Literary genre

સંબોધનકાવ્ય

સંબોધનકાવ્ય : (જુઓ ઓડ.) ગુજરાતી સાહિત્યમાં ‘ઓડ’ની સંજ્ઞા આપી શકાય એવાં ‘ઉદ્બોધન’કાવ્ય. તેનો પ્રયોગ છેક દલપત-નર્મદથી માંડીને રાજેન્દ્ર શાહ ને તે પછીના કવિઓએ કરેલો છે. બલવંતરાય ક. ઠાકોરે ‘લિરિક’ મહાનિબંધમાં ઓડનો ઉલ્લેખ ‘ભાવનિક’ કે ‘વિભાવિકા’ તરીકે પણ કરી શકાય એમ જણાવ્યું છે. ‘ઓડ’ એટલે ‘સંબોધનકાવ્ય’. આ પ્રકારનું કાવ્ય દીર્ઘ, ભારઝલ્લું…

વધુ વાંચો >

સંવાદ

સંવાદ : સામાન્ય અર્થમાં બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે, ખાસ કરીને નાટક કે નવલકથા આદિમાં થતી વાતચીત. સાહિત્યના એક સ્વરૂપ તરીકે તેમાં જુદા જુદા તાત્ત્વિક કે બૌદ્ધિક મતમતાંતરોનું કાળજીપૂર્વક નિરૂપણ કરાતું હોય છે. સિસિલાના તાલબદ્ધ કે લયને અનુસરનારા ગદ્યમાં લખાયેલ, મશ્કરીથી ભરપૂર સંવાદો ‘માઇમ’ સૌથી જૂના છે. સિરાક્યૂસના સોફ્રોને…

વધુ વાંચો >

સાખી

સાખી : દોહા કે અન્ય માત્રિક છંદનાં બે ચરણ ધરાવતો, ભજનના આરંભમાં કે કથાત્મક દીર્ઘ વા મધ્યમ કદની સમૂહગેય રચનામાં વિલંબિત લયમાં ગવાતો ઢાળ. ‘સાખી’ શબ્દના મૂળમાં સંસ્કૃત ‘સાક્ષી’ શબ્દ છે. જ્યારે કોઈ વાતને સત્ય અને શ્રદ્ધેય ઠરાવવાની થાય ત્યારે તેમાં મુખ્ય બે પક્ષમાંથી એકેયના પક્ષમાં ન ગણાય એવા તટસ્થ…

વધુ વાંચો >

સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા

સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા : મૂળ લખાણનો સારભૂત સંક્ષેપ અને તેને લગતી સેવા. સારસંક્ષેપ એટલે મૂળ લખાણનું સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપ. સાર મૂળ કથાવસ્તુના નિચોડરૂપ હોય છે. પંદરમી સદીમાં વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોનાં પરિણામોનું સારસંક્ષેપન કરીને અન્યને આપતા હતા. તેના ઉપરથી સંપૂર્ણ પાઠ જેઓ માગે તેઓને મોકલતા હતા. અહીં મૂળ ધ્યેય માહિતી-વિનિમયનું…

વધુ વાંચો >

સાહિત્ય

સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું…

વધુ વાંચો >

સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ)

સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ) : આનંદ અને બોધ અર્થે કલ્પના, ઊર્મિ અને ચિંતનના પ્રવર્તન દ્વારા માનવે સાધેલી વાઙ્મય અભિવ્યક્તિ. સાહિત્યકલાનો સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીતની સાથે લલિતકલા તરીકે સમાવેશ કરેલો છે. લુહારની, સુથારની, રાચરચીલું બનાવનારની, ઘર રંગનારની અને એવી બીજા કલાકારીગરીની કલાનો લલિતેતર વર્ગમાં સમાવેશ થાય છે. પહેલા વર્ગની કલાઓ ભાવકને આનંદ…

વધુ વાંચો >

સાહિત્ય-વિવેચન

સાહિત્ય–વિવેચન સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતો વિચારવ્યાપાર. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. એટલે કે વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા…

વધુ વાંચો >

સાહિત્યિક ઇતિહાસ

સાહિત્યિક ઇતિહાસ : સાહિત્યની ગતિવિધિનો વિકાસ દર્શાવતો કાલક્રમાનુસારી અધિકૃત આલેખ. સાહિત્યના ઇતિહાસ વિશે કર્તા અને કૃતિની કાલક્રમાનુસારી ગોઠવણી અને તેમનો વિવેચનાત્મક પરિચય એવો સ્થૂળ ખ્યાલ ઘણુંખરું પ્રવર્તતો હોય છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર કાં તો સાહિત્યને નિમિત્તે તેમાં ઊતરેલી સમકાલીન સમાજની તાસીર પર ભાર મૂકે છે અથવા તો તેનું લખાણ ઇતિહાસ…

વધુ વાંચો >

સૉનેટ

સૉનેટ : અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં આવેલો ઊર્મિકાવ્યનો યુરોપીય પ્રકાર. ગુજરાતી સાહિત્યમાં સૉનેટનું આગમન છેક 19મી સદીના અંતભાગ(1888)માં થાય છે; પશ્ચિમના સંપર્કે એ ગુજરાતી સાહિત્યમાં સાક્ષરયુગમાં આરંભાયું છે ને ગાંધીયુગ–અનુગાંધીયુગમાં તે ખૂબ ફાલ્યુંફૂલ્યું છે. મૂળે તે પશ્ચિમી કાવ્યસ્વરૂપ છે; પશ્ચિમમાં તેની ઉત્પત્તિ માટે ઘણી ચર્ચા થઈ છે. તે આ પ્રમાણે છે…

વધુ વાંચો >

સોરઠા

સોરઠા : મુક્તક સ્વરૂપનો લઘુકાવ્યનો એક પ્રકાર. સોરઠા એક છંદ તો છે જ, પણ સાહિત્યના ક્ષેત્રમાં એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે પણ પ્રાચીન સમયથી ખેડાતો આવ્યો છે. દોહરા / દોહા / દુહા નામે ઓળખાતા પરંપરિત બે પંક્તિઓનાં ચાર ચરણોમાં ચોવીસ માત્રા ધરાવતા માત્રામેળ છંદને જ્યારે ઉલટાવાય, એટલે કે દોહરાની 13 +…

વધુ વાંચો >