Allopathy
કર્ણસ્રાવ
કર્ણસ્રાવ (otorrhoea) : કાનમાંથી નીકળતું પરુ. મધ્યકર્ણમાં ચેપ લાગે ત્યારે તે જોવા મળે છે. તેને મધ્યકર્ણશોથ (otitis media) કહે છે. ક્યારેક બહારના કાન કે બાહ્યકર્ણનળીમાં ચેપ લાગવાથી પણ તે થાય છે. કાનની બહારની નળીમાં પરુવાળી ફોલ્લી થાય ત્યારે સખત દુખાવો થાય છે અને મોં ખોલ-બંધ કરતાં તકલીફ પડે છે. બહારના…
વધુ વાંચો >કર્ણાસ્થિકાઠિન્ય
કર્ણાસ્થિકાઠિન્ય (otosclerosis, otospongiosis) : મધ્યકર્ણના ‘પેંગડું’ નામના હાડકાની પાદપટ્ટી(foot-plate)ના ચોંટી જવાથી આવતી બહેરાશ. વાદળી (sponge) જેવું પોચું હાડકું અથવા મૃદુ અસ્થિનું બનેલું પેંગડું ચોંટી જવાથી બહારથી આવતા અવાજના તરંગો મધ્યકર્ણમાંથી અંત:કર્ણમાં જઈ શકતા નથી. અવાજના તરંગોના વહનમાં ક્ષતિ આવે ત્યારે વહન-ક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ ઉદભવે છે. તે વારસાગત વિકાર હોવાને કારણે…
વધુ વાંચો >કર્ષણ
કર્ષણ (traction) : હાડકું ભાંગ્યા પછી તેના તૂટેલા ભાગને સતત ખેંચી રાખીને ધીમે ધીમે યોગ્ય સ્થાને બેસાડવાની સારવાર. હાડકું ભાંગે ત્યારે તેના તૂટીને ખસી ગયેલા ભાગને એકબીજા જોડે યોગ્ય રીતે પાછા લાવીને રાખવાની ક્રિયાને હાડકું બેસાડવું કહે છે. દરેક વયના દર્દીની સારવારમાં ઘણા જૂના કાળથી તે પદ્ધતિ વપરાય છે. સતત…
વધુ વાંચો >કસરત
કસરત : આરોગ્યપ્રદ જીવન માટે અને માંદગી પછી ઝડપથી સાજા થવા માટે કરાતો સહેતુક શ્રમ. વ્યાયામ દ્વારા શરીરના અવયવો અને સ્નાયુઓને જે વધારાનું કાર્ય કરવું પડે છે તેનાથી તેમની ક્ષમતા વધે છે. નિયમિત વ્યાયામ હૃદયના સ્નાયુને તથા હાડકાંનું હલનચલન કરવાના સ્નાયુઓને મજબૂત કરે છે, રુધિરાભિસરણ વેગીલું કરે છે, શ્વસનશીલતા વધારે…
વધુ વાંચો >કંઠપાંસળી
કંઠપાંસળી (cervical rib) : ગરદનમાં વધારાની પાંસળી હોય ત્યારે તેનાથી થતો વિકાર. સામાન્ય રીતે છાતીમાં પાંસળીઓની બાર જોડ આવેલી હોય છે અને તે વક્ષવિસ્તારના કરોડના મણકા સાથે જોડાયેલી હોય છે. જો કંઠપાંસળી હોય તો તે ગરદનના વિસ્તારમાં આવેલા સૌથી નીચલા (સાતમા) મણકા કે ક્યારેક પાંચમા કે છઠ્ઠા મણકા સાથે જોડાયેલી…
વધુ વાંચો >કંઠમાળનો રોગ (ગૉઇટર)
કંઠમાળનો રોગ (ગૉઇટર) : ગળાના વિસ્તારમાં થાઇરૉઇડ ગ્રંથિના અનિચ્છનીય સોજાથી થતો રોગ. કંઠમાળ થવાનું મુખ્ય કારણ ખોરાકમાં આયોડિનની ઊણપ છે. માનવશરીરમાં આયોડિન એ ફક્ત થાઇરૉઇડ ગ્રંથિના અંત:સ્રાવનું સંશ્લેષણ કરવામાં નિર્ણાયક ફાળો આપે છે. આથી આયોડિનની ઊણપને લીધે અંત:સ્રાવના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. પુખ્ત માનવના દૈનિક ખોરાકમાં આયોડિનની માત્રા 100-150 ug…
વધુ વાંચો >કંદ
કંદ (ganglion) : મોટેભાગે કાંડાં, આંગળીઓ, ઢીંચણ, ઘૂંટણ અને પગના પંજાના આગળ અને પાછળના ભાગમાં, સાંધા કે સ્નાયુબંધ(tendon)ની પાસે જોવા મળતી, ચોખ્ખા જિલેટીન જેવા પ્રવાહીથી ઠસોઠસ ભરેલી કોથળીઓનો સોજો. તેમાં દુખાવો થતો નથી. સોજો જ્યાં હોય ત્યાં જ રહે છે, પણ કોઈક વાર એક કંદ બીજા કંદ સાથે સંબંધિત હોવાથી…
વધુ વાંચો >કંપ
કંપ (tremor) : આંગળીઓનું અનૈચ્છિક, તાલબદ્ધ (rhythmic) અને લોલકની જેમ આજુબાજુ થતું (oscillatory) પ્રચલન. તે સામસામી દિશામાં કામ કરતા સ્નાયુઓના સંકોચનથી થાય છે અને મગજના કાબૂ બહાર હોય છે. તે ઊંઘમાં શમી જાય છે. અન્ય અનૈચ્છિક પ્રચલનો(movements)થી તેને અલગ પાડવું પડે છે, જેમકે સ્નાયુ-તીવ્ર આકુંચન (myoclonus), ટેવજન્ય આકુંચનો (tic), વીંઝણ…
વધુ વાંચો >કાકડા
કાકડા (tonsils) : ગળામાં બંને બાજુએ આવેલી લસિકાભપેશી(lymphoid tissue)નો પિંડ. તેને ગલતુંડિકા પણ કહે છે. નાકની પાછળ અને ગળાની પાછલી દીવાલ પર આવેલી લસિકાભપેશીના પિંડને નાસાતુંડિકા, નાસાગ્રસની કાકડા કે કંઠનાસિકાકીય કાકડા (adenoids) કહે છે. જીભના પાછલા ભાગમાં આવેલી લસિકાભપેશીને જિહવાકીય (lingual) કાકડા કહે છે. કાકડા નાનપણમાં મોટા હોય છે અને…
વધુ વાંચો >કાકડા-ઉચ્છેદન
કાકડા-ઉચ્છેદન (tonsillectomy) : શસ્ત્રક્રિયા વડે કાકડા કાઢી નાખવા તે. તેની જરૂરિયાત વિશેના મુદ્દાઓમાં વિવિધ વિચારો દર્શાવાયેલા છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે જરૂરી ગણાય છે (સારણી 1). સામાન્ય રીતે જ્યારે કાકડાનો ઉગ્ર અથવા ટૂંક સમયનો સક્રિય ચેપ લાગ્યો હોય ત્યારે કાકડાના ઉચ્છેદનની શસ્ત્રક્રિયા કરાતી નથી. તેવી જ રીતે બાળલકવા(poliomyelitis)ના વાવર વખતે પણ…
વધુ વાંચો >