Sanskrit literature
સહૃદય (ધ્વનિકાર)
સહૃદય (ધ્વનિકાર) : સંસ્કૃત અલંકારગ્રંથ ‘ધ્વન્યાલોક’ની કારિકાઓનો તથાકથિત લેખક. જાણીતા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોક’ પર રચેલી ‘લોચન’ ટીકામાં કારિકા અને વૃત્તિગ્રંથ એવા ભિન્ન શબ્દો પ્રયોજી કારિકાકાર અને વૃત્તિકાર એમ પૃથગ્ ઉલ્લેખો કર્યા છે અને કારિકા અને વૃત્તિ વચ્ચેના વિરોધોને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેથી વિદેશી વિદ્વાનો બ્યૂલર અને…
વધુ વાંચો >સંકેતગ્રહ
સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે.…
વધુ વાંચો >સંક્ષિપ્તસાર
સંક્ષિપ્તસાર : 12મા-13મા શતકમાં થઈ ગયેલા વૈયાકરણ ક્રમદીશ્વરે રચેલો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની જેમ આમાં પણ આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે અને ઉચિત રીતે જ તે અધ્યાયને ‘પ્રાકૃતપાદ’ એવું નામ આપ્યું છે. પરંતુ બાકીની સામગ્રીની સજાવટ, પારિભાષિક શબ્દોનાં નામ આદિમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ સાથે કોઈ સામ્ય નથી. આ વ્યાકરણગ્રંથ…
વધુ વાંચો >સંબંધો (નવ્યન્યાય)
સંબંધો (નવ્યન્યાય) : ભારતીય નવ્યન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો એક ખ્યાલ. નવ્યન્યાયમાં વિશિષ્ટ જ્ઞાનનું નિયમન કરનાર જે તત્ત્વ હોય તેનું નામ સંબંધ. નવ્યન્યાયમાં સંબંધો મુખ્યત્વે બે પ્રકારના બતાવ્યા છે : (1) મુખ્ય સંબંધો અને (2) ગૌણ સંબંધો. તેમાં મુખ્ય સંબંધો ચાર છે : (1) સંયોગ, (2) સમવાય, (3) સ્વરૂપ અને (4) તાદાત્મ્ય.…
વધુ વાંચો >સંસ્કૃત ભાષા અને સાહિત્ય
સંસ્કૃત ભાષા અને સાહિત્ય ભારતની જ નહિ, સમગ્ર જગતની સૌથી પ્રાચીન ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. સંસ્કૃત ભાષામાં દસ ગણોમાં…
વધુ વાંચો >સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત)
સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત) (જ. 1867, કોલાગાંવ, રત્નાગિરિ જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 31 જુલાઈ 1968, પારડી, જિ. વલસાડ, ગુજરાત) : સંસ્કૃતના વિદ્વાન અને વેદોના અભ્યાસના ઉત્સાહી હિમાયતી. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર શ્રીપાદ સાતવળેકરનો જન્મ મધ્યમ વર્ગના કરાડે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા દામોદર અનંતભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હતા. શ્રીપાદે મુંબઈની જે.…
વધુ વાંચો >સામવેદ
સામવેદ : જગતભરના પ્રાચીન વૈદિક સાહિત્યના પ્રધાન ચાર વેદોમાંનો એક વેદગ્રંથ. ‘ભગવદગીતા’માં સામવેદને ભગવાન કૃષ્ણે સ્વમુખે શ્રેષ્ઠ વેદ અને પોતાની વિભૂતિ તરીકે ગણાવ્યો છે. પરિણામે ‘બૃહદ્દેવતા’ મુજબ જે સામને જાણે છે તે જ જગતનું તત્ત્વ કે રહસ્ય જાણે છે. ખુદ ઋગ્વેદમાં જ કહ્યું છે કે જે જ્ઞાની છે તેને સામ…
વધુ વાંચો >સાયણાચાર્ય
સાયણાચાર્ય (જ. ઈ. સ. 1314, આંધ્ર; અ. ?) : વૈદિક સાહિત્ય પરના અનેક ભાષ્યગ્રંથોના લેખક. તેઓ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. યુવાવસ્થામાં તે કંપણ અને સંગમ રાજાઓના મંત્રી તરીકે નેલ્લોર અને તેની નજીકના વિસ્તારોમાં શાસનવ્યવસ્થામાં હતા. આમાંથી સંગમ વંશના રાજા હરિહર અને બુક્કે 15 એપ્રિલ, 1335ના રોજ વિજયનગર સામ્રાજ્યની…
વધુ વાંચો >સારમેય
સારમેય : વૈદિક સાહિત્યમાં પાત્ર રૂપે આવતું એક પ્રાણી. ઋગ્વેદ(10-108)માં કથા છે કે પણિઓ નામની પ્રજા પાસે ઇન્દ્રે ગુપ્તચર અને સંદેશવાહક તરીકે સરમાને મોકલી હતી. તેઓએ ગાયોને સંતાડી રાખી હતી. નિરુક્ત અને અન્ય ઉત્તરકાલીન વૈદિક સાહિત્યને આધારે માહિતી મળે છે કે આ સરમા દેવશુની (= દેવોની કૂતરી) હતી. આ સરમાને…
વધુ વાંચો >સારસ્વત વ્યાકરણ
સારસ્વત વ્યાકરણ : સંસ્કૃત ભાષા વિશેનો વ્યાકરણગ્રંથ. સરસ્વતીદેવીએ આનાં સૂત્રો આપેલાં માટે તેનું નામ ‘સારસ્વત’ પડ્યું એવી એક દંતકથા પ્રચલિત છે. તેની પ્રક્રિયા કે વૃત્તિ લખનારા પરમહંસ પરિવ્રાજક અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના સંન્યાસીએ પંડિતો સાથે ચર્ચામાં ‘पुंसु’ શબ્દને બદલે દાંત પડી ગયા હોવાથી ‘पुंक्षु’ એવો ઉચ્ચાર કર્યો. આથી પ્રતિપક્ષીઓએ ‘पुंक्षु’ શબ્દ ખોટો…
વધુ વાંચો >