ઑડિનાઇટ (સ્પેસર્ટાઇટ) : જર્મનીના સ્પેસર્ટ પર્વતો ઉપરથી સ્પેસર્ટાઇટ તરીકે ઓળખાતા પૉર્ફિરિટિક કણરચનાવાળા લૅમ્પ્રોફાયર પ્રકારનો ભૂમધ્યકૃત (અગ્નિકૃત) ખડક. તે ગ્રેનાઇટ કે ગ્રૅનોડાયૉરાઇટ બંધારણવાળા મૅગ્માની બેઝિક સ્વભેદિત પેદાશ છે. કણ-કદની સૂક્ષ્મતાને કારણે તેના ખનિજ ઘટકો સૂક્ષ્મદર્શક નીચે પારખી શકાય છે. આ ખડક સામાન્ય રીતે લૅબ્રેડોરાઇટ, પાયરૉક્સિન અને ઍમ્ફિબૉલ ખનિજોથી બનેલો હોય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે