Agronomy
ખાતરો – ખનિજ
ખાતરો – ખનિજ (fertilizers-minerals) : ખનિજમાંથી બનાવેલું ખાતર. ખેતીવિષયક ઉત્પાદન વધારવામાં કૃત્રિમ અથવા રાસાયણિક ખાતરોના ઉપયોગનો ફાળો ઘણો મહત્વનો છે. ખાતર બનાવવામાં જરૂરી કાચો માલ કુદરતી ખનિજો અને રાસાયણિક દ્રવ્યોમાંથી મેળવાય છે. આ માટેનાં મુખ્ય ખનિજદ્રવ્યો પૈકી ફૉસ્ફેટ, ચૂનો, ચિરોડી, ગંધક, પાયરાઇટ, પોટાશ અને નાઇટ્રેટનો તેમજ ગૌણ ખનિજદ્રવ્યો પૈકી મૅગ્નેસાઇટ,…
વધુ વાંચો >ખેડાણઘટક
ખેડાણઘટક : વાસ્તવિક ખેડાણ હેઠળની જમીનનો એકમ. ખેતીની ઉત્પાદકતા માપવાનાં પરિબળોમાં ખેડાણઘટકનું કદ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ (optimum) ઉપયોગ કરવા માટે ખેડાણઘટક ઇષ્ટ કદનું હોવું જોઈએ, અન્યથા લઘુતમ ખર્ચનું સંયોજન (least cost combination) પ્રાપ્ત કરી શકાય નહિ અને ખેતીનું સંયોજન વ્યાપારી કે નફાલક્ષી ધોરણે થઈ શકે નહિ.…
વધુ વાંચો >ખેતઉત્પાદન
ખેતઉત્પાદન : ખેતીવ્યવસાય દ્વારા મળતી ઊપજ. ખેતઉત્પાદન સાથે ઘણા ઘટકો સંકળાયેલા છે; જેવા કે જમીન, પાણી, ખેડ, પાકો, આબોહવા વગેરે. આમાં જમીન સૌથી વધુ અગત્યનું અંગ છે. માનવસંસ્કૃતિના વિકાસની શરૂઆતથી જ ખેતઉત્પાદન લેવાતું આવ્યું છે અને ખેતવિજ્ઞાનના વિકાસ સાથે વૈજ્ઞાનિક રીતે ખેતી કરી ખેતઉત્પાદન વધારવાના પ્રયત્નો થયા છે. વખતોવખત એક…
વધુ વાંચો >ખોળ
ખોળ : મગફળી, તલ, એરંડા જેવાં તેલીબિયાં ઉપરાંત કેટલાંક વૃક્ષો જેવાં કે મહુડો, પીલુડી, કણજી અને લીમડાનાં ફળોને ઘાણીમાં પીલીને તેલ કાઢી લીધા બાદ બાકી રહેલ જથ્થાનાં પડ કે પાપડી અને ભૂકાને ખોળ કહેવામાં આવે છે. ખોળમાં તેલ ઉપરાંત નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ અને અન્ય તત્વો રહેલાં હોય છે તેથી તેનો…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુલાબી ઇયળ
ગુલાબી ઇયળ : કપાસના પાક ઉપરાંત ભીંડા, શેરિયા, હૉલીહૉક, ગુલનેરા, કાંસકી જેવા અન્ય માલવેસી કુળના છોડવા ઉપર જોવા મળતી જીવાત. આ કીટકનો રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં ગેલેચિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ જીવાતની નાની ઇયળ પીળાશ પડતી સફેદ અને કાળા માથાવાળી હોય છે, જ્યારે મોટી ઇયળ ગુલાબી રંગની હોય છે,…
વધુ વાંચો >ગોબર-ગૅસ
ગોબર-ગૅસ : વાયુની અનુપસ્થિતિમાં અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા દ્વારા ગોબર પર આથવણ (fermentative) પ્રક્રિયા થતાં મુક્ત થતો બળતણ માટેનો ગૅસ. ગોબર-ગૅસ મેળવવા મુખ્યત્વે કાચા માલ તરીકે છાણ વાપરવામાં આવે છે અને તેમાં ઘાસ, પાંદડાં, ઝાડની ડાળી, સડેલાં શાકભાજી, ફળ વગેરે પણ ભેળવવામાં આવે છે. ગૅસમાં આશરે 50 % મિથેન અને 45…
વધુ વાંચો >ગોરાડુ
ગોરાડુ : કાંપજન્ય (alluvial) જમીનનો એક પ્રકાર. ગુજરાત પ્રદેશની જમીન સાત પ્રકારની છે : કાળી, કાંપવાળી, રાતી, ક્ષારવાળી અને ખારી, રણની રેતાળ, જંગલની ફળદ્રૂપ અને ડુંગરાળ. તેમાં કાંપવાળી જમીનના ત્રણ પેટાવર્ગો છે : ભાઠાની ગોરાડુ અને રેતાળ; પોચી, રેતાળ (બેસર) અને રતાશ પડતી માટીવાળી તે ગોરાડુ જમીન. કાંપના ઝીણા રજકણો…
વધુ વાંચો >ગોળ
ગોળ : શેરડી, તાડ વગેરેમાંથી મેળવાતા રસને ઉકાળીને ઠંડો પાડવાથી મળતો મિષ્ટ ઘન પદાર્થ. ગોળ તથા ખાંડ તૈયાર કરવાની ક્રિયા ભારતમાં પ્રાચીન કાળથી જાણીતી છે. ગોળ તૈયાર કરવાની રીતનો વાજસનેયી સંહિતા, અથર્વવેદ વગેરે વેદકાલીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં સેલ્યુકસના વકીલ મૅગેસ્થેનિસે ઈ. સ. પૂ. 40ના અરસામાં ‘કેસરી રંગના…
વધુ વાંચો >ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર
ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર. 33.09 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાયેલ આ કેન્દ્ર, વિજાપુર શહેરની ઉત્તર દિશાએ આવેલ છે. રાજ્યનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર હોવાના નાતે વિજાપુર સહિત યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો (જેવાં કે, જૂનાગઢ, સરદાર કૃષિનગર, અરણેજ, ધંધૂકા, બારડોલી, આણંદ, અમરેલી, ધારી) ખાતે ઘઉંના…
વધુ વાંચો >