Geology

એલ્મેન્ડાઇન (એલ્મેન્ડાઇટ)

એલ્મેન્ડાઇન (એલ્મેન્ડાઇટ) : ગાર્નેટ વર્ગનું એક ખનિજ. રા. બં. Al2Si3O12; સ્ફ. વ. ક્યુબિક; સ્વ. ડોડેકાહેડ્રોન અથવા ટ્રેપેઝોહેડ્રોન કે બંનેથી સંયોજિત અથવા હેક્સ ઑક્ટાહેડ્રોન સાથેના સ્ફટિકો. કેટલીક વાર જથ્થામય, સૂક્ષ્મ કે મોટા દાણાદાર અથવા જડાયેલા સ્ફટિકો તરીકે; રં. ઘેરો લાલ, રતાશ પડતો કથ્થાઈ કે કથ્થાઈ પડતો કાળો; સં. અભાવ; ચ. કાચમયથી…

વધુ વાંચો >

એવેન્ચ્યુરાઇન

એવેન્ચ્યુરાઇન (aventurine) : (1) સોનેરી આગંતુક કણો ધરાવતો એક પ્રકારનો કાચ. (2) ચમકવાળા આગંતુક કણો ધરાવતા કાચ જેવા દેખાવવાળા, પારદર્શક કે ક્વાર્ટ્ઝ અથવા ફેલ્સ્પાર માટે વિશિષ્ટપણે વપરાતો પર્યાય. (3) અબરખ, હેમેટાઇટ અથવા અન્ય ખનિજની પતરીઓનાં આભલાંથી સુશોભિત ક્વાર્ટ્ઝની એક જાત. (4) અમુક વિભંજન-સપાટીઓમાંથી રતાશ પડતું પરાવર્તન કરતો આલ્બાઇટ ફેલ્સ્પારનો એક…

વધુ વાંચો >

ઍસિડિક અગ્નિકૃત ખડકો

ઍસિડિક અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકોનો 66 ટકાથી વધુ સિલિકા ધરાવતો પ્રકાર. સિલિકાના પ્રમાણ અનુસાર અગ્નિકૃત ખડકોના ઍસિડિક, સબ-ઍસિડિક, બેઝિક અને અલ્ટ્રાબેઝિક એમ વર્ગો પાડવામાં આવ્યા છે. હેચ નામના ખડકવિદ દ્વારા સિલિકાના પ્રમાણ પર આધારિત આ વર્ગીકરણ યોજવામાં આવ્યું છે. અંત:કૃત ખડકો પૈકી ગ્રૅનાઇટ અને જ્વાળામુખી ખડકો પૈકી રહાયોલાઇટ ઍસિડિક…

વધુ વાંચો >

ઍસિડિક લાવા

ઍસિડિક લાવા : વધુ સિલિકાદ્રવ્ય ધરાવતો લાવા. પૃથ્વીના પોપડાના પડમાં ક્યારેક થતી રહેતી વિક્ષેપજન્ય અસરોને કારણે ત્યાં રહેલા જે તે ખડકો પીગળી જઈ તૈયાર થતો ભૂરસ મૅગ્મા તરીકે અને તે જ્યારે ભૂપૃષ્ઠ પર નીકળી આવે ત્યારે લાવા તરીકે ઓળખાય છે. લાવા(કે મૅગ્મા)ના ઍસિડિક કે બેઝિક હોવાનો આધાર તે જેમાંથી ઉદભવે…

વધુ વાંચો >

ઍસ્થેનોસ્ફિયર

ઍસ્થેનોસ્ફિયર : ભૂમધ્યાવરણના ત્રણ પેટાવિભાગો(શિલાવરણ, ઍસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર)માંનો એક. ભૂકંપશાસ્ત્રીય અભ્યાસ દ્વારા પૃથ્વીનાં પડોની ભૌતિક ગુણધર્મોની ભિન્નતાને આધારે સપાટીથી ભૂગર્ભ સુધી પોપડો, ભૂમધ્યાવરણ (મધ્ય વિભાગ) અને ભૂકેન્દ્રીય ભાગ એવા ત્રણ ભાગ પાડેલા છે. ભૂપૃષ્ઠની નીચે તરફ 100 કિમી.થી 250 કિમી. સુધી આવેલ ઍસ્થેનોસ્ફિયર, તેની ઉપરના શિલાવરણ અને નીચેના મેસોસ્ફિયર કરતાં…

વધુ વાંચો >

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીના પોપડામાં જોવા મળતા તમામ પ્રકારના ખડકોનાં બંધારણ, રચનાક્રમ અને અરસપરસના સંબંધની તલસ્પર્શી માહિતી વર્ણવતી વિષય-શાખા. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને અર્વાચીન સમય સુધીનાં અંદાજે પાંચ અબજ વર્ષના સમગ્ર આયુકાળ દરમિયાન બની ગયેલી આગ્નેય ઘટનાઓ, કણજમાવટથી થયેલી જળકૃત સ્તરરચનાઓ, ભૂસંચલનજન્ય-વિકૃતિજન્ય ફેરફારો વગેરે જેવા વિવિધ પ્રકારના ભૂસ્તરીય બનાવોની ક્રમબદ્ધ-કાલાનુસાર માહિતીનું…

વધુ વાંચો >

ઑક્સીભૂત નિક્ષેપો

ઑક્સીભૂત નિક્ષેપો : આર્થિક મૂલ્ય વગરના તેમજ ખનનયોગ્ય ન હોય તેવા ભૂપૃષ્ઠ પર ખુલ્લા થયેલા કેટલાક ધાત્વિક સલ્ફાઇડ ખનિજ ઘટકો ઉપર ઑક્સિજન અને પાણી દ્વારા થતી રાસાયણિક ખવાણક્રિયા – ઑક્સીભવન (ઉપચયન-oxidation) – મારફત મળતા સલ્ફેટ દ્રાવણોના મિશ્રણમાંથી અવક્ષેપિત થતાં ખનિજો. ખનિજોના ઉપચયનથી તૈયાર થતાં વિવિધ દ્રાવણો વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતાં…

વધુ વાંચો >

ઑગાઇટ

ઑગાઇટ : પાયરૉક્સીન વર્ગનું એક ખનિજ. રા.બં. – (Ca, Na) (Mg, Fe, Al) SiAl)2O6; સ્ફ.વ. – મૉનૉક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમીપિરામિડ સ્વરૂપ સાથેના સ્ફટિકો સામાન્ય, કેટલીક વખતે જથ્થામય કે દાણાદાર, ભાગ્યે જ તંતુમય. સાદા કે અંતર્ભેદિત યુગ્મ સ્ફટિકો; રં. – કાળો, આછાથી ઘેરો કથ્થાઈ લીલાશ પડતો; સં. –…

વધુ વાંચો >

ઑગિટાઇટ

ઑગિટાઇટ (augitite) : બેસાલ્ટનો એક પ્રકાર. મુખ્યત્વે ઑગાઇટ મહાસ્ફટિકોથી બનેલો બેસાલ્ટ. ક્યારેક તેમાં બાયૉટાઇટ અથવા હૉર્નબ્લેન્ડ પણ હોઈ શકે છે, જે મોટેભાગે સોડા-સમૃદ્ધ કાચ-સમૃદ્ધ દ્રવ્યમાં જડાયેલાં હોય છે. ખડકના સ્ફટિકમય ભાગના સંદર્ભથી જોતાં, ઑગિટાઇટ એ પૉર્ફિરિટિક કણરચનાવાળો, લગભગ એક-ખનિજીય ખડક ગણાય; જેમાં ટિટેનઑગાઇટ ખનિજના સ્ફટિકછેદ, લોહધાતુ-ખનિજની વિપુલતાવાળા બિનસ્ફટિકીય દ્રવ્યમાં જડાયેલા…

વધુ વાંચો >

ઑડિનાઇટ (સ્પેસર્ટાઇટ)

ઑડિનાઇટ (સ્પેસર્ટાઇટ) : જર્મનીના સ્પેસર્ટ પર્વતો ઉપરથી સ્પેસર્ટાઇટ તરીકે ઓળખાતા પૉર્ફિરિટિક કણરચનાવાળા લૅમ્પ્રોફાયર પ્રકારનો ભૂમધ્યકૃત (અગ્નિકૃત) ખડક. તે ગ્રેનાઇટ કે ગ્રૅનોડાયૉરાઇટ બંધારણવાળા મૅગ્માની બેઝિક સ્વભેદિત પેદાશ છે. કણ-કદની સૂક્ષ્મતાને કારણે તેના ખનિજ ઘટકો સૂક્ષ્મદર્શક નીચે પારખી શકાય છે. આ ખડક સામાન્ય રીતે લૅબ્રેડોરાઇટ, પાયરૉક્સિન અને ઍમ્ફિબૉલ ખનિજોથી બનેલો હોય છે.…

વધુ વાંચો >