ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર

January, 2004

ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીના પોપડામાં જોવા મળતા તમામ પ્રકારના ખડકોનાં બંધારણ, રચનાક્રમ અને અરસપરસના સંબંધની તલસ્પર્શી માહિતી વર્ણવતી વિષય-શાખા. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને અર્વાચીન સમય સુધીનાં અંદાજે પાંચ અબજ વર્ષના સમગ્ર આયુકાળ દરમિયાન બની ગયેલી આગ્નેય ઘટનાઓ, કણજમાવટથી થયેલી જળકૃત સ્તરરચનાઓ, ભૂસંચલનજન્ય-વિકૃતિજન્ય ફેરફારો વગેરે જેવા વિવિધ પ્રકારના ભૂસ્તરીય બનાવોની ક્રમબદ્ધ-કાલાનુસાર માહિતીનું તેમજ વખતોવખત પ્રવર્તેલા પ્રાચીન ભૌગોલિક સંજોગોનું આ શાખામાં વ્યવસ્થિત સંકલન થયેલું હોય છે. આ સંદર્ભમાં ઐતિહાસિક ભૂસ્તરશાસ્ત્ર અને સ્તરવિદ્યા બંનેને લગભગ એક જ અર્થમાં ઘટાવાય છે. ભારતનાં ભૂસ્તરપડોની સાંગોપાંગ ઐતિહાસિક માહિતી જે વિષય-શાખા દ્વારા વર્ણવી શકાય તેને ભારતની સ્તરવિદ્યા કહેવાય.

ગિરીશભાઈ પંડ્યા