World history
હુરિયન લોકો
હુરિયન લોકો : મધ્યપૂર્વના દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઈ. પૂ. 2જી સહસ્રાબ્દીમાં મહત્વનો ભાગ ભજવનાર લોકો. ઈ. પૂ. 3જી સહસ્રાબ્દીમાં એટલે કે ઈ. પૂ. 3000થી 2000ના સમયગાળામાં હુરિયન લોકોએ અત્યારે જે આરબ દેશો તરીકે ઓળખાય છે એ પશ્ચિમ એશિયા અથવા મધ્યપૂર્વના દેશો પર આક્રમણ કરી ત્યાં પ્રવેશ કર્યો હતો. એ…
વધુ વાંચો >હુંગ વુ (હોંગ વુ)
હુંગ વુ (હોંગ વુ) (જ. 21 ઑક્ટોબર 1328, હાઓ-ચાઉ, ચીન; અ. 24 જૂન 1398) : ચીન ઉપર આશરે 300 વર્ષ શાસન કરનાર મીંગ રાજવંશનો સ્થાપક. તેમનું મૂળ નામ ચુ યુઆન-ચાંગ હતું. તેમણે 1368થી 1398 સુધી ચીન પર શાસન કર્યું. કિશોરાવસ્થામાં અનાથ બન્યા હોવાથી તેઓ સાધુ બનીને મઠમાં દાખલ થયા હતા.…
વધુ વાંચો >હૂ યાઓ પેંગ (અથવા હૂ યાઓ બેંગ)
હૂ યાઓ પેંગ (અથવા હૂ યાઓ બેંગ) (જ. 1915, લીઉયાંગ, હુનાન પ્રાંત, ચીન; અ. એપ્રિલ 1989) : 1981થી 1987 સુધી ચાઇનીઝ કૉમ્યૂનિસ્ટ પાર્ટીના મહામંત્રી. 1982 પહેલાં મહામંત્રી અધ્યક્ષ કહેવાતા હતા. તે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને ખાસ ભણ્યા ન હતા. 1933માં તે સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1934–35ની સામ્યવાદી પક્ષની ‘લૉંગ…
વધુ વાંચો >હેગ (Hague)
હેગ (Hague) : હોલૅન્ડનું પાટનગર, નેધરલૅન્ડ્ઝનું સરકારી મથક. નેધરલૅન્ડ્ઝનું પાટનગર ઍમસ્ટર્ડૅમ ખાતે આવેલું છે. વાસ્તવમાં હેગ એ દેશના રાજવીનું સત્તાવાર નિવાસસ્થાન છે. હેગનું સત્તાવાર નામ ગ્રેવનહેગ (અર્થ : અમીરવાડો) અથવા ડેન હાગ છે. ભૌગોલિક સ્થાન : 52° 05´ ઉ. અ. અને 4° 22´ પૂ. રે.. હેગનું સ્થાન દર્શાવતો નકશો હેગ…
વધુ વાંચો >હેડ્રિયન
હેડ્રિયન (જ. 24 જાન્યુઆરી 76, ઇટાલિકા, બેટિકા, સ્પેન; અ. 10 જુલાઈ 138, બેઈઆ, નેપલ્સ પાસે) : રોમન સમ્રાટ. તેનું લૅટિન નામ પુબ્લિયસ ઇલિયસ હેડ્રિયનસ હતું. ઈ. સ. 85માં તેના પિતા અવસાન પામ્યા ત્યારે તેને તેના પિતરાઈ ટ્રાજનના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો. ટ્રાજન ઈ. સ. 117માં અવસાન પામ્યો પછી હેડ્રિયન સમ્રાટ…
વધુ વાંચો >હેનસિયાટિક લીગ
હેનસિયાટિક લીગ : 13મી સદીમાં સ્થાપવામાં આવેલ, જર્મનીનાં ઉત્તરનાં શહેરોના વેપારીઓનો સંઘ. જર્મનીમાં શાહી સત્તાનું પતન થવાથી આ શહેરો વાસ્તે સહિયારા રક્ષણની વ્યવસ્થા કરવી આવશ્યક બની. તે રાજકીય સંઘ ન હતો. 13મી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યની રાજકીય તકલીફો દરમિયાન ચાંચિયાગીરી, વધુ પડતી જકાતો અને ભેદભાવ રાખતા નિયમો સામે બાલ્ટિક જર્મન…
વધુ વાંચો >હેનીબાલ
હેનીબાલ (જ. ઈ. પૂ. 247, કાર્થેજ, ઉત્તર આફ્રિકા; અ. ઈ. પૂ. 183, લિબિસા, બિથિનિયા) : ઉત્તર આફ્રિકામાં કાર્થેજનો સેનાપતિ અને મુત્સદ્દી. પ્રાચીન સમયમાં કાર્થેજ વ્યાપારી અને સમૃદ્ધ નગર હતું. પ્રાચીન જગતના મહાન શક્તિશાળી સેનાપતિઓમાં હેનીબાલની ગણતરી થાય છે. એણે અનેક યુદ્ધોમાં વિજયો મેળવ્યા હતા. વિવિધ જાતિઓના લોકોનું એણે પોતાની સત્તા…
વધુ વાંચો >હેમિલ્કાર બર્કા
હેમિલ્કાર બર્કા (જ. ઈ. પૂ. 285; અ. ઈ. પૂ. 228) : કાર્થેજનો જાણીતો સેનાપતિ અને રાજપુરુષ, સેનાપતિ હેનિબાલનો પિતા. ઈ. પૂ. 246–241 દરમિયાન સિસિલીમાં રોમનો સામેના પ્રથમ પ્યુનિક યુદ્ધ દરમિયાન તેઓ સેનાપતિ હતા. તેમણે જમીન ઉપરથી લડાઈમાં એવું સખત દબાણ કર્યું કે રોમનોએ નવો નૌકાયુદ્ધનો મોરચો ખોલવો પડ્યો. હેમિલ્કારનું લશ્કર…
વધુ વાંચો >હેમિલ્ટન ઍલેક્ઝાન્ડર કૅપ્ટન
હેમિલ્ટન, ઍલેક્ઝાન્ડર કૅપ્ટન (જ. 1762; અ. 30 ડિસેમ્બર 1824) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લશ્કરી સેવામાં કૅપ્ટન. ત્યાંથી ઇંગ્લૅન્ડ પાછા ફર્યાની તારીખ નોંધાયેલી નથી. તેમણે બ્રિટિશ મ્યુઝિયમ તથા પૅરિસમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અમીન્સની સંધિ પછી, બીજી વાર ઇંગ્લૅન્ડને ફ્રાન્સ સાથે લડાઈ થઈ ત્યારે તેમને પૅરિસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે ફ્રેન્ચ…
વધુ વાંચો >હૅમ્બર્ગ
હૅમ્બર્ગ : જર્મનીનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 33´ ઉ. અ. અને 9° 59´ પૂ. રે.. તે જર્મનીના હૅમ્બર્ગ વહીવટી વિભાગનું પાટનગર પણ છે. તેનો વિસ્તાર 760 ચોકિમી. જેટલો છે. આ રીતે તે શહેર હોવા ઉપરાંત આજુબાજુના ઉત્તર જર્મનીના પ્રદેશને આવરી લેતું રાજ્ય પણ છે. વળી…
વધુ વાંચો >