Geography

જમૈકા

જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો.…

વધુ વાંચો >

જમ્મુ

જમ્મુ : જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન 32o 44’ ઉ. અ. 74o 52’ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (327 મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે…

વધુ વાંચો >

જમ્મુ અને કાશ્મીર :

જમ્મુ અને કાશ્મીર : જુઓ કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

વધુ વાંચો >

જયપુર

જયપુર : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે 259 કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 11,588 ચોકિમી., જિલ્લાની વસ્તી : 66,63,971 (2011). તેની સ્થાપના (1728માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. 1883માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે…

વધુ વાંચો >

જયંતિયા ટેકરીઓ

જયંતિયા ટેકરીઓ : હિમાલય પર્વતમાળાની પૂર્વે મેઘાલય રાજ્યમાં ગારો, ખાસી અને જયંતિયા નામની નીચી પર્વતમાળાઓમાં પૂર્વમાં આવેલી પર્વતમાળા. શિલોંગના ઉચ્ચપ્રદેશની આસપાસ તે પશ્ચિમથી પૂર્વ પથરાયેલી છે. કૂચબિહારથી શરૂ કરી છેક નાગાલૅન્ડની સીમાની અંદર સુધી આ ટેકરીઓની હારમાળા આવેલી છે. પહોળાઈ મેઘાલયની ઉત્તરદક્ષિણ સીમા પ્રમાણે વિસ્તરેલી છે. સાગરની સપાટીથી 1500 મી.…

વધુ વાંચો >

જર્મની

જર્મની ભૂગોળ મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ;…

વધુ વાંચો >

જલપાઇગુરી

જલપાઇગુરી :  ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ :  આ જિલ્લો 26 40´ ઉ. અ. અને 89 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કાલીમપોંગ જિલ્લો, ઈશાને ભુતાન દેશ, પૂર્વે અલીપુરડુઅર (Alipurduar) જિલ્લો, અગ્નિ દિશાએ કૂચબિહાર જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યે બાંગ્લાદેશ, પશ્ચિમે સિલીગુરી…

વધુ વાંચો >

જલંધર

જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ.  અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો…

વધુ વાંચો >

જસદણ

જસદણ : રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા – મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને 100 ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ,…

વધુ વાંચો >

જહાજવાડો

જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે. જહાજવાડાના સ્થળે દરિયો…

વધુ વાંચો >