Sports
લૉન ટેનિસ
લૉન ટેનિસ : ટેનિસની રમતનો એક પ્રકાર. લૉન ટેનિસની રમતને સામાન્ય પ્રજા ‘ટેનિસ’ના નામથી વધુ ઓળખે છે. શરૂઆતમાં આ રમત ફક્ત ઘાસની લૉન પર જ રમાતી હોવાથી ‘લૉન ટેનિસ’ તરીકે જાણીતી બની હતી. પરંતુ અત્યારે તો આ રમત ક્લે કોર્ટ (માટીનો કોર્ટ) તથા સિમેન્ટ કોર્ટ પર પણ રમાય છે. સામાન્ય…
વધુ વાંચો >લૉર્ડ્ઝ (મેદાન)
લૉર્ડ્ઝ (મેદાન) : ઇંગ્લૅન્ડમાં લંડન ખાતે આવેલું જગમશહૂર અને પુરાતન લૉર્ડ્ઝનું મેદાન. વિશ્વના દરેક ક્રિકેટરનું તે શ્રદ્ધાસ્થાન છે. ‘ક્રિકેટના કાશી’ તરીકે તે ઓળખાય છે. દરેક ક્રિકેટરને એકાદ વાર તો લૉર્ડ્ઝ પર ક્રિકેટ રમવાની ખ્વાહિશ હોય છે. 21મી જુલાઈ 1884ના રોજ ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ સાથે લૉર્ડ્ઝના મેદાન પર ટેસ્ટ…
વધુ વાંચો >વકાર યૂનુસ
વકાર યૂનુસ (જ. 16 નવેમ્બર 1971, બુરેવાલા, વિહારી, પાકિસ્તાન) : પાકિસ્તાનના સમર્થ ઝડપી ગોલંદાજ અને ભૂતપૂર્વ સુકાની. પંજાબના વિહારી જિલ્લાના કપાસ અને અનાજની ખેતી ધરાવતા શહેર બુરેવાલામાં જન્મેલા વકાર યૂનુસે શારજાહમાં નિશાળનો અભ્યાસ કર્યો અને એના પિતા શારજાહમાં થતાં બાંધકામોમાં કામગીરી બજાવતા હતા. શારજાહમાં એણે ક્રિકેટ ખેલાતું જોયું અને એના…
વધુ વાંચો >વતનબે ઓસામુ
વતનબે ઓસામુ (જ. 21 ઑક્ટોબર 1940; હોકાપડો, જાપાન) : જાપાનના કુસ્તીબાજ. કદાચ સર્વકાલીન સૌથી મહાન કુસ્તીબાજ. તેમની કારકિર્દી અત્યંત ટૂંકી રહી પરંતુ એ ટૂંકી કારકિર્દી દરમિયાન પણ તેમનો કદી પરાજય થયો ન હતો અથવા તેમના કરતાં કોઈનો વધારે સ્કોર પણ થયો ન હતો. 1996ની ટૉકિયો ઑલિમ્પિકમાં તેમનો વિજય થયો તે…
વધુ વાંચો >વર્દનયૅન યુરિક
વર્દનયૅન યુરિક (જ. 13 જૂન 1956, લેનિનકન, જૂનું સોવિયેત સંઘ) : વેઇટ લિફ્ટિંગના રશિયાના ખેલાડી. તેઓ 1980ના ઑલિમ્પિક રમતોત્સવમાં માત્ર એક જ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા હતા; પણ 1970ના ઉત્તરાર્ધના અને 1980ના પૂર્વાર્ધના દાયકાના વિશ્વના અગ્રણી વેઇટલિફ્ટર બની રહ્યા. તેઓ પ્રથમ વિજયપદક 1977માં 75 કિગ્રા.ના વર્ગમાં જીત્યા. ત્યારબાદ 82.5 કિગ્રા.ના આગળના…
વધુ વાંચો >વસીમ, અકરમ
વસીમ, અકરમ (જ. 3 જૂન 1966, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. 1992ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં હરીફોના બૅટધરોને પરાસ્ત કર્યા અને તેઓ વિશ્વના એક મહાન મૅચ-વિજેતા ક્રિકેટર બની રહ્યા. તેઓ ઝડપી ડાબેરી ગોલંદાજ હતા અને ખતરનાક યૉર્કર નાખતા. સાથોસાથ તેઓ એક જુસ્સાદાર બૅટધર પણ બની રહ્યા. 1993ના જાન્યુઆરીમાં તેમણે પાકિસ્તાનનું કપ્તાનપદ…
વધુ વાંચો >વાઇલ્ડ, જિમી
વાઇલ્ડ, જિમી (જ. 15 મે 1892, ટાઇલરસ્ટાઉન, વેલ્સ, યુ.કે.; અ. 10 માર્ચ 1969, કાર્ડિફ, યુ.કે.) : મુક્કાબાજીના આંગ્લ ખેલાડી. તેઓ વિશ્વના સૌપ્રથમ ફ્લાઇવેટ ચૅમ્પિયન અને એક ચિરકાલીન મહાન મુક્કાબાજ લેખાયા હતા. તેઓ અરૂઢ શૈલીના મુક્કાબાજ હતા અને તેમના કદના પ્રમાણમાં તેમની પ્રહારશક્તિ (hitting power) ભયજનક હતી. આના પરિણામે તેમને ‘ધ…
વધુ વાંચો >વાડેકર, અજિત
વાડેકર, અજિત (જ. 1 એપ્રિલ 1941, મુંબઈ) : 1971માં કૅરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરનાર ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કપ્તાન. આખું નામ : અજિત લક્ષ્મણ વાડેકર. 1.83 મીટર (6 ફૂટ) ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. પ્રસંગોપાત્ત,…
વધુ વાંચો >વાનખેડે સ્ટેડિયમ
વાનખેડે સ્ટેડિયમ : મુંબઈમાં ચર્ચગેટ પાસે આવેલું મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની માલિકીનું વિશાળ અને અદ્યતન સુવિધાઓ ધરાવતું ભારતનું એક મુખ્ય અને પ્રમુખ ક્રિકેટ-મેદાન. આ સ્ટેડિયમના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા તત્કાલીન મહારાષ્ટ્રના નાણાપ્રધાન અને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ શ્રી શેષરાવ વાનખેડેની ચિર સ્મૃતિમાં, 1974માં મુંબઈમાં તૈયાર થયેલા આ નવા ક્રિકેટ સ્ટેડિયમ સાથે…
વધુ વાંચો >વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન
વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની સ્કૂલોમાં તાલીમ પામેલા શારીરિક શિક્ષણના શિક્ષકો ન હતા. ભારતની સ્કૂલોમાં શારીરિક શિક્ષણ આપવાનું કાર્ય પહેલવાનો, જિમ્નેસ્ટો તેમજ લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો કરતા હતા. આ બધા શારીરિક રીતે સશક્ત અને શારીરિક પ્રવૃત્તિઓના જાણકાર હતા; છતાં પણ ‘શારીરિક શિક્ષણના…
વધુ વાંચો >