° 23´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3,950 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાંગરા જિલ્લો, પૂર્વમાં…
વધુ વાંચો >મંદસૌર
મંદસૌર : મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં ઇન્દોર વિભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 04´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે.ની આજુબાજુનો 9,791 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તરફ રાજસ્થાનના ચિતોડગઢ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ જિલ્લા તથા દક્ષિણ તરફ…
વધુ વાંચો >માકવારી ટાપુ
માકવારી ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં, ટાઝમાનિયાથી અગ્નિકોણમાં આશરે 1,500 કિમી. અંતરે તથા દ. ન્યૂઝીલૅન્ડ ટાપુ અને ઑકલૅન્ડ ટાપુથી નૈર્ઋત્યકોણમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 30´ દ. અ. અને 158° 56´ પૂ. રે. પર આવેલો આ ટાપુ આશરે 170 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 34 કિમી.…
વધુ વાંચો >માક્વારી સરોવર
માક્વારી સરોવર : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી ઈશાનમાં 97 કિમી.ને અંતરે ન્યૂકૅસલથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે તથા પૅસિફિક મહાસાગરના કાંઠા પર આવેલું ખાડી સરોવર. તેની લંબાઈ 24 કિમી., પહોળાઈ 8 કિમી., ક્ષેત્રફળ 117 ચોકિમી. અને કિનારારેખાની લંબાઈ 172 કિમી. જેટલી છે. આ સરોવર પૅસિફિક મહાસાગરને મળતી હન્ટર નદીનાં…
વધુ વાંચો >